Hiral's Blog

ઈવિદ્યાલય એ આપણા બધાની શાળા છે.

આજના બાળકો

અત્યારે બાળકો પાટીને પેન પછી પકડે છે, પહેલાં મોબાઇલના બટન અને કી-બોર્ડ પર તેમની આંગળીઓ રીતસરની સરસ પકડ જમાવે છે.
બાળક બેસતું થાય ત્યારથી માઉસ અને કી-બોર્ડ બંને એક સાથે ઓપરેટ કરે છે. (દેખાવ તો એવો જ કરે છે!)
જે બાળકો પાસે કમ્પ્યુટર નથી તેઓ પણ મોબાઇલ તો ઓપરેટ કરે જ છે. તો એમને આ સાધનોના સદુપયોગ તરફ કેમ વાળવા તે જ આપણે જોવું રહ્યું.

 EVidyalay પર હાલ,

૨૮૫+શૈક્ષણિક વિડીયો છે.

૨૦થી વધુ પ્રેરક જીવનચરિત્રો આલેખાયેલ છે.

અઢળક બાળવાર્તાઓ છે.

વિજ્ઞાન વિષયક માહિતી અને પ્રાયોગિક પ્રોત્સાહન માટે પ્રયોગઘર છે.

જન્મજાત કુતુહલ, અને આંતરિક તથા બાહ્ય વિકાસમાં સહાયક કરતી હોબીલોબી છે.

ઈન્ટરનેટથી બાળકોને કેટલો સમય દૂર રાખીશું?

આ બધું ઈન્ટરનેટ પર શા માટે?

આપણે બધા ભણીએ છીએ, પછી આપણાં બાળકોને ભણાવીએ છીએ. પછી પૌત્ર, પૌત્રી, દોહિત્રો કે દૌહિત્રીને ભણાવીએ છીએ. તો ચાલો આપણે સાથે મળીને આ આખી પ્રક્રિયાને રસપ્રદ બનાવીએ. એક જગ્યાએ આ ભાથું એકત્ર કરીએ.

જેથી આપણાં બધાંયના બાળકો અહિં મુક્તમને ભણી શકે. વિદ્યા દાન એ સર્વ શ્રેષ્ઠદાન છે‘.

યુટ્યુબ સબસ્ક્રીપ્શન મોટેભાગે ઈન્ડીયાથી જ વધુ છે. રોજ ઇન્ડીયાથી જ વધુ લોકો વિડીયો જુવે છે.
વેદિક ગણિતના વિડીયો મોટેભાગે જાહેર પરીક્ષા માટે મહેનત કરી રહેલ લોકો વધારે જુએ છે.
શરુઆતથી જ બીજા વિષયે અહિં અને ઘણીવાર દાખલો ગણી આપવા માટે મદદ માટે ઇમેઇલ મળ્યા છે.
વધુ ઇમેઇલ અને વિઝીટ પરીક્ષા સમયે આવે છે.
પણ પછી લોકો નિયમિત લટાર નથી મારી શકતા, કારણકે આપણે હજુ અહિં માત્ર ૧૦% કામ પણ નથી કર્યું.

હજુ ઘણું કરવાનું છે.

આપણે સાથે મળીને ઘણું સુંદર કાર્ય કરી શકીએ છીએ.

૧) બધા વિષયોની સુસજ્જ વિડીયો લાઇબ્રેરી.

૨) બાળકો માટે કે.બી.સી જેવી ક્વિઝ

૩) બાળકોને પ્રોત્સાહન મળે તે રીતે એમની રચનાઓ અને વિચારોનું સંકલન અને સંપાદન અને તેની ઈવિદ્યાલય પર આકર્ષક ગોઠવણી.

૪) સ્કોલરશીપ અને ફેલોશીપ આપતી સંસ્થાઓની માહિતી.

૫) પ્રયોગ ઘરમાં વધુથી વધુ વિજ્ઞાન વિષયક માહિતી અને પ્રાયોગિક પ્રોત્સાહન.

૬) હોબી-લોબી પર બાળકોની રચનાઓનું અલગ માળખું.

વગેરે….

ગુજરાતમાં ૩૪,૩૦૦ સરકારી શાળા છે. જ્યાં ૫.૪ લાખથી વધુ વિધ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણે છે. તેમને ફાંકડું અંગ્રેજી બોલવું છે. તેમને ઈન્ટરનેટ પર ભણવું છે. તેમને ગુગલ સાયન્સ પ્રોજેક્ટ ની પ્રતિયોગિતામાં ભાગ લેવો છે.

આપને ઈવિદ્યાલય સાથે સંકળાવવું ગમશે જ.વિદ્યા દાન એ સર્વ શ્રેષ્ઠદાન છે‘.

એજ્યુકેશન રીફોર્મ માટેનું પહેલું પગથિયું આપણે ચઢી રહ્યા છીએ. અને એ માટે એકજુથ થઇને કામ કરવું જ રહ્યું.

સહકારની અપેક્ષા સહ,
ઈવિદ્યાલય.
www.evidyalay.net

http://www.youtube.com/user/EVidyalay?feature=watch

મહેરબાની કરીને આ પત્રને વધુથી વધુ ગુજરાતી બંધુઓ સુધી પહોંચતો કરશોજી.
શક્ય હોય તો ઈવિદ્યાલયનો લોગો આપની વેબસાઇટ પર કે બ્લોગ પર જરુરથી રાખશો.

હું નવી સદીનો બાળક છું, હું નવી સદીનો બાળક.

હું ઇન્ટરનેટનો ચાહક છું, હું ઇન્ટરનેટનો ચાહક.

ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,

શાળાના બ્લેકબોર્ડની બહાર પણ હું ભણું,

જ્યારે પણ કંઇ ના સમજાય,તો હું ઇવિદ્યાલયમાં ફરું,

ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,

હું નવી સદીનો બાળક છું, હું નવી સદીનો બાળક.

હું ઇન્ટરનેટનો ચાહક છું, હું ઇન્ટરનેટનો ચાહક.

www.evidyalay.net

1 Comment »

  1. […] બ્લોગમાં ઈવિદ્યાલય એ આપણા બધાની શાળા છે એ લેખમાં આપેલ માહિતી પ્રમાણે EVidyalay પર […]

    Pingback by ( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો .. | વિનોદ વિહાર — December 11, 2015 @ 11:39 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: