Hiral's Blog

July 10, 2016

શિશુ-ચાર માસ

શારિરીક વિકાસ.

હવે ઘણું ખરું શિશુનું માથું ટટ્ટાર રહેવાની પકડ જમાવતું જાય છે. તેમ છતાંય શિશુના માથે પાછળથી હાથ ટેકવીને જ ઉંચકવું.

જો બાળક બહુ જ ઓકતું હોય તો એ ઘણુંખરું ઓછું થાય છે.

બાળકનો સંધ્યાકાળે રડવાનો ક્રમ પણ ધીમેધીમે નહિવત થતો જણાય છે.

અત્યાર સુધીમાં શિશુનું માલિશનું તેલ, નહાવાનો સાબુ, ક્રીમ વગેરે કયા માફક આવે છે તેની ચોક્કસ તારવણી મળી ચૂકી હોય છે.

ઘણુંખરું બાળકને સપાટ જગ્યાએ ગાદી જેવું રાખીને સૂવડાવવું. જેથી તે સરળતાથી

ક્યારેક એ ઉંધુ પડશે,

ક્યારેક માત્ર પડખે પડીને રમશે.

ક્યારેક તમને અચાનકથી ઉંધુ અને ચત્તુ થઇને આનંદિત કરી દેશે.

ક્યારેક ઘણુંબધું સરકશે.

ક્યારેક એને સૂવા જેવો અડધો-પડધો મજાનો ટેકો મળી રહે એ રીતની સીટ પર થોડીવાર માટે બેસાડી શકાય છે.

 

આપણી પ્રતિક્રિયા

શિશુને એની દરેક વખતની નવી હરકત માટે પ્રત્સાહન આપવું.

એની સામે હસીને તાળી પાડીને એને બતાવવું કે એ બહુ ઝડપથી બધું શીખે છે.

આમ કરવાથી એ ખુબ ખૂશ થશે.

શિશુ જ્યારે પણ કંઇ મથામણ કરે એને એની રીતે કરવા દેવું. જ્યાં સુધી બહુ જ જરુરી ના બની જાય અથવા એ રડે નહિં ત્યાં સુધી એને પૂરતી મોકળાશ આપવી.

પેટે ઉંધા પડીને ખસવાના કે સીધા થવાના પ્રયત્નમાં મોંઢામાંથી લાળ પડવી કે ઉં..ઉં…થવું સ્વાભાવિક છે.

બહુ સંવેદનશીલ નહિં થતા શિશુની વિકાસની પ્રક્રિયા માણવી અને એને બિરદાવવી.

 

ખોરાક

છ માસ સુધી શિશુ મુખ્યત્વે સ્તનપાન કરે તે જ લાભદાયક છે.

જો તેઓ વધુ ચંચળ કે રમતિયાળ હોય તો માતાનું ધાવણ બોટલમાં કાઢીને આપી શકાય છે.

બહાર જતી વખતે પણ આ રીતે માતાનું દૂધ બોટલમાં સાથે રાખવાથી બાળકને ધવરાવવાની યોગ્ય જગ્યાની શોધની રઝળપાટથી મુક્તિ મળી શકે છે.

વાતાવરણ અને તાપમાન અનુસાર ૨ થી ૩ કલાક સુધીમાં આ દૂધ વાપરી લેવું.

જો બહારનો ખોરાક જરુરી હોય તો તે ડૉક્ટરની સલાહ મુજબ જ શરુ કરવો.

 

ઝાડો-પેશાબ.

છ માસ સુધી અથવા તો જ્યાં સુધી બાળક ભાખોળિયા નથી ભરતું, બને ત્યાં સુધી સુતરાઉ કપડાં કે બાળોતિયાનો ઉપયોગ કરવો.

રાત્રે સૂતી વખતે ડાયપર યોગ્ય વિકલ્પ છે. પણ બને ત્યાં સુધી ડાઇપર નહિં વાપરવાથી શિશુ ઝડપથી ઝાડા-પેશાબની સંવેદના સમજી શકશે.

ઘણુંખરું પેશાબ ૧થી દોઢ કલાકનાં સમયાંતરે થતું હોય છે.

ધાવણ પછી ક્યારેક ૧ કલાકમાં જ બે-ત્રણ વાર પણ પેશાબ થવાની શક્યતા વધે છે તો એ મુજબ સાવધાની રાખી શકાય છે.

ઘણુંખરું બાળકને ડ્રાયમેટ પર સૂવડાવવાથી ગાદલું કે જમીન બગડવાની શક્યતા નહિવત થઇ જાય છે.

માતાનાં ખોરાકમાં નિયમિત રુપે દાળ-શાક યોગ્ય માત્રામાં હોવા જરુરી છે જેથી શિશુના હાજતનો સમય વહેલી સવારનો નિશ્ચિત થઇ જતો હોય છે.

ક્યારેક વાતાવરણ કે શિશુના શારિરીક વિકાસ અથવા તો રસી વગેરે સમયે હાજતના સમયમાં ફેરફાર થાય.

 

માનસિક વિકાસ

અત્યારે બાળકના ચેતાતંતુઓ અને ચેતાકોષોનો વિકાસ પૂરઝડપે છે.

બધી જ સંવેદનાઓ તેઓ અત્યંત ઝડપથી અનુભવે છે અને ગ્રહણ કરે છે.

 

ચાર માસના શિશુ સાથેની અને રમતો.

ઘણીવાર એમ થાય કે આટલા નાના શિશુ સાથે શું રમી શકાય? અથવા શું એ રમે?

તો નીચેની કેટલીક રમતો તમને ઉપયોગી સાબિત થશે.

ઘરની રમતો.

હાથમાં વસ્તુની પકડ ક્રમશઃ મજબૂત બનતી જશે.

અવનવા રંગીન ઘૂઘરા, ઘણું ખરું બાળક ઘૂઘરા પકડીને મોંમા જ નાંખશે.

નાના રંગીન બૉલ (બહુ નાના પણ નહિં) .

જ્યારે બાળક પડખે સૂતું હોય ત્યારે નાનકડી દડી કે રંગબેરંગી રમકડાંનાં વાહનો વગેરે એની પાસે સરકાવવાની રમત બાળકને આનંદ આપશે.

એનો હાથ અડકશે અને વસ્તુ સરકશે એ જોઇને બાળક અને તમને બંનેને આનંદ આવશે.

સંવાદ કેળવાશે.

બાળક જ્યાં સૂતું હોય તે ઘોડિયા કે પલંગ પર ઝુમ્મર બંધવું.

જેને હાથ ઉંચા કરીને પકડવાની કોશિશ અથવા એને ફરતું જોવા માટે થતી આંખની હલનચલન બાળકનાં હાથ અને આંખની એક જાતની કસરત છે.

બહારની રમતો.

બાળકને થોડા સમય માટે રોજ અથવા આંતરે દિવસે થોડો સમય તાજી ખુલ્લી હવામાં અવશ્ય લઇ જવું.

મંદિર, બાગ-બગીચો, મ્યુઝિયમ, ખરીદી, મેળો વગેરે શિશુને આનંદ આપે અને નવું નિહાળી શકે તેવા કોઇ પણ સ્થળે.

સવારનો કૂણો તડકો શિશુ માટે ખૂબ લાભદાઇ છે.

 

સંવાદ અથવા વાતો.

ઘણીવાર એમ થાય કે આટલાં નાના શિશુ સાથે શું વાતો કરવી?

તો ધ્યાનથી શિશુનાં હાવભાવ નિહાળવા. એને ઘણું કહેવું હોય છે.

જ્યારે તમે એને બહાર લઇ જશો અને રોજિંદી ઘટમાળથી અલગ વસ્તુઓ નિહાળી હશે તો એ બધી વાતો કરવા એ ખૂબ પ્રયત્ન કરશે.

તમે એને તે વખતે હરખથી પ્રતિસાદ આપશો તો જાણે એ તમને ઘણું કહેશે અને ખૂબ આનંદ પામશે.

અત્યારે તમે જે પણ કહેશો એ બધું એ બધા શબ્દો એ ખૂબ તીવ્રતાથી યાદ રાખે છે.

એકનાં એક શબ્દો બીજી-ત્રીજી વાર બોલતી વખતે તમે ક્યારેક શિશુને અનુકરણ કરતાં પણ જોઇ શકશો.

મુખ્યત્વે લયબધ્ધ હાલરડાં, જોડકણાં, સ્તુતિ-સ્તવન વગેરે આ સમય દરમ્યાન શિશુને સંભળાવવામાં આવે છે.

જેમાં ઘરનાં સર્વેનો સંબંધ, એમનાં નામ, બાળકની વિશેષતાઓ, એનાં પ્રત્યેનો સ્નેહ, પ્રેમ વગેરે લાગણીથી જોડવામાં આવે છે.

ક્યારેક આસપાસનું વાતાવરણ, બાળકની રોજિંદી વસ્તુઓનાં નામ વગેરે પણ જોડવામાં આવે છે.

જેમ કે, પાટલો ગયો ખસી ને ભઇલો પડ્યો હસી. ઃ)

 

મુખ્યત્વે શિશુ ખુશખુશાલ અને નિરોગી રહે તે માટે આવશ્યક રોજનિશી ગોઠવવી.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: