Hiral's Blog

January 27, 2017

મારા માટેની નક્કી કરેલી વ્યાખ્યા.

સફળતા એટલે…..જે તે પરિસ્થિતિ કે સંજોગોમાં પોતાને સુખી માની શકું અને ઇશ્વર પર ભરોસો રાખી શકું તો હું જીવનના જે તે તબક્કે સફળ.

(ટુંકમાં આનંદી કાગડી….મારા બાળકોએ મને મારામાં શોધી આપેલી આ ઉત્તમ ભેટ)

કુશળતા એટલે….કર્મ ફળ સ્વરુપ જીવન સાથે જોડાયેલી અંગત વ્યક્તિઓ સાથે જેટલું મનભેદ વગર રહી શકું તેટલી હું કુશળ.

પ્રયત્ન અને પુરુષાર્થ એટલે….પોતાને સફળ અને કુશળ પોતાની નજરમાં સાબિત કરવા માટે જે જહેમત દિવસ – રાત કરું તે.

મારા માટેની (મારી જાતે હાલ જેટલી સમજ ધરાવું છું તે આધારે ) નક્કી કરેલી વ્યાખ્યા :)))

Advertisements

December 9, 2016

Inline image 1

from one email:

Practice watching your breath whenever….
You are free 
OR 
Under emotional/ physical stress.
The purpose of anything prayer, SK, Vipasyana is ….
to quieten the chatter of mind.
Kriya IS NOT important,that state of peace and joy is important/ useful……..TO LIVE
Thanks Suresh Uncle. 

October 3, 2014

વિકાસની અધૂરી વ્યાખ્યામાં કેટકેટલું વિસરી ગયા આપણે.

ગાય, ગેંડો, હાથી ને ઘોડો,
વાઘ, સિંહ, દિપડો ને ચિત્તો,
બકરી, ઘેંટુ, હરણ ને સાબર,
ચાર પગ વાળા પ્રાણી ભલે હો,

વાર્તાને વાતોમાં સાંભળ્યા બાળ મને,
ક્યારેક જોડકણાં ને ક્યારેક રુબરુમાં જોયાં છે બાળકોએ,
કલ્પનાશક્તિને મળી પાંખોને ઉમટ્યા લાગણીનાં પૂર,
રમવા મળે જો આવા રમકડાં,

પૂરી દે પ્રાણ એવાં અનેરાં બાળમન,
સવારે નવડાવે, ધોવડાવે ને ખાવાનું ય ખવડાવે,
બપોરેને રાત્રે વ્હાલથી સુવડાવે,
એમની સાથે વાતો પણ કરે એવું હેતાળ બાળ મન,

ભોળપણ અને વ્હાલ, નરી નિર્દોષતા,
સૌને વ્હાલી એવી આ કુદરતી સંપદા,
રુડું સિંચન અને સંવર્ધન બાજુએ મુકીને,
પામ્યા શું આપણે ને વધ્યા શું આપણે?
વિકાસની અધૂરી વ્યાખ્યામાં કેટકેટલું વિસરી ગયા આપણે.

December 3, 2013

ઈવિદ્યાલય: ‘વિદ્યા દાન એ સર્વ શ્રેષ્ઠદાન છે’.

લતા આંટી બાળ સાહિત્ય અને ઈવિદ્યાલય પર બાળકોને પ્રોત્સાહન માટે કંઇક નવું કરવાના પ્રયોગમાં ઊંડાણપૂર્વકનો  રસ લઇ રહ્યા છે. તે અનુસંધાનમાં જ તેમણે  ચિલ્ડ્રન યુનિવર્સીટી – ગાંધીનગર વિશે વાત કરી.

એના અનુસંધાનમાં સુ.દાદાએ નીચે મુજબનો પત્ર લખ્યો.

ગુજરાતના ગાંધીનગરમાં ‘ચિલ્ડ્રન યુનિવર્સિટી’ની સ્થાપના થઇ છે.

———

We may try informing them @ eV. They may sponsor the efforts. In fact it would be ideal, if they streamline all people like Hiral – so that the work is properly coordinated; and total product becomes all embracing/ all inclusive.

———-

What we are doing at eV is not even an iota of efforts needed; looking to the massive inputs needed for bringing rudimentary change in education system.

ત્યાં મારો જવાબ નીચેના પત્રમાં વાંચી શકશો. અને અમારા આ વિચારો માટે આપના સૂચનો આવકાર્ય.

મારો જવાબ.

Yes, Good to know about Children University. Will definetely tell them about EVidyalay.

જ્યાં સુધી ઈવિદ્યાલય પર એકલા હાથે કામ કર્યું, ત્યાં સુધી હું, કંઇક જુનું, નવી રીતે બધાને વહેંચી રહી છું, એવો ભાવ રાત્રે સૂતી વખતે રહેતો.
હા, કોઇ મદદ માટે નથી આવતું, એવો ભાવ ક્યારેક થતો ખરો. પણ ક્યારેય મારો ઉત્સાહ ઓછો નથી થયો. વહેંચવાની એ જ તો મજા છે.
અને ‘વિદ્યા દાન એ સર્વ શ્રેષ્ઠ દાન’. મારા સમયનો અને ભણતરનો સદુપયોગ.

જ્યારથી સુ.દાદાએ રસ લીધો છે ત્યારથી મેં જાણે તક ઝડપી લીધી કે હવે તો ઈવિદ્યાલયને ઘેર ઘેર ગુંજતું કરવું જ છે.
એટલે જ હવે વધુથી વધુ એવા પ્રયત્નો કરવા છે કે જેથી લોકો ઈવિદ્યાલય વિશે વાત કરતા થાય. અહિંથી બાળકો શીખતા થાય.

ઈન્ટરનેટથી બાળકોને કેટલો સમય દૂર રાખીશું?

અત્યારે બાળકો પાટીને પેન પછી પકડે છે, પહેલાં મોબાઇલના બટન અને કી-બોર્ડ પર તેમની આંગળીઓ રીતસરની સરસ પકડ જમાવે છે.
બાળક બેસતું થાય ત્યારથી માઉસ અને કી-બોર્ડ બંને એક સાથે ઓપરેટ કરે છે.
જે બાળકો પાસે કમ્પ્યુટર નથી તેઓ પણ મોબાઇલ તો ઓપરેટ કરે જ છે. તો એમને આ સાધનોનો સદુપયોગ તરફ કેમ વાળવા તે જ આપણે જોવું રહ્યું.

આપણે ત્યાં દર વરસે ઓછામાં ઓછા દસ લાખ લોકો ફુલ ટાઇમ જોબમાંથી નિવ્રુત્ત થતા હશે. એમાંથી એકાદ લાખ લોકો પૈસે ટકે સુખી હશે.
દસ હજાર લોકોએ એમના બાળકોને ઉત્તમ શિક્ષણ આપ્યું જ હશે. હવે, બસ તેમને ઉંમરના આ પડાવે કંઇક સમાજ માટે કરવું હશે, કંઇ નંઇ તો એમનો સમય સારી રીતે પસાર કરવો હશે.
લગ્ન પછી કે બાળ ઉછેર માટે કે સંજોગો વસાત ઘણી ભણેલી ગણેલી માતાઓ પોતાનું ભણતર વ્યર્થ ગયાનો અફસોસ કરતી હશે.
બસ, આપણે હવે કેમે કરીને આવા લોકો સુધી પહોંચવું છે.

યુટ્યુબ સબસ્ક્રીપ્શન મોટેભાગે ઈન્ડીયાથી જ વધુ છે. રોજ ઇન્ડીયાથી જ વધુ લોકો વિડીયો જુવે છે.
વેદિક ગણિતના વિડીયો મોટેભાગે જાહેર પરીક્ષા માટે મહેનત કરી રહેલ લોકો વધારે જુએ છે.
શરુઆતથી જ બીજા વિષયે અહિં અને ઘણીવાર દાખલો ગણી આપવા માટે મદદ માટે ઇમેઇલ મળ્યા છે.
વધુ ઇમેઇલ અને વિઝીટ પરીક્ષા સમયે આવે છે.
પણ પછી લોકો નિયમિત લટાર નથી મારી શકતા, કારણકે આપણે હજુ અહિં માત્ર ૧૦% કામ પણ નથી કર્યું.


કેવી રીતે મેસેજ ફેલાવવો કે અહિં આપનો કિમતી સમય આપો. વિદ્યા દાન એ સર્વ શ્રેષ્ઠદાન છે‘.

એજ્યુકેશન રીફોર્મ માટેનું પહેલું પગથિયું આપણે ચઢી રહ્યા છીએ.  અને એ માટે એકજુથ થઇને કામ કરવું જ રહ્યું.

October 31, 2013

પિરામીડની નીચે સોનું

http://gadyasoor.wordpress.com/2013/10/31/pyramid/

August 16, 2011

સર્વ શિક્ષાનું સારતત્વ

સર્વ શિક્ષાનું સારતત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં.

દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે; માનવ જાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુ:ખ છે.

આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે. સ્વતંત્રતાથી કાર્ય કરો! પ્રેમ દ્વારા કાર્ય કરો!

‘પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે, ત્યાં સુધી પ્રેમ ન જ આવે. ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે.

ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો. અને તમારે માટે એની પાસે કામ કરવો. એ વેઠીયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારે માટે પ્રેમ નહીં હોય.

એ જ રીતે, ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ, તો આપણાંમાં પ્રેમ ન જ સંભવે.

આ દ્રષ્ટીએ આપણું કામ સાચું નથી. સગાંઓ અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી, અને આપણાં પોતા માટે કરેલાં કામો પણ સાચાં નથી.

સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે.

પ્રેમથી કરેલાં દરેક કાર્યને પરિણામે સુખ થાય છે. પ્રેમથી કરેલું એકે કાર્ય એવું નથી જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે.

સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, આ ત્રણે એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે, જ્યાં આમાંનું એક ના હોય, ત્યાં બીજાં પણ ન હોવાં જોઈએ.

-સ્વામી વિવેકાનંદ

February 25, 2011

લગ્નનું ગણિત = > જીવનનું આઉટપુટ

 લગ્નની ઉંમરે ઘણા ને આ પ્રશ્ન થતો હશે કદાચ કે લગ્ન શું કામ કરવા? કરવા તો કોની સાથે કરવા? ક્યારે કરવા?
 પ્રેમ લગ્ન કરવા કે એરેન્જ મેરેજ કરવા? સામાન્ય રીતે કારકિર્દી લક્ષી અત્યારના સમયમાં આ પ્રશ્ન દરેક યુવક – યુવતીને થાય જ.

મને પણ થતા, મારી પાસે આસ -પાસના લોકોના અનુભવો હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, કેટલાંક સમજુતીથી નિભાવે રાખતાં.

કેટલાંક પોતાના સંતાનોથી હેરાન હતા.

શું સાચું? કોને પૂછવું? પાત્રની પસંદગી કેવી રીતે કરવી? બસ, સવાલો ઘણાં હતાં પણ ચોક્કસ જવાબો નહોતાં.

એક દિવસ નસીબ જોગે એક વિદ્વાન મહારાજ સાહેબ અજય સાગર્જીનો પરિચય થયો. એમનું વાંચન ઘણું હતું. એટલે એક દિવસ તક મળતાં જ મેં એમને મારા સવાલો પૂછ્યા, શરૂઆતમાં ડર હતો કે કદાચ દીક્ષા લેવી જોઈએ એવું કહેશે. પણ એમણે નિખાલસતાથી સ્મિત આપ્યું અને આંખ બંધ કરીને ખોલી,

ફરીથી એક મોહક સ્મિત. આમતો હું આવું બધું કોઇથી ડીસ્ક્સ્સ નાં કરું પણ જૂની પ્રાક્ર્ત – સંસ્ક્ર્ત પ્રતોને ડિજીટાઇઝ કરવાના એક પ્રોજેક્ટ નાં કામનાં અનુસંધાનમાં એમનો પરિચય થયેલો.

એક પ્રોફેશનલ ક્લ્યાયંટની જેમ એ હંમેશા માત્ર પ્રોજેક્ટના કામ પુરતી જ વાત કરતાં અને એ પણ એકદમ મુદ્દાસર.

એટલે થોડું ખેંચાણ પણ ખરું કે આ વ્યક્તિ (સાધુ) જે વાંચે છે અને જે વિચારે છે એ આચરણમાં પણ મુકે છે. કદાચ એમણે જોયેલા સામાજિક અનુભવો પરથી કંઈક જાણવાનું મળી જાય.

એટલે મેં લગ્ન સંબંધી મારા મનની અવઢવ એક વાર પૂછી જ લીધી.

મને કહે તું ગણિત ની ભાષામાં સમજી શકીશ એટેલે ગણિતમાં વાત કરું.

મને ખરે જ રસ પડ્યો.

એમણે કીધું ધારો કે તું a વ્યક્તિ છું. અને આ a ની વેલ્યુ 5 છે. હવે લગ્ન એટલે ગણિતની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ, તો તું કોઈ એવી વ્યક્તિને શોધે કે એની વેલ્યુ પણ 5 કે 7 છે.

હવે પહેલાં એ સમજ કે લગ્ન એટલે શું? માની લે કે તમે બંને સરખે સરખા છો. પણ લગ્નના અભિપ્રાય મુજબ બે 5 ભેગા મળીને શું ફાયદો થવો જોઈએ?

તું સામાન્ય સમીકરણની રીતે વિચારે તો પણ બે 5 ___ 5 = b. કયું ઓપરેટર મુકવાથી b ની મેક્સીમમ વેલ્યુ મળે?

મેં કીધું ગુણાકાર. મને કહે હજુ વિચારી જો. ગુણાકાર થઈ શકે તો પણ સારી જ વાત છે પણ એથી વધુ સારું પણ કદાચ કોઈ ઓપરેટર શક્ય હોઈ શકે છે? b ની વેલ્યુ હજુ વધારે મેળવી શકાય છે? મેં કીધું ‘^’. તો કહે બરાબર

5 – 5 = ૦ => પડ્યું પાનું નિભાવીને જીવન ગબડાવે. બંને માંથી કોઈને ફાયદો નઈ. જીવનનું આઉટ્પુટ 0.  કજિયા – કંકાસ . કોઈ ખુશ નથી. આનાં કરતા એકલા જીવવું સારું.

5 + 5 = ૧૦ => ઠીક ઠીક કપલ કહી શકાય. કમસે કામ 5 માંથી 10 થયાં. મોટે ભાગે સમાજમાં આવા લોકો મળી આવશે.

5 * 5 = ૨૫ => વધારે સારું કપલ. થોડુક એકબીજાના પુરક વધારે છે. બંનેના સફળ લગ્નજીવન છે.

5^5 = ૩૧૨૫ => આદર્શ દંપતી. આવું ભાગ્યે જ જોવા મળશે. બંને જણા એકબીજાના સાથથી ઇતિહાસમાં અમર થઇ જાય એટલું કામ એક જ જીવનમાં કરી જાય છે. આવા લોકોને વંદન.

મને થયું વાહ, એટલે કે મારે એટલીસ્ટ 5 ની વેલ્યુ વાળી વ્યક્તિ શોધવાની છે. અમુક બેઝીક પાંચ ગુણો મારામાં જોઈ શકું છું એ મુજબ

 કે જે મારી સાથે મળીને એટલીસ્ટ * નું ઓપરેટર (એકબીજાનો આદર, પ્રેમ, સહકાર, સપનામોમાં સાથ)મૂકી શકે.  કે જેથી નાનકડી જિંદગી માં મેક્સ્મીમ આઉટ્પુટ બંનેને મળે.

પછી મને કહે,

બીજી મુદ્દાની વાત, કે પહેલા 5  તો જાતે જ થવું પડે. તો કોઈની સાથે મળીને એટલીસ્ટ ૧૦નિ આશા રાખી શકાય. હવે આ આખી વાતમાં ક્યાંય પૈસો કે સ્ટેટ્સ, ખાનદાન કશું જ વચ્ચે નથી આવતું.  અગત્યુંનું છે ‘ઓપરેટર’. => સમજદારી. => જીવન માં 5 થઈ આગળ વધવું છે તો પરણવું સારી વાત છે પરંતુ બંનેના જીવનનું આઉટ્પુટ બંને નાં હાથમાં છે.

February 19, 2011

ધર્મ..સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ..

I like these thoughts….so, just sharing from paramsamipe.

મહાપુરૂષોનું જીવન તેમના વરસોથી નહીં પણ કાર્યોથી મપાય છે.”હું મારું 40મું વર્ષ નહીં જોઉં” એવી આગાહી કરનાર ….”ઉઠો,જાગો” નો મહામંત્ર આપનાર સ્વામી વિવેકાનંદે આજ્થી 106 વરસો પહેલાં ધર્મ વિષે જે વિચારો ન્યુયોર્કમાં રજૂ કરેલ…તે આજે પણ એટલા જ સાચા..કે પછી આજના સંદર્ભમાં જોતા તો વધારે સાચા…સમજવા વધારે જરૂરી (અને આચરવા તો એનાથી પણ વધારે જરૂરી) બની ગયા લાગે છે.

સ્વામીજીએ પોતાની એ આકરી જીવનસાધના દ્વારા સદીઓ સુધી પહોંચે તેવું વિરાટ કાર્ય આપણા માટે કરી રાખ્યું છે.અને આ બધું અલ્પ સમયાવધિમાં.ભારતના ઇતિહાસને નવા પરિમાણો આપનાર વિરલ વિભૂતિઓમાં તેમનું સ્થાન ગૌરવવંતુ છે. ધર્મ અને વિજ્ઞાન,પ્રાચીન અને અર્વાચીન,પૂર્વ અને પશ્વિમ,વ્યવહાર અને પરમાર્થ.સન્યાસ અને સંસાર…આવા અનેક દ્વન્દો વચ્ચે નવયુગના આ મહાન “સમન્વયાચાર્યે” પોતાની અપૂર્વ સાધનાથી એક અતૂટ સેતુ બાંધ્યો અને ભાવિ પેઢી માટે જીવનનો ધોરી માર્ગ… રાજમાર્ગ..રચી આપ્યો.’અચલાયતન’ બની રહેલ રાષ્ટ્રને તેમણે “ઉઠો જાગો” નો મહામંત્ર સંભળાવ્યો.અને સૈકાઓ જૂના વેદાંતના પડઘમમાંથી અભિનવ સૂરાવલિઓનું ,સંપ્રદાયોની દીવાલો ને ભેદતું..મહાસંગીત સંભળાવ્યું.યોગ,જ્ઞાન ,ભક્તિ અને કર્મનો સમન્વય એ સ્વામીજીનો આદર્શ.

તેમણે કહેલી ધર્મ વિશેની એક એક વાત આજે ફરીથી તાજી કરીએ….સમજીએ અને સમજાવીએ તો ધર્મને નામે ઉભા થતા વિવાદ,કલહ…નું અસ્તિત્વ જ ન રહે. તેમણે એક વાત વારંવાર કહી છે કે ખ્રિસ્તી એ હિન્દુ કે બૌધ્ધ બની જવાનું નથી.પરંતુ દરેક ધર્મના મનુષ્યે અન્ય ધર્મની ભાવનાને આત્મસાત્ કરવાની ચે અને પોતાનું સ્વત્વ પણ જાળવી રાખવાનું છે.કાળ ની રેતી પર પોતાના વિચારો અને કાર્ય દ્વારા પગલા પાડી ને તેમણે ભાવિ પેઢી માટે પ્રગતિનો પંથ ખુલ્લો કર્યો..
”વિવેકાનંદ અને ધર્મ” માંથી…તેમના જ શબ્દોમાં વારંવાર પુનરાવર્તન કરતા રહીએ..તે સાંપ્રત પરિસ્થિતિ માં ખૂબ જરૂરી નથી લાગતું?

“આજે એવો સમય આવી ગયો છે કે માણસ એક પણ વિચાર એવો ન કરી શકે…કે જે દુનિયાને દરેક છેડે..પહોંચ્યા સિવાય રહી શકે.માત્ર ભૌતિક સાધનો વડે પણ આપણે આખી દુનિયાના સંપર્કમાં પહોંચી ચૂકયા છીએ.અને તેથી જ દુનિયાના ધર્મોએ પણ તેટલા જ વિશ્વવ્યાપી અને ઉદાર બનવું પડશે.(યાદ રહે આ શબ્દો 100 વરસ પહેલાના છે…જ્યારે નેટ જગત…સાયબર જગત નહોતું આવ્યું…આજે તો દુનિયા એનાથી યે વધુ નજીક આવી ગઇ છે.સ્વામીજી કેટલા આર્ષદ્રષ્ટા હતા!!!)
“માણસજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળોએ કામ કર્યું છે…ને હજુ પણ કરી રહ્યા છે…તે બધામાં જેના અભિવ્યક્તિ ને આપણે “ધર્મ “કહીએ છીએ….તેના કરતાં વધારે શક્તિશાળી બીજું એકે ય પરિબળ નથી.

ગ્રહો અને તારાઓનું સંચાલન કરતા નિયમોનું જ્ઞાન હોવું એ મહત્વપૂર્ણ અને સારું છે.પરંતુ માનવમનની ઇચ્છાઓ…લાગણીઓ અને આવેશોને કાબુ માં રાખતા નિયમોનું જ્ઞાન વધુ જરૂરી અને વધુ મહત્વનું નથી લાગતું?આપણી અંદરના માનવીને જીતવાનું..માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓના રહસ્યને સમજવાનું…તેના રહસ્યો ઉકેલવાનું કામ માત્ર ધર્મનું જ છે.

એક વિશાળ રેલ્વે એંજીન રેલ્વે લાઇન પર ધસી રહ્યું હોય…તે વખતે એક નાનકડું જીવડું…જે પાટા પરથી પસાર થતું હોય તે એંજીનના માર્ગમાંથી ખસી જઇ ને પોતાનો જીવ બચાવી શકે છે.પ્રાણહીન અને પ્રાણવાન વચ્ચેનો આ ભેદ છે.

વિશાળ એંજીન ની તુલનામાં તે નાનકડું જીવડું પણ ભવ્ય પ્રાણી છે.અનંતનો એ નાનો સરખો અંશ છે.અને તેથી તે શક્તિશાળી યંત્ર કરતાં વધુ મહાન છે.તેનામાં સ્વાતંત્ર્ય છે..બુધ્ધિ છે.ઇશ્વરની કલ્પના એ માનવ બંધારણનું મૂળભૂત તત્વ છે.વેદાંતમાં સત –ચિત્ –આનંદ એ માનવ મનથી થઇ શકે એવી ઇશ્વરની સર્વોચ્ચ કલ્પના છે.
વિવિધ ધર્મો,મતો અને સંપ્રદાયો યોગ્ય જ છે…જે રીતે જે હોટેલમાં દરેક જાતનો ખોરાક મળે..તેમાં દરેક ને પોતાની ભૂખ સંતોષવાની તક પ્રાપ્ત થાય.કેમકે અંતિમ ધ્યેય ભૂખ સંતોષવાનુ છે.તેવી જ રીતે આપણે બધા અંતે એક જ લક્ષ્યે પહોંચવા મથી રહ્યા છીએ…તે જો જાણી લઇએ તો કલહને…ઝગડાને સ્થાન જ ન રહે.
એક માણસ સૂર્ય તરફ જઇ રહ્યો હોય….જેમ જેમ તે આગળ વધતો જાય..તેમ દરેક તબક્કે તે સૂર્યના ફોટા લેતો જાય છે.જયારે તે પાછો ફરે છે,ત્યારે તેની પાસે સૂર્યના જે ફોટા હોય છે..તેમાંથી કોઇ પણ બે ફોટા સાવ સરખા નથી.છતાં એમ કોણ કહી શકે કે આ બધા ફોટા એક જ સૂર્ય ના નથી?
જુદા જુદા ખૂણેથી એક જ મંદિરના ચાર ફોટા લો..તે અલગ દેખાશે.છતાં સત્ય એક જ રહેશે..કે તે એક જ મંદિરના ફોટા છે.
એજ રીતે આપણે બધા..એક જ સત્યને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ..અને તે આપણા જન્મ,કેળવણી,અને વાતાવરણ અનુસાર આપણને ભિન્ન લાગે છે.એટલે જુદા જુદા બધા ધર્મો ભિન્ન ભિન્ન શક્તિ છે.ને તેમાંથી એકેય નો નાશ થાય તેમ નથી.બધા ધર્મ માનવજાતના કલ્યાણ માટે જ કામ કરી રહ્યા છે.
હકીકતે વિશ્વધર્મ અસ્તિત્વમાં છે જ..જો પુરોહિતો..અને ઉપદેશકો..થોડા સમય માટે ઉપદેશ આપવાનું..પ્રચાર કરવાનું બંધ કરે તો આપણે વિશ્વધર્મને જોઇ શકીશું.પરંતુ તેઓ પોતાના સ્વાર્થ ને કારણે સાચા ધર્મને ખલેલ પહોંચાડતા રહે છે.(100 વરસો પહેલા સ્વામીજી એ કહેલા આ વાત આજે યે કેટલી સાચી છે.!!)
બધી ધર્મપ્રણાલિઓની એક જ નીતિ છે..દરેક ધર્મમાં એક જ ઉપદેશ અપાયો છે”સારા બનો…સારું કામ કરો…નિ:સ્વાર્થી બનો..બીજા ને ચાહો……”

એક કહે છે..”જેહોવા એ હુકમ કર્યો છે માટે..”કોઇ કહે છે..:જીસસની આજ્ઞા છે માટે”તો ત્રીજો કહે છે,”અલ્લાહનુ ફરમાન છે માટે” અને ચોથો કહે છે,”ઇશ્વરે કહ્યું છે માટે…”

હવે જો આ માત્ર ફકત “જેહોવા” કે “જીસસ”નો જ હુકમ હોત તો..જે લોકો જેહોવા કે જીસસને કદી જાણતા જ નથી..તેમની પાસે આ આજ્ઞા કેવી રીતે આવે?આદેશ આપનાર એક માત્ર વિષ્ણુ જ હોત તો તેની સાથે સાવ પરિચય વગરના યહુદીઓ પાસે તેવો જ આદેશ કેમ આવે?
માટે એ બધા કરતા..વધારે ઉચ્ચએવું ઉદભવસ્થાન બીજુ જ હોવું જોઇએ.કયાં છે એ? એ છે…”હલકામાં હલકાથી લઇ ને ઉંચામાં ઉંચા સર્વ પ્રાણીઓના અંતરાત્મામાં”

એક માણસ ધ્રુવનો તારો બતાવવાનું કહે તો સૌ પ્રથમ તમે તેને નજીકનો વધુ પ્રકાશિત તારો બતાવો..પછી એક ઓછો પ્રકાશિત તારો બતાવો..પછી એક ઝાંખો..અને પછી અંતે દૂરનો પ્રકાશિત તારો..ધ્રુવ નો તારો બતાવો…આ પ્રક્રિયા ધ્રુવના તારાને જોવા માટે સરળ છે.તે જ રીતે માણસને પણ આવી જ પ્રક્રિયા આસાન પડે છે.બધી જ વિવિધ સાધનાઓ…તાલીમો…વિધિઓ…બાઇબલ.કુરાન.ગીતા..ઇશ્વર..એ બધા ધર્મના માત્ર મૂળાક્ષરો છે.
જુદા જુદા રંગના કાચમાંથી બહાર પડતો પ્રકાશ મૂળે એક જ છે…માત્ર થોડા ફેરફારો…અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક હોય છે.બાકી દરેક ના હાર્દ માં એક જ સત્ય વિરાજતું હોય છે.
હાથી અને આંધળાની વાર્તા જાણી તી છે જ.હાથી ને જુદી જુદી જગ્યાએ સ્પર્શતી અંધ વ્યકતિ એક જ હાથી નું જુદુ જુદુ વર્ણન કરશે…પણ તેથી હાથી ના મૂળ સ્વરૂપ માં કશો ફરક પડતો નથી.
જગતના ધર્મો નો અભ્યાસ કરવામાં આવે તો..સામાન્ય રીતે બે પ્રણાલિઓ આપણી નજરે ચડે છે.1) ઇશ્વરથી આરંભ કરી મનુષ્ય સુધી પહોંચવાની…દા.ત.સેમેટિક જૂથ ના ધર્મો..જેમાં ઇશ્વરની કલ્પના લગભગ શરૂઆતથી જ હોય છે. 2)માનવમાંથી ઇશ્વર સુધી પહોંચવાની …આ આર્યોની વિશેષતા છે.આર્યમાનવે હમેશા દિવ્યતાને પોતાની અંદર શોધવાનો પ્રયાસ કર્યો છે.
આજે પણ આપણે જો કોઇ ધાર્મિક માનવીનું પશ્વિમી કલાકારે દોરેલું ચિત્ર જોશું તો..ચિત્રકાર તેને ઉંચે આંખો કરેલ..પ્રકૃતિની બહાર ઉંચે આકાશમાં ઇશ્વરને શોધતો બતાવતો હશે..બીજી તરફ,,ભારતમાં ધાર્મિક વલણ ના પ્રતીકરૂપે માનવને ચિત્રમાં આંખો બંધ કરી ને બેઠેલો બતાવે છે.જાણે કે તે અંદર કંઇક જોઇ ન રહ્યો હોય!!
હકીકતે અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે.જ્યાં સુધી ચર્ચાઓ ચાલે ત્યાં સુધી ઇશ્વરપ્રાપ્તિ થાય નહીં….જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે?જયાં સુધી માણસો જમવા ન બેઠા હોય…અને પીરસાણું ન હોય ત્યાં સુધી.જેવા પૂરી શાક વિ..પતરાળામાં પડવા માંડે એટલે બાર આના અવાજ ઓછો થઇ જાય…અને બીજી ચીજો આવે એટલે અવાજ એથી યે ઓછો થઇ જાય…તે જ રીતે ઇશ્વરનો અનુભવ જેમ જેમ થતો જાય તેમ તેમ ચર્ચા..વાદવિવાદ ઓછા થતા જાય…અને ઇશ્વરપ્રાપ્તિ થયે અવાજ..ચર્ચા રહે જ નહીં.
“એકમ્ સત્ વિપ્રા બહુધા વદંતિ” અર્થાત્ સત્ય એક જ છે..માત્ર ઋષિઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.
“ઇન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુચ્યો દિવ્ય: સ સુપર્ણો મરૂત્માન! એકં સદ્વિપ્રા બહુધા વદન્યગ્નિં યમં માતરિશ્વાનમાહુ”!!

ઋગ્વેદ,,(1/164/46)

“અર્થાત્ જેમને તેઓ ઇન્દ્ર,મિત્ર,કે વરુણ કહે છે…જે એક જ અસ્તિત્વમાં છે..તે સત્ છે..જ્ઞાનીઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.”
”આત્મવત્ સર્વભૂતેષુ” બધા પ્રાણીઓને તમારા આત્મા જેવા ગણો…આ ઉપદેશ શું પુસ્તકમાં પૂરી રાખવા માટે કે વાતો કરવા માટે જ છે? ક્ષુધાર્તો ના ભૂખ્યા મોં માં જેઓ રોટલાનો ટુકડો આપી શકતા નથી..તેઓ બીજાના મુક્તિદાતા કેવી રીતે બની શકે?
જો ઓરડામાં અંધારુ હોય તો…અંધારું છે…અંધારું છે…એમ નિરંતર બૂમો પાડવાથી તે જવાનું નથી.તેનો ઉપાય દીવો કરવો તે છે.પ્રકાશને લાવો એટલે અંધકાર તેની જાતે અદ્રશ્ય થઇ જશે.વેદાન્ત કેસરી ને ગર્જના કરવા દો એટલે શિયાળવા બધા નાસી ને એની બખોલમાં ભરાઇ જશે.
સમગ્ર ભૂતકાળ અને ભવિષ્યકાળ અહીં વર્તમાનમાં જ છે.કોઇ માનવીએ કદી ભૂતકાળ ને જોયો નથી.તમે ભૂતકાળને જાણો છો..તેવો વિચાર જયારે કરો છો..ત્યારે તમે માત્ર વર્તમાનકાળમાં ભૂતકાળની કલ્પના જ કરો છો..ભવિષ્યને નિહાળવા માટે પણ તેને તમારે વર્તમાનમાં જ લાવવો પડશે.તો વર્તમાન એક જ સત્ય છે….બાકીનું બધું કલ્પના છે.

સમસ્ત વિશ્વ એક અસ્તિત્વ છે.તેના સિવાય બીજું કંઇ જ હોઇ શકે નહીં વિવિધતામાંથી આપણે સૌ વિશ્વવ્યાપી એકતા તરફ જવાનું છે….અને…આ એકતાની અનુભૂતિ એ જ ધર્મ!!!ધર્મ કદી તોડે નહીં..ધર્મ હમેશા જોડે.
ઉપનિષદોમાંથી બોંબની માફક ઉતરી આવતો એવો જો કોઇ શબ્દ હોય તો તે છે….”અભી..અત્યારે જ…”
ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અનુભૂતિ
ઘણાં લોકો કહે છે કે અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો…પણ તેઓ હમેશા કહેતા…”પહેલાં તમે તમારી જાતમાં વિશ્વાસ શ્રધ્ધા રાખો..એ જ સાચો રસ્તો છે.

“ ઉધ્ધરેદાત્મનાત્માનમ્ “ અર્થાત મનુષ્યે પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરવાનો છે.
સામાન્ય રીતે માણસ પોતાની નિષ્ફળતાનો દોષ…સાથીદાર પર…નશીબ પર કે ઇશ્વર પર ઢોળતો હોય છે.પણ નશીબ કયાં છે?અને કોણ છે?”વાવીએ તેવું લણીએ” આપણા ભાગ્યવિધાતા આપણે જ છીએ.પવન તો વાયા જ કરે છે….પણ જે વહાણના સઢ ખુલ્લા હશે તેમાં જ પવન ભરાશે અને તે જ આગળ ચાલશે.પણ જેણે સઢ ખોલ્યા જ નહીં હોય..તેમાં પવન ભરાશે નહીં..એમાં પવન નો દોષ ખરો?
સ્વામીજી એક દ્રષ્ટાંત અવારનવાર આપતા.કેટલાક માણસો એક આંબાવાડી માં ગયા.ત્યાં તેઓ વૃક્ષોના પાંદડા તથા ડાળીઓ ગણવામાં..તેનો રંગ,લંબાઇ વિગેરે જાણવામાં મશગૂલ બની ગયા.અને પછી એ વિષય પર પંડિતાઇભરેલી ચર્ચા ચાલી.પરંતુ તેમાનો એક કે જે વધુ સમજદાર હતો..તે આ બધી વસ્તુઓની ચર્ચા…કે પરવા ન કરતા કેરીઓ ખાવા લાગ્યો.તો તે માણસ વધુ ડાહ્યો નહીં? માટે પાંદડા અને ડાળીઓ ગણવાનું કામ બીજા…જેને કરવું હોય તેના પર છોડી દો.પાંડિત્યપૂર્ણ તર્ક વિતર્ક ચાલતા હોય ત્યારે તમે બધું છોડી ને …જે અંતિમ ધ્યેય છે…તે……કેરીઓ ખાવા લાગી જાવ.”

“ વિવેકાનંદ અને ધર્મ”માંથી સંકલિત.
નીલમ દોશી.

February 16, 2011

ધર્મ અને આપણે

ધર્મ માણસને

૧) કુદરતી આફતો વચ્ચે ‘આત્મશ્રધ્ધા’થી ટકી રહેવાનું બળ આપે છે. નિર્ભયતા શીખવે છે. બાળપણમાં બધાને કોઇને કોઇ મંત્ર શીખવવામાં આવે છે. આ ‘સામર્થ્યવાન’ને પ્રાર્થીને સામર્થ્યવાન થવાનું મનોવિજ્ઞાન છે.

૨) સામાન્ય સંજોગોમાં ‘પશુ’ જેવું આચરણ નહિં કરતાં, બીજાં જીવો માટે વિચાર કરીને સંસ્કારી, સભ્ય જીવન શીખવે છે. જેને ‘સંસ્કૃતિ’ કહી શકાય.

૩) ધર્મ એકજુથ રહીને સદ્કાર્યો માટે બનાવાય છે. પણ અનુકરણ કરનારાં બધાં ‘નિઃસ્વાર્થી’ થઇ નથી શકતાં. બધાં એકસરખો સાચો બોધ ગ્રહણ કરીને આત્મિક વિકાસ, સામાજિક વિકાસ કરી નથી શકતાં.

4) બધાં ભગવાન બાળપણથી જ ખૂબ ‘વિદ્વાન અને બળવાન’ બતાવ્યાં છે. કોઇપણ સંસ્કૃતિ જોશો. અને દરેકનાં ભગવાને ‘સમાજકલ્યાણ, દયા, કરુણા, નીતિમત્તા’ સભ્ય સંસ્કૃતિની જ ભેટ આપી છે.’

5) માણસ મન માત્ર ‘તાર્કિક’ જ નથી હોતું. અહિં કુણી લાગણીઓ ધરાવતા હ્રદયવાળાઓ પણ વસે છે. જે લોકો વિજ્ઞાન નથી સમજી શકતાં, તેઓ ધર્મની રીતે, લાગણીથી કોઇ નિયમ સમજી શકે છે.

દા.ત. વૃક્ષની પૂજા કરવી. (વિજ્ઞાનની રીતે વૃક્ષ કેટલાં ઉપયોગી છે કોઇપણ શિક્ષિતને ખબર છે જ) પણ જ્યારે શિક્ષણ નહોતું, ત્યારે ‘વૃક્ષની પૂજા’ ને ધર્મ સાથે જોડીને મનુષ્યનો નાતો નેચર સાથે જોડવામાં આવ્યો.

6) નદી ‘પવિત્ર’ છે. એ ધર્મનાં નામે નેચરલ રીસોર્સીસ માટે લાગણી અને કાળજીની અભિવ્યક્તિ છે.

હવે એ માણસની લાગણીઓની આત્યાંતિકતા છે કે ‘પવિત્ર’ નદીમાં નહાવાથી પોતે ‘પવિત્ર’ બનશે. આ અંધશ્રધ્ધા છે. અજ્ઞાનતા છે.

ભારત દેશમાં આ અંધશ્રધ્ધાને લીધે લગભગ બધી નદીઓ ઘણી દૂષિત છે. શું આ યોગ્ય છે?

7) જ્યાં સુધી ‘લાગણીઓ’ ની ભેટ છે આ પૃથ્વી ઉપર ત્યાં સુધી ‘ધર્મ’ રહેશે જ. અહિં કોઇ એકજ માણસની માન્યતાઓ – સમજશક્તિ, વિચારશક્તિની વાત નથી. અહિં સબળા અને નબળા દરેકને એકજુથ બનાવીને સમાજકલ્યાણની ભાવનાથી, સભ્ય સંસ્કૃતિના વિચારથી ‘ધર્મ’ અસ્તિત્વમાં આવ્યો છે.

8) જેમ કોઇ પણ મનુષ્ય કોઇ એક જ રોલમાં નથી જીવતો. જેમ એક સ્ત્રી એક દીકરી, મિત્ર,પત્ની, બહેન, વહુ, માતા , વળી સાથે સાથે જે તે કાર્યક્ષેત્રનાં અનુસંધાનમાં બીજાં ઘણાં વિશેષણો સાથે જીવે છે. આવું જ પુરુષોનું પણ છે. વળી દરેક રોલ માટે જરુરી જે તે ગુણો/લાગણીઓ આપણે કેળવીએ છીએ એવી જ રીતે સામાજિક કાર્યોનાં અનુસંધાનમાં કે પોતાનાં આંતરજીવનનાં ઉધ્ધાર માટે પણ આપણે જરુરી બધું અપનાવવું જોઇએ. આપણાં વ્યક્તિત્વ અને વ્યવહારને અનુરુપ માનસિક શાંતિ માટે, બીજાં સાથે ભાતૃભાવ કેળવવા માટે જરુરી જ્ઞાન, ભક્તિ , દયા , કરુણા વગેરે જુદા જુદા ધર્મોમાંથી આપણને પોતાને અનુરુપ ગ્રહણ કરીને જીવનને પૂર્ણતાથી ભરી શકાય. જુદા જુદા ધર્મોમાંથી યોગ્ય સાર ગ્રહણ કરવાથી આવાં ઘણા ફાયદા પણ છે.

9) સર્વાઇવલમાં (આ કંઇ મત્સ્ય સંસ્કૃતિ – જેમાં મોટી માછલી નાની માછલીને ખાઇને જીવે નથી) એટલે, સંસ્કૃતિ તરીકેનાં વિકાસ માટે, માનવ જાત તરીકેનાં વિકાસ માટે ઃ માણસ => ‘ધર્મ, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રાજનીતિ, સત્યાગ્રહ……બધું જ કરશે જ.’

10) ધર્મ આપણી જે તે ‘લીમીટ’ છે એને સહર્ષ સ્વીકારવાની શક્તિ સ્વરુપ પણ છે. આ પણ એક મનોવિજ્ઞાન છે.

જેમ કે, કોઇ અપંગ વ્યક્તિ છે. એને એની નિર્બળતા માટે કોને પૂછવું?

એવી જ રીતે માણસનાં મનની પણ ઘણી નિર્બળતાઓ છે. ગાંધીજીએ એ નિર્બળતાને યોગ્ય ખોરાક પૂરો પાડવા ‘સર્વધર્મ પ્રાર્થના’ શોધી.

11) ધર્મ માત્ર ‘ભય’માંથી ઉત્તપન્ન નથી થયો. એ ‘આંતર’ અને ‘બહિર’ જગતનાં જે પણ ચમત્કારો અથવા જે સક્ષમતા છે (આપણને અભિભૂત કરતી) એનાં પ્રત્યે કૃતજ્ઞતા (Gratitude) નો ભાવ બતાવવા માટે પણ છે.

જેમ કે સવારે ઉઠીએ ત્યારે એક નવચેતન મળે છે. બધાને સરખો સમય મળે છે. એ વાત માટે આપણે આ સમષ્ટિનો આભાર માનીએ છીએ. આ વાત ‘વિજ્ઞાન’ ની ચોપડીથી ના શીખવી શકાય.

12) જો ધર્મ હોય જ નહિં અને માત્ર ‘નિયમો’ થી જ જીવવાનું હોય તો એમાં નાના-મોટાનો ભેદ (વૈચારિક રીતે) બહુ પડે. જેમ શાળા કે કૉલેજમાં આપણે ‘સરખે સરખાં’ લોકો જ ગ્રુપ બનાવીએ તેમ. (બીજાંને આપણે એટલો સહકાર કદાચ ‘ના’ પણ આપીએ જેટલો આપણાં ‘મિત્ર’ને. ધાર્મિક સ્થળોમાં જો સમજપૂર્વક કૃતજ્ઞતાના ભાવથી જાવ ત્યારે સમૂહમાં તમે આવી સદભાવનાથી ઘણાં સારા કાર્ય પણ કરી શકો છો (એમાં વૈચારીકભેદ વાળું વાતાવરણ બને ત્યાં સુધી નથી આવતું). આવાં કામ (નિઃસ્વાર્થ) હંમેશા આપણે એકલ-દોકલ ‘ના’ કરી શકીએ. સહકાર જોઇએ.

13) આપણે મૂર્તિમાં માનીએ કે ના માનીએ (સ્થાનકવાસીમાં દહેરાસર, મૂર્તિ કશું જ નથી હોતું). એનાંથી કશો ફરક નથી. આપણું વ્યક્તિત્વ જ એવું હોવું જોઇએ (અથવા આંતર જગત) કે એનો પ્રભાવ આપણી સાથે સંપર્કમાં આવતા દરેક ઉપર પડે. અને આપણે કશી પણ દલીલ વગર એની સાથે એકરુપતા (માણસની માણસ સાથેની) સાધી શકીએ.
ધર્મ આવું શીખવાડવા માટે બનાવાય છે. અમુક લોકો માત્ર ‘ક્રિયા લક્ષી’ બની જાય અને દેશને કે સમાજને નુકશાન કર્તા બને ત્યારે ચોક્કસ પગલાં લઇ શકાય. ‘દયાનંદ સરસ્વતીએ આ પગલાં લેવાની દિશામાં ઘણાં કામ કર્યાં.

14) ઘણાં લોકો માત્ર પોતાનો ધર્મ જ સાચો છે એવું વિચારીને ખુબ આક્રમક થઇ જતાં હોય છે. ભારત દેશમાં જાહેર કોઇપણ સ્થળ જેમ કે રેલવેનો ડબો, તમને કોઇકને કોઇક તો મળી જ રહેશે જે તમને જે તે ધર્મને અનુસરવાની કે જે તે ગુરુને અનુસરવાની સલાહ આપશે. શું આ યોગ્ય છે? ઘણાં ધર્મોનાં સ્વ્યંસેવકો આખી દુનિયામાં માત્ર એક જ ધર્મ હોવો જોઇએ અને તે પણ પોતાનો ધર્મ જ સાચો છે. પોતાનાં ભગવાન જ સાચાં છે એવું વિચારીને ઘરે ઘરે ધર્મપરિવર્તન કરવાંનાં અથાક પ્રયત્નો કરે છે. શું આ યોગ્ય છે?

જેમ ‘સફેદ’ એક જ રંગ સાચો છે. છતાં ભિન્ન ભિન્ન રંગો અસ્તિત્વમાં છે તેમ, ‘આત્મા’ કે ‘ચેતન’ એક જ વાત સાચી હોવાં છતાં, જુદા જુદા ધર્મોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હંમેશા રહેશે.

15) ‘ધર્મ’માં માનીએ કે ‘ના માનીએ’, જનકલ્યાણ માટે આપણે કેટલાં નિઃસ્વાર્થી કે ધીરજવાળાં થઇ શકીએ છીએ એ વધારે અગત્યનું છે.

જે કાર્ય કરતાં મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતાં મનમાં ગ્લાનિ થાય તે અધર્મ. — બ્રહ્માનંદ

 © Hiral Shah

December 8, 2010

ભૌતિક વિકાસ vs. આધ્યાત્મિક વિકાસ (Part 1)

જીવન શું છે? સાચું શું? કર્મો કેવી રીતે કામ કરે છે? જો બધું કર્મો જ છે તો આપણે સ્વતંત્ર રીતે કશું જ નથી કરતાં? સંજોગો કેવી રીતે નિર્માણ થાય છે? સંજોગો સામે આપણે લડત આપી શકીએ? જો હા, તો પછી નસીબ શું છે? અને આ બધાની ઉપર વળી આ અત્મા શું વસ્તુ છે? આત્મા કર્તા નથી, ભોક્તા નથી, તો પછી લાગણીઓ શું વસ્તુ છે?
જીવન કેવી રીતે જીવવું જોઇએ? ઇશ્વર એટલે? ગુરુની જરુર છે? ગુરુ કેવા હોવા જોઇએ? વિગેરે ઘણાં પ્રશ્નો આપણને ઘણી વાર મુંઝવતા હોય છે. ક્યારેક લાગે, જીવન જાત જાતનાં કાર્યો અને લાગણીઓનાં પ્રદર્શન માટેની પ્રયોગશાળા છે. ક્યારેક લાગે, જાણે બધું યંત્રવત નક્કી થયા પ્રમાણે જ થતું હોય છે. ક્યારેક લાગે, આત્મામાં અનંત શક્તિ છે, પણ ક્યારેક સંજોગો સામે લાચાર પણ બની જઇએ છીએ.
સતત ગડમથલ અને થોડાં અનુભવો, વાંચન અને પોતાની જાતનો અભ્યાસ, સંસ્કૃતિનો વિકાસ, બાળમાનસનો વિકાસ, શ્રધ્ધા, વહેમો, રિવાજો, ધર્મ, અધ્યાત્મ, સંબંધો વિગેરે ઘણું જેવું જોયું, જાણ્યું એનાં પરથી, મેં નીચેનું રૈખિક ચિત્ર બનાવ્યું છે.
જેનાં આધારે કેટલાંક સવાલોનાં જવાબ કદાચ મળી રહે છે.


ભારત દેશમાં આત્માની શક્તિ ઉપર વૈદિકકાળથી જે ભાર મુકાયો એનાં આધારે, કર્મોનાં આવરણને દૂર કરવા પર ભાર મુકાય છે. જેનાં માટે કેટલીક ધાર્મિક ક્રિયાઓનું પણ નિર્માણ કરાયું છે. પણ એથી શું ખરેખર કર્મોનાં આવરણો દૂર કરી શકાય છે? પણ એકંદરે દરેક જીવ પરિસ્થિતિઓથી અને સ્વતંત્ર કર્મ કરવા માટે પણ બંધાયેલો છે.
સ્વતંત્ર કર્મ કરવા માટે જે મુખ્ય જૈવિક શરીર દરેકને મળે છે,એનાં આધારે જીવ એકઇંન્દ્રિય, બેઇંન્દ્રિય એમ પાંચઇંન્દ્રિય સુધી ઓળખાય છે. જીવસૃષ્ટિને રૈખિકમાપ પર મુકવામાં આવે તો ક્રમશઃ પાંચઇંન્દ્રિય જીવમાં સરેરાશ વ્યક્તિત્વ વિકાસનાં ગુણો કે જે સ્વતંત્ર કર્મ તરીકે ઓળખાય છે. એ વધારે કેળવાયેલાં જોઇ શકાય છે. જેમાં હજુ વધારે યોગ્ય વિકાસથી આપણે પૂર્ણતાને પામી શકીએ.
પરિણામે મુખ્યત્વે શરુઆતથી જ આપણે સ્વતંત્ર કર્મ એ શું છે? એ કેવી રીતે થાય છે? એમાં રહેલાં મગજ અને ર્હદય દ્વારા થતાં કાર્યો કે કર્મોની ક્યારે અને કેવી રીતે , કર્મબળ રેખાઓ કે કર્મોનાં આવરણોને નાશઃપ્રાય કરવાં ઉપયોગી થઇ શકે? વગેરે સમજવું પણ એટલું જ જરુરી બની રહે છે. જેને કદાચ વ્યક્તિત્વ વિકાસ કહે છે. આપણે આપણી ઇચ્છામુજબ એનો ક્રમશઃ વિકાસ કરી શકીએ અને આપણી ઉચ્ચ ઓળખ મેળવી શકીએ છીએ. જેને આધ્યાત્મિક વિકાસ કહી શકીએ. સાથે સાથે જીવ, ભોતિક વિકાસ પણ સર્જે છે. ટૂકમાં સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત કરી છે કે ભૌતિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, વગેરે બધું એકબીજા સાથે સંકળાયેલું છે.

તાત્પર્ય એ જ કે જો ઉદેશ આધ્યાત્મિક વિકાસનું હોય તો સહજ રીતે જ કર્મબળ રેખાઓ અને કર્મોનું આવરણ સ્વતંત્ર કર્મો દ્વારા ખંખેરી શકાતું હોવું જોઇએ. અને ત્યાં જે ભૌતિક વિકાસ સર્જાય એ માનવ કલ્યાણનાં હિતમાં જ હશે. પણ જો ઉદેશ માત્ર ભૌતિક વિકાસ હોય તો ત્યાં કર્મોનું બંધન વધુ જડ માત્રામાં થતું હશે. જ્યાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામના વખતે વધુ કર્મોનાં આવરણ બને અને ક્રમે કરીને આત્મિક વિકાસ મંદ પડે એવું બને.

Image ref: Scientific Foundation of Jainism. by Prof. K.V.Mardia

© Hiral Shah

Create a free website or blog at WordPress.com.