Hiral's Blog

હિરલ એક નજરે.

• સ્વભાવે ઉત્સાહી, લાગણીશીલ, મહેનતુ, વિચારશીલ, દેશપ્રેમી, મિલનસાર અને છતાં એકાંતપ્રિય.

• મારું જન્મસ્થળ અમદાવાદ. પિતા શ્રી યશવંતભાઇ ન્યાલચંદ શાહ, માતા વીણાબેન યશવંતભાઇ શાહ.

• શાળા શિક્ષણઃ નવરંગ હાઇસ્કૂલ (૧ થી ૧૨ ધોરણ). અમદાવાદ.

• કોલેજ શિક્ષણઃ ગવર્મેન્ટ પોલિટેકનીક અને ત્યારબાદ નિરમા ઇન્સ્ટીટુટ ઓફ ટેકનોલોજી. અમદાવાદ.
• ધાર્મિક શિક્ષણઃ પાંચ પ્રતિક્રમણ અને નવ-સ્મરણનો અભ્યાસ. (શાળા જીવન દરમ્યાન).

• વ્યવસાયઃ કોલેજમાં વ્યાખાતા તરીકે અને ટેલિકોમ સોફ્ટવેર ક્ષેત્રે કામનો અનુભવ મેળવેલ છે.(અમદાવાદ, બેંગલોર, લીડ્સ)

• હાલમાં થોડા વરસ માટે સ્વૈછિક નીવૃત્તી. અને નીવૃત્તીની પ્રવૃત્તી એટલે મુખ્યત્વે ઇ-વિદ્યાલય, ક્યારેક ઇ-જૈના લાઇર્બ્રેરીમાં યોગદાન.

• લગ્નઃ મિલન મુકુલકુમાર શાહ (ફેબ્રુઆરી-૨૦૦૮). (મિલન ક્યારેય ગુજરાતમાં નથી રહ્યો., મુખ્યત્વે એમ.પીનું નાનું ગામ અને ત્યારબાદ નાગપુર, મુંબઇ, પુના, લીડ્સ, નેધરલેન્ડ).

• મિલનની ખાસ ગમતી વાતઃ વર્તમાનમાં જ જીવવાની જહેમત, હંમેશા ઉંચું વિચારે, દિલના અવાજ ને અનુસરે.

• સંતાનઃ ૧ પુત્રી. જિના

• ભગવાન વિશે મારો ખ્યાલઃ

માતા-પિતા એ જ ભગવાન. જો કે અરિહંત પરમાત્મામાં મને પુરી શ્રધ્ધા છે.

• અગત્યના પુસ્તકોનો પ્રભાવઃ

વિક્રમ સારાભાઇ, સ્વામી વિવેકાનંદ, ઉત્તમભાઇ મહેતા (ટોરેન્ટ), ડૉ. એચ. એલ. ત્રિવેદીનું જીવન-કવન (કિડની ઇન્સ્ટીટ્યુટ- અમદાવાદના સ્થાપક).આ સિવાય, નાનપણમાં વાંચેલી વાર્તાઓ, અને ધાર્મિક પુસ્તકોનો તથા કેટલીક ટી.વી સિરિયલનો ઉંડો પ્રભાવ.

• પ્રત્યક્ષ વ્યક્તિત્વ પ્રભાવઃ માત-પિતા,પૂજ્ય અજય સાગરજી મ.સા, પ્રતિભા માસી, બિંદુ માસી (બંને મમ્મીની બહેનપણી),મનીષભાઇ(મારા પ્રોજેક્ટ ગાઇડ),મનોજ સર,મારા નાના ભાઇ-બહેન,મારી ખાસ બહેનપણી સ્મિતા વાધવા,મારા સાસુ, ડૉ. કાન્તિ મરડિયા,આ ઉપરાંત ઘણાં આદરણીય શિક્ષકો અને ઘણી સખીઓ.

• પરોક્ષ વ્યક્તિત્વ પ્રભાવઃ ડૉ. સેમ પિત્રોડા, સુધા મૂર્તિ, કિરણ બેદી.

• શોખઃ સમયે સમયે બદલાતા રહે છે.

ભરત-ગુંથણ, મહેંદી, સુડોકુ, ચિત્રો દોરવા, રમવું, સ્વીમિંગ, ડાયરી લખવી, વાંચવું, વિચારવું, લેખન,ચેસ, હાલમાં પાવર-પોઇન્ટ એનીમેશન અને શૈક્ષણિક ક્રિયેટીવ વિડીયો, મિત્રો બનાવવા વગેરે…

પણ મુખ્યત્વે ક્રિયેટીવીટી, લોજીક, નવું શીખવાની જીજિવિષા વગેરે જળવાઇ રહેલ છે.

• મારી કેટલીક અગત્યની બાલિશતાઓઃ

૧) નાનપણમાં મને મારા એક ફોઇ મહારાજના સાનિધ્યમાં દીક્ષાના વિચાર આવતાં, પણ મમ્મી-પપ્પા અને શાળા જીવનમાંથી શીખેલ વાતોને લીધે, એ વિચાર મને મારા માટે અનુકુળ ના જણાયો.

૨) બાળપણમાં રામાયણ, મહાભારત જોઇને ભગવાન શિવને પ્રસન્ન કરવા કલાકો સુધી ધ્યાન કર્યું છે.

૨) આગળ ભણવા, અમેરિકા જવા પૈસા એકત્ર કરવા જાત-જાતના તુક્કા લગાવ્યા છે. થેન્ક્સ ટુ મમ્મી કે એણે મને વાસ્તવિક બનતાં શીખવ્યું (જો કે તોય દિવસે સ્વપ્ના જોવાની અને મથ્યા રહેવાની ટેવ તો નથી જ છોડી.)

• વ્યવસાયની સાથે સાથે રીડગુજરાતીનો પરિચય થયો, જ્યાંથી મને ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખવાનું પ્રોત્સાહન મળ્યું.

મારા કેટલાંક શરુઆતના લેખ.

સંબંધો વગરનું સહજીવન, રત્નાનો કેસ,જન્મદિવસની ઉજવણી -ઘરથી દુર એક નવું ઘર,મન, વચન અને કાયા વિશે ચિંતન-મનન

• મારી સ્વભાવગત/સંજોગોને આધિન મર્યાદાઃ
થોડા સમયથી બ્લોગ જગત ના પરિચયમાં છું, શરુઆતમાં ઘણું ખરું પ્રતિભાવો આપવા ગમતા હતા, પણ સ્વભાવગત મર્યાદાના લીધે, અને સમયના અભાવે, કેમકે ઇ-વિદ્યાલયના કામ-કાજ માટે જ સમય ઓછો પડે છે. લેખ વાંચ્યો હોય, ગમ્યો હોય, છતાં પ્રતિભાવ નથી લખી શકતી. જેથી મને માફ કરશો.

• મને જરાય ના ગમતી વાતઃ પોતાના લોકોથી વિશ્વાસઘાત, દગો, વાતે વાતે જુઠ્ઠું બોલવું વગેરે.

• જીવન વિશેનો મારો આંતરિક અભિગમઃ શક્તિઓનો વિકાસ એ જ જીવન. ‘કર વિચાર તો પામ.’(પપ્પાના મોઢે સાંભળેલું, શ્રીમદનું વાકય),તથા મમ્મીના મુખેથી સાંભળેલી જ્ઞાનના ભંડાર સમી કેટલીક ગુજરાતી કહેવતો.

શિક્ષણક્ષેત્રે મારું સ્વપ્નઃ દરેક પાઠ્યપુસ્તકની સાથે ગુણવત્તાસભર વિડીયો ડી.વી.ડી હોવી જોઇએ. જો આપને આ સ્વપ્નને સાકાર કરવા માટેના પ્રયત્નોમાં જોડાવાની ઇચ્છા હોય તો એ નવી પેઢીનું સૌભાગ્ય.

• મારો સંપર્કઃ hiral.shah.91@gmail.com, evidyalay@gmail.com

અસ્તુ,
શુભેચ્છાઓ સહ,
હિરલ.

Advertisements

12 Comments »

 1. nice blog..

  i found it from Aksharnaad

  gd job…

  Comment by Manav — March 19, 2011 @ 3:23 am | Reply

 2. બહુ સરસ.. ઈ-વિદ્યાલય ખૂબ ખૂબ સફળ રહે તેવી શુભેચ્છાઓ.

  Comment by Bhupendrasinh Raol — August 18, 2013 @ 5:48 pm | Reply

 3. hi Hiral, like this noble work..keep it up. hows Jina ? remembering you..
  wish you all the best..

  Comment by nilam doshi — September 24, 2013 @ 4:51 am | Reply

 4. Hiral,
  1st time to yout Blog !
  Nice Blog .
  Abhinandan !
  Welcome to Gujarati WebJagat !
  Wishing you all the Best !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog Chandrapukar.
  Hope to see you soon.

  “હિરલ એક નજરે”શબ્દોમાં ચંદ્રે વાંચી,

  વાંચી, ચંદ્રે હિરલને ખરેખર જાણી,

  યશવંત-વીણાની દીકરીરૂપે એને જાણી,

  મિલનની પ્યારી પત્નીરૂપે એને જાણી,

  શિક્ષણ અને સંસ્કારોનો વારસો એને મળ્યો,

  બ્લોગ જગતમાં “હિરલ પ્રકાશ”સૌને મળ્યો,

  હવે બધુ જ જાણી ચંદ્ર હૈયે છે એક અનોખી ખુશી,

  “અભિનંદન”પાઠવતા, વધી છે ચંદ્ર હૈયે ખુશી !

  …ચંદ્રવદન

  Comment by Dr.Chandravadan Mistry — September 24, 2013 @ 12:51 pm | Reply

 5. આદરનીય હીરલજી

  સપ્રેમ નમસ્કાર

  આપે જે ઉત્તમ કાર્ય ઉપાડ્યુ છે તે માટે પ્રભુ આપને તન મન ધનના તમામ સુખો પ્રદાન કરે તેવી પ્રભુ પ્રાર્થના

  સંતચરણ રજ,

  વિનોદના સ્નેહ વંદન

  Comment by vinod183machhiinodbhai — October 16, 2013 @ 2:34 am | Reply

 6. You doing very well Hiral, Please Keep it continue. Many people like me gets help or support from your posts…Thanks a Lot…Mann Solanki

  Comment by Mann Solanki — December 26, 2013 @ 4:04 am | Reply

 7. Nice. Your high thinking and putting it into practice is appreciable.

  Comment by pravinshah47 — November 22, 2014 @ 11:18 pm | Reply

 8. […] ગુજરાતી બ્લોગHiral’s Blog માં આપેલ એમના પરિચય-હિરલ એક નજરે માં જણાવ્યા પ્રમાણે તેઓ સ્વભાવે […]

  Pingback by ( 824 ) બાળ ઉછેર વિષય પર હિરલ શાહના બે મનનીય લેખો .. | વિનોદ વિહાર — December 11, 2015 @ 11:39 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: