Hiral's Blog

May 14, 2016

જિનાની તાર્કિક વાતો – 1

૧)
નાનીઃ તો પછી ખાવાનું કોણ બનાવશે?
જિનાઃ મારી સાસુ.
નાનીઃ એવું ના બોલાય. તને ખબર છે સાસુ કોને કે’વાય?
જિનાઃ મતલબ, મારી મમ્મી એના સાસુને ‘મમ્મી’ બોલે છે તો મને થયું હું હવેથી મમ્મીને ‘સાસુ’ બોલીશ.

૨)
હું મિલનને કંઇક કહી રહી હતી. મિલનનો આશય હતો કે આ વખતે જિના પ્રુવ કરે કે ‘મિલન નાનો બચ્ચો નથી’.
પપ્પાઃ જિના, આપણાં ઘરમાં કેટલાં બાળકો છે?
જિનાઃ ચાર.
હું ખડખડાટ હસી પડી.
મિલનઃ એ કેવી રીતે?
જિનાઃ જો, હું અને વિરાજ તમારાં બચ્ચાં અને તમે અને મમ્મી તમારાં મમ્મીનાં બચ્ચાં.
એટલે આપણે બધાં બચ્ચાં.
મમ્મીઃ સાંભળી લીધું? મળી ગઇ સાબિતી?
જિનાએ સવિસ્તાર સમજાવ્યુંઃ એટલે કે તમે બાળકો છો અને તમને પણ બાળકો છે અને મને અને વિરાજને બાળકો નથી એટલે અમે માત્ર બાળકો છીએ.

૩) બુટ કેમ બે જ ખરીદવા પડે? એક બુટ તૂટી જાય તો એક જ ખરીદવાનો ને!

૪) માથામાં બે જ ક્લીપ કેમ લગાવવાની? જો આ પેકેટમાં પૂરી બાર ક્લીપ છે. તે લગાવવા માટે જ ને!

૫) એક રિટર્ન ગીફ્ટમાં નાની નેઇલપોલિસનો સેટ મળેલો. ૨૪ નેઇલપોલિશ. જિનાને લગાવવી હતી.
મમ્મીઃ કયો કલર લગાવવો છે?
જિનાઃ માય ફેવરેટ કલર ઇઝ રેઇનબૉ કલર.
મમ્મીઃ હા, પણ કોઇ એક રંગ તો બોલ.
જિનાઃ હાથ અને પગ બંનેની વીસ આંગળીઓ પર વીસ રંગ રંગાવેલો.
ઉફ્ફ્ફ્ફ્ફ…..
એ નેઇલપોલિસ સીધી હંમેશા માટે કબાટમાં બંધ થઇ ગઇ. પણ એનો ફેવરેટ રેઇનબૉ કલર મને ઘણું કહી ગઇ.

6)હમણાં સુધી એ કોઇ પણ વાતે ઘણી સંવેદનશીલ બની જાય.
કોઇ એની મજાક કરે કે વગેરે તો મોઢું ફુલાવીને ખૂણામાં ભરાઇ જાય.
કોઇ ‘જિના’ ને બદલે ‘જિનુ’,’જિનાબેન’,’જિનકા’ બોલાવે એટલે તરત એના કોપભવનમાં ભરાઇ જાય.
મમ્મી એક દિવસ બોલી. ‘તારો લેંધો-બેંધો’ પહેરી લે…..
તોબા….જિના તો બસ ‘તમને બોલતા જ નથી આવડતું…..તમે લેંઘો-બેંઘો’ કેમ કીધો? રિસઇને આખી રાત એકલી સૂઇ ગઇ. જો કે થાકેલી ઘણી હતી.
પણ તોય શું?…..
બીજા દિવસે સવારે મેં એની બહુ મજા લીધી.
પહેલા તો મારાથી નારાજ થઇ.
મેં કીધુંઃ આજે તો જિનાને બહુ ભૂખ લાગી છે. ‘નાસ્તો – બાસ્તો’ કરી લે બેટા.
મોઢું ફુલાવી દીધું.
હવે તો જિના આખો દિવસ ભૂખી રહેશે….’નાસ્તો-બાસ્તો’ કેમ કીધું?
અને મને હસવું જ આવ્યા કરે.
છેવટે માની ગઇ.
અને આખો દિવસ પોતેય ‘બ’ વાળું ગુજરાતી બોલતી.
પણ એની રિસાવીની આદતમાં ઘણો ફરક તે દિવસથી પડ્યો.

7) કાલે વાતવાતમાં કીધું,
‘તે જિના તો ગાંડી છે’.
મારે જોવું હતું કે એનાં કોપભવનમાં જાય છે કે શું?
પણ આ વખતે તો ડાહી બહેને સામો જવાબ વાળ્યો.
‘તે હું ય ગોંડી, ને તું ય ગોંડી……ને વિરાજ પણ ગોંડો.’
તે આપણે બધાઉ ગોંડા….ગાંડા…..ને જે હસે…પેટ પકડીને….
હાંશ, છ-સાત મહિને એ હવે મજાક ને મજાક અને હળવાશથી લેતા શીખી ખરી.

સબકઃ

કોઇ સમજાવટ એટલું કામ નથી કરતી જેટલું એક પાપી ભૂખ્યું પેટ માણસના મનને સીધુંદોર બનાવી દે છે.
એટલી ભૂખ લાગેલી કે ‘નાસ્તો-બાસ્તો’ જે કે’વું હોય મમ્મી…તું બસ ખાવાનું દે…..

આવતા અંકથી જિના-વિરાજની વાતો શરુ થશે.

Advertisements

2 Comments »

 1. બાળક સાથે બાળક બનીને જીવવાની મજા ઓર છે. બાળક જીદ અને ગુસ્સો કરે ત્યારે એની સાથે ગુસ્સાથી નહિ પણ સમજાવટ થી કામ લઈએ તો એ સમજી જાય છે.

  મોટાઓને પણ બે ઘડી વિચારતા કરી મુકે એવી જીનાના તર્કની વાતો મજાની રહી.

  Comment by Vinod R. Patel — May 14, 2016 @ 5:57 pm | Reply

 2. Vah..Hiral,maja avi gai.
  Mari Pade pan Gia ni avi gati no khajano the.
  Enjoying each moment with her.
  U.must be enjoying both of them

  Comment by nilam doshi — May 14, 2016 @ 8:54 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: