Hiral's Blog

December 12, 2016

તને મમ્મી મમ્મી થાય.

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તું ઊભો થવા જાય,

ધડામ દઇને પડી જાય ને

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને દાંતમાં ખણ થાય,

પીડા એવી કે જે મલે તે મોંમા

પછી મમ્મીને ચિંતા થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને કૂદવાનું મન થાય,

કૂદતા હજુ ફાવે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને રમવાનું મન થાય,

એકલા રમવું ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દડબડ દડબડ ભાખોળિયા ભરે,

તને ભૂખ લાગી જાય.

બોલતાં હજુ આવડે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

હાલરડાં સાંભળી સૂતો કેવો સોહાય,

ઉંઘમાં સૂ સૂ ્છી છી,

તારી ઉંઘ ઉડી જાય ને,

તને મમ્મી મમ્મી થાય.

 

જરાક મમ્મી આઘી થાય ને

તને માની ગેરહાજરી વર્તાય,

બોલાવતાં હજુ આવડે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

બહાર ફરવું ગમે તને ને

ઝટપટ તૈયાર થાય,

જેકેટની ગરમી ગમે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

 

રસોઇ કરીએ જ્યારે,

તારો વાસણપ્રેમ ઉભરાય,

કુકરની સીટી વાગે જ્યાં,

તને મમ્મી મમ્મી થાય.

 

માલીશ બહુ ગમે તને,

તું ખિલખિલ ખિલખિલ થાય,

બાથસીટનું બંધન ગમે નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

દીદી દીદી જોઇને એને,

તું ઘેલો ઘેલો થાય,

દીદી જો એની મસ્તીમાં રમે તો

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ફેરફુદડી ખાય,

ચક્કર જેવું લાગે ને,

તને મમ્મી મમ્મી થાય.

 

ઓફિસેથી આવે પપ્પા

તું ઘોડો ઘોડો થાય.

હાલક ડોલક તું નાનું બાળ,

તને મમ્મી મમ્મી થાય.

 

ફોન આવે મમ્મીનો જો

એ વાત કરવા જાય.

તને પણ વાત કરવી હોય ને

તને મમ્મી મમ્મી થાય.

 

સંતાકુકડીની ગમે બહુ

મમ્મીને ગોતવા જાય,

જો તરત તને દેખાઉં નહિં ને,

તને મમ્મી મમ્મી થાય.

 

સૌની સાથે ભળે ખરો

તું ખિલખિલ ખિલખિલ થાય

મમ્મી જેવું વ્હાલ જડે નંઇ ને,

તને મમ્મી મમ્મી થાય.

 

કમ્પ્યુટર પર કામ કરું

તું ટેબલ નીચે ભરાઇ જાય,

પગ પકડે મારા,

તને મમ્મી મમ્મી થાય.

 

ચોપડી લઇને બેસું વાંચવા

તને ચિત્રો ગમતાં જાય ને

શું લખ્યું છે એ સમજવા,

તને મમ્મી મમ્મી થાય.

 

કપડાં સૂકવે પપ્પા તારા

તને કેડમાં લઇ ગાય,

તને સૂકવવા આપે નહિં ને

તને મમ્મી મમ્મી થાય.

Advertisements

7 Comments »

  1. મમ્મી – મમ્મી = એં ….એં… !!

    Comment by સુરેશ — December 12, 2016 @ 2:32 pm | Reply

  2. excellent feeling of child depicted with daily experience- thx

    Comment by mhthaker — December 12, 2016 @ 3:12 pm | Reply

  3. હાલતાં ચાલતાં ભાંગલો પગ જરાક લથડી જાય
    મનને કેટલુંય રોકું તોયે મમ્મી મમ્મી થાય

    Comment by aataawaani — December 12, 2016 @ 3:12 pm | Reply

    • yes, at any age we feel mummy mummy. thanks Aata 🙂 majama hasho.

      Comment by hirals — December 12, 2016 @ 3:38 pm | Reply

  4. વાહ ! બહુ સરસ. Infants ની બધી ક્રીયાઓ અને હરકતો સમાવી લીધી છે. વાંચવાની બહુ મજા પડી.

    Comment by P. K. Davda — December 12, 2016 @ 3:46 pm | Reply

  5. પ્રિય દાવડા ભાઈ મારાથી પણ સંકટ સમયે ઓયમા કહેવાય જાય છે ,

    Comment by aataawaani — December 12, 2016 @ 5:35 pm | Reply

  6. નાનકડા બટુક વિરાજ ની દૈનિક પ્રવૃતિઓનું સરસ શબ્દ ચિત્ર આ મમ્મીના બટુકડા બાળ ગીતમાં ઉપસી આવે છે.

    મમ્મી મમ્મી થાય એટલે કે મમ્મી તું ક્યાં ગઈ , મારે તારી જરૂર છે ! બાળક અને માતાનો નાળ સંબંધ જિંદગીભર રહેતો હોય છે.જ્યારે પણ કૈંક શારીરિક દુખ થાય તો એ ઓ મા એવો એવો શબ્દ મો મો થી સારી પડે છે.

    કૃષ્ણ-જસોદા નો પ્રેમ અનેક ભજનોમાં આજે પણ ગવાતો હોય છે.

    Comment by Vinod R. Patel — December 12, 2016 @ 6:10 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: