Hiral's Blog

July 8, 2017

જિનાને શું થઇ ગયું?

ઘણાં દિવસથી બાળકો વિશેની નોંધ કરવી છે પણ ક્યારે સવાર પડે ને ક્યારે રાત થાય, અતિશય વ્યસ્ત.
દાદા-દાદીનો સ્નેહ અને પ્રેમ. વિરાજ અને જિના બંનેના જુદા વલણ.

શરુઆતમાં જિનાને ઘણું ગમ્યું પણ ધીમે ધીમે એ અતિશય જિદ્દી થતી ગઇ.

વિરાજ તો એટલી હદે મમ્મીઘેલો કે ના પૂછો વાત. (એની વાત વિગતે બીજા પાને)

જિના પ્રત્યે કોઇ ફરજ્ચૂક નહોતી. બધું નિયમિત ગોઠવાઇ ગયેલું પણ એ વધુ વિચિત્ર વર્તન કરતી થઇ ગયેલી.

કોઇ સમજાવટ કે વાર્તા, ખાવા-પીવા કે ફરવાની લાલચ કશું જ કામ ના કરે.

દરેક વાતે એ આડી જ ચાલે જાણે. જેમ ના કહીએ એમ વધુ વકરે.

રોજ શાળાએ જવામાં થાંથા કરે. જાણે પરાણે ઘરની બહાર જાય.

બહુ ચિંતા થતી. એની શાળામાં તપાસ કરી. શાળામાંથી તો ઉલટું બહુ વખાણ સાંભળ્યા.

એ અત્યંત વિનયી, વિવેકી અને ચપળ છે.

એની શિક્ષિકા કહે, શાળામાં જે લાગણી દબાવતી હશે ઘરમાં વ્યક્ત કરતી હશે.

ઘરમાં પણ શાંતિનું વાતાવરણ હતું.

એને વારેવારે વાતો કરીને જાણવાની કોશિશ કરું કે એ કેમ આમ વર્તે છે?

પણ એક અત્યંત હસમુખી દીકરી જાણે રોતડ, ચિડીયણ, જિદ્દી ને તોફાની બની ગઇ.

અમારો તો જીવ બળીને ખાખ થઇ જતો. એનાં દાદા-દાદીને તો એમ જ લાગવા માંડ્યું કે

એ જરાય માનતી જ નથી. બહુ ઉપરાણું લેવું પડતું મારે એનું. મારા અને મિલનનાં ઝગડા પણ વધી ગયા.

પણ એ ઉપાય થોડો જ હતો?

કોને વાત કરું? કશું સમજાતું જ નહોતું ને અમારા બાજુવાળાએ સામેથી આવીને વાત કરી.

ઘણી વાત કરી અને એની મિત્રની દિકરીનો દાખલો દીધો કે એને વિરાજને મમ્મી પાસે મૂકીને શાળાએ જવું નહિ હોય.
છેવટે બધું બાજુએ મૂકીને એને જ માત્ર સમય આપવો એમ નક્કી કર્યું. ખાસ કરીને સવારનો.

એનાં દાદાને શાળાએ મૂકવા-લેવા જવું બહુ ગમે પણ મારે ઉપરવટ હમણાં થોડા દિવસ હું જ જઇશ કરવું પડ્યું.

આખી પ્રક્રિયામાં પરિવારમાં પણ એકબીજાના વલણ અને જતું કરવાની ભાવના વગેરે ઘડાઇ.

શરુઆતમાં એનાં દાદા અત્યંત સંવેદનશીલ થઇ જતાં અને નકારાત્મક પ્રતિક્રિયા આપતાં.

‘આ છોકરી જિદ્દી છે, માનતી જ નથી વિચારી ઘાંટો પણ પાડી દેતા.’

 

હું પણ ઘડાઇ. જો કે મમ્મી એટલે કે જિનાનાં દાદીએ બહુ જ સમતા રાખી.

એમણે જ પપ્પાને સમજાવ્યું કે જ્યાં સુધી એ એનાં પપ્પા પાસે રવિવારે માથું ધોવડાવે છે ત્યાં સુધી એ નાની છે. સાવ છોકરું.

એનું કોઇ વર્તન તમે ચોંટાડશો તો એ તમારી ભૂલ છે. એ બાળક છે.

એનાં માટે અત્યારે ‘છોકરી આમ કે તેમ…..વિચારાય જ નંઇ’.

અને મિલને અને તમાતે બંનેયે તમારો ગુસ્સો કાબૂમાં રાખવો જ પડશે નહિં તો બાળક માત્ર અનુકરણ જ કરે.

મારું મન પણ જૂની ખોખલી ‘પુરુષપ્રધાન વાતો અને વિચારધારા માટે બંડ પોકારવા લાગ્યું.’

જો કે મારું વર્તન એ પહેલાં અનુકરણ કરશે વિચારી વિચારીને ઘની સમતા રાખતાં શીખી.

 

ધીમે ધીમે બધાનામાં પરિવર્તન આવ્યું. જિનાના દાદા વધુ ઉદાર મનનાં બનવા લાગ્યાં.

મિલને એમને બહુ સમજાવ્યાં કે ‘મહેરબાની કરીને હકારાત્મક વાત જ ઉચ્ચારશો’.

ભરપૂર સમય, વિરાજને બાજુએ મૂકીને બસ એને દસ દિવસ એ જ અહેસાસ કરાવ્યો કે ‘જિનાને હજુય મમ્મી એટલો જ પ્રેમ કરે છે’.

હકીકતે એને જાણે એમ લાગવા માંડેલું કે એ શાળાએ જશે પછી મમ્મી વિરાજને જ રમાડશે.

બધાં વિરાજને જ રમાડશે.

 

ઘરેથી જતાં વખતે મને વિરાજને હાથમાં લીધેલો જાણે એ જોઇ શકતી નહોતી.

એ બસ જાણે બહાના શોધ્યા કરતી કે બધાનું ધ્યાન માત્ર એના પ્રત્યે જ હોય. ઘરનાં બધાં એને એકલીને રમવામાં અને વાતો કરવામાં વધુ સમય આપવા લાગ્યાં અને વારે વારે એને બધાં ખૂબ પ્રેમ કરે છે એ અહેસાસ કરાઅવવાં લાગ્યાં.

બસ આટલું જ એને જોઇતું હતું. એ અહેસાસ થયો ને જાણે પાછી મારી ઢીંગલી પહેલાં જેવી હસતી-રમતી થઇ ગઇ.


નોંધઃ આ ત્રણેક મહિના અને જિનાનું વર્તન, મારી સામે આપણાં ત્યાં કહેવાતી નકારાત્મક વાતો,

અંધશ્રધ્ધા જાણે કે વળગાડ, નજર લાગવી, પુરુષપ્રધાન માન્યતાઓ અને ટીપ્પ્ણીઓ ઘણું પસાર થઇ ગયું. વાતમાં ખાસ કશું હતું જ નહિં.

જિનાને ભાઇ પ્રત્યે ઘણી લાગણી પણ વિરાજ સવા વરસનો થયો પછી એને આ પ્રતિક્રિયા વર્તનમાં આવી કદાચ બા-દાદાની પ્રથમવાર ઘરમાં હાજરી પણ જવાબદાર હોઇ શકે.

બાળક માટે એનાં આસપાસનાં બધાં જ જવાબદાર હોય છે.


મોટેભાગે રોજ જિના શાળાએ જાય પછી અમારે મિટીંગ કરવી પડતી. બધાં પોતાનું મન ખુલ્લું રાખીને બીજાને સાંભળતા અને સમજતાં થયાં.

 

Advertisements

4 Comments »

  1. બાળમાનસમાં કશા નીયમો નક્કી કરવાનું શક્ય નથી. એ સમય એટલો બધો આળો હોય છે કે તેમાં કયું તત્ત્વ કેવો વળાંક લેશે તે કહી શકાય નહીં. કોરી પાટીમાં ગમે તે અક્ષરો પડી જાય…..સરસ અનુભવ …….પણ કોઈ ચોક્કસ નીર્ણય મળ્યો નથી તે જ આની સાબીતી છે…..

    Comment by jugalkishor — July 9, 2017 @ 8:31 am | Reply

  2. વાત જિનાની છે. પણ એ સૌને થોડી ઘણી લાગુ પડે છે.

    Comment by સુરેશ — July 9, 2017 @ 11:32 am | Reply

    • very ture. we all are attention seeker at times and do over react to certain situation.

      Comment by hirals — July 9, 2017 @ 11:34 am | Reply

  3. આ આખી વાતમાં Sibling rivalry પણ એક ભાગ ભજવતી હશે. જીનાને લગતું હશે બધા -દાદા દાદી ખાસ- વિરાજ પ્રત્યે વધુ ધ્યાન આપે છે અને મને હવે પહેલાની જેમ પ્રેમ કરતા નથી . આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે અને એ માટેનો શરુઆતનો સમય છે. વખત જતાં એની સમજ વધુ ઘડાતી જશે અને એ પોતે જ વિરાજ ને ભાઈ તરીકે બધા કરતાં વધુ પ્રેમ કરતી થઇ જશે.

    કુટુંબના બધા સભ્યોએ સમજીને આ બાબતમાં ચર્ચા કરીને એક બીજાની થતી ભૂલો સુધારવા વિષે ચર્ચા કરી એ સારું કર્યું.

    Comment by Vinod R. Patel — July 9, 2017 @ 4:30 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: