Hiral's Blog

December 1, 2015

જિનાની મારા વિશે કાળજી અને એની દુનિયા.

Filed under: બાળ ઉછેર,બાળ બુધ્ધિ — hirals @ 8:10 pm

સવા ત્રણ વરસની જિના હવે સ્વતંત્ર થોડો સમય પોતાની ઉંમરના બાળકો સાથે રમી શકે તેટલી મોટી તો કહેવાય જ. પણ અહિંની પધ્ધતિ અનુસાર એની નર્સરી શરુ થવાને હજુ

એકાદ મહિનાની વાર હતી. તે સમય દરમ્યાન ઘણુંખરું એણે સાઇકલ ચલાવવી અને સ્કેટિંગ શરુ કરેલું પણ મારી બીજી પ્રેગનન્સીના કારણે એનું એ રુટીન બંધ થવાથી એ મારાથી

બહુ નારાજ રહેતી. એને સમજાવતાં કે મમ્મીના પેટમાં દુઃખે છે. તો દર થોડી વારે ચિંતાગ્રસ્ત ચહેરે એને એક જ સવાલ હોય.

‘મમ્મી તને પેટમાં ક્યારે મટશે?’

‘તને કેમ દુઃખ છે?’,

‘તું ડોક્ટરને બતાવને! પ્લીઝ’.

‘મમ્મી હું મોટી થઇને તને મટાડી દઇશ’.

એ મારી બહુ ચિંતા કરતી. નસીબજોગે અહિં પાર્કની સુવિધા સારી એટલે રોજ એને ત્યાં લઇ જતી અને સાંજનો સમય એનો રમવામાં સચવાઇ જતો,

તોયે મને ઇવનીંગ સિકનેસને લીધે ઘણી ગાપચી પડતી અને એ બહુ અકળાતી.

જોગાનુજોગ મને એક ઇંડીયન ફ્રેન્ડ કે જેની દીકરી જિના જેવડી જ હતી અને તે અહિં છ મહિનાની રજા પર આવેલી. અઠવાડિયે બે-ત્રણ દિવસ એની દીકરીને લઇને રમવા આવતી. ( નહિંતર ત્યારે અહિં ચિલ્ડ્રન સેન્ટર વગેરે જગ્યઓને વેકેશન હતું. કેમનું કરત ખબર નંઇ?)

એનો ઉપકાર ક્યારેય નહિં ભૂલાય. એ મારી બહુ સારી બહેનપણી બની ગયેલી. એનું ભારત પાછા જવું મને અને જિનાને બહુ આકરું લાગેલું પણ હવે નર્સરી શરુ જ થવાની હતી એટલે રાહત હતી.

આ ત્રણ-ચાર મહિનામાં પાર્કમાં બેઠા બેઠા સારી એવી બાળવાર્તાઓ લખી અને બીજી વાર્તાઓનાં પ્લોટ ઘડી શકી. (થેન્ક્સ ટુ લતામાસી, એમના પ્રોત્સાહન અને પ્રેરણાથી એ દિશામાં લખાઇ ગયું.)

ડાયરીનાં પાના પણ ‘પેરેન્ટીંગના મારા અનુભવો અને અવલોકનોથી ખાસ્સી છલકાવા લાગી, સમય રહેતા એક નવું પોર્ટલ પણ બની જશે એવી શક્યતા અત્યારે તો દેખાય છે.’

પણ હવે પેટની વધતી સાઇઝને લીધે જિના મારી વધારે ને વધારે ચિંતા કરવા લાગી. મને એકલી પણ નહોતી મૂકતી.

એક દિવસ એના પપ્પા નર્સરી મૂકવા જવાના હતા તો ખુશ તો બહુ થઇ પણ જતાં જતાં મને એકલા ઘરે રહેવા નહિં દે એમ કહીને રડવા લાગી.

મમ્મી, ‘તને દુઃખશે અને હું ઘરમાં નહિં હોઉં તો? તું જ ચાલ મારી સાથે તને ઘરમાં એકલા નહિં ફાવે તો?’

માંડ એને સમજાવી

પણ પછી સાંજે મને ‘ખાવાપીવાની મનાઇ ફરમાવવા લાગી’, ‘મમ્મી તું બહુ બધુ પોટી કરી લે, કશું જ ખાઇશ નહિં જ્યાં સુધી તારું પેટમાં દુઃખવાનું મટી નથી જતું,

‘મમ્મી મારા જેવું ફ્લેટ ટમી હોવું જોઇએ. તું પ્લીઝ કશું જ ના ખા.’ મને કકડીને ભૂખ લાગે ત્યારે મારે ઘણીવાર ચોરીછૂપીથી ખાવું પડતું’. ક્યારેક સમજી જતી ને ઘણુંખરું એ જ જિદ કે

તારું ટમી વધી રહ્યું છે તો તું કશું જ ના ખા.

સાડા પાંચ મહિને એક દિવસ એને કહેવું પડ્યું કે ‘મમ્મીના પેટમાં બેબી છે’,

ત્યારથી જેની બીક હતી તે જ થયું,

‘બેબી ક્યારે આવશે?’

‘બેબી કેમ મમ્મી લોકોના પેટમાં હોય?’

‘એ કેમ હું ફોર ઇયરની થઇશ ત્યારે જ આવશે?’

‘બેબી કેવી રીતે પેટમાં આવ્યું મમ્મીના?’

‘ડૅડી લોકોને બેબી ના આવે?’,

‘બધી વુમનને પેટમાં દુઃખે પછી જ બેબી આવે?’

‘આની મમ્મી કે તેની મમ્મીને કેમ હમણાં બેબી નથી આવવાનું? એ પણ તો વુમન છે ને?’

‘બેબીને તારા પેટમાં જરાય નથી ગમતું, એને પોટી, પી-પીની વચ્ચે રહેવું પડે છે ને?’
…..ઉફ્ફ્ફ્ફ આ તો બહુ જ ભારે હતું, એવું મોં બગાડેલું એણે, ‘મમ્મી મને પણ તારા પેટમાં તારું પોટી નહોતું ગમતું કાંઇ’.

જો કે મારી કાળજી પણ એટલી જ લે.

‘તું નીચે ના વળ મમ્મી, બેબીને લાગી જશે તો?’ (રડમસ થઇ જાય ક્યાં રિસાઇ જાય),

‘હું બેબીથી બધું શૅર કરીશ મમ્મી’,

‘બેબીને તો બોલતા નંઇ આવડતું હોય ને!, તો એ આવી રીતે વાતો કરશે’,

‘બેબી માટે હું આ પ્રામ ખાલી કરી દઇશ. પછી તો હું મોટી કહેવાઉં ને!’,

‘પણ મમ્મી, પહેલાં તો બેબી માટે કાંગારુ પાઉચ જેવું લેવું પડશે, બેબી બહુ નાનું હોય ને!’,

ઘણીવખત કહું , ‘જિના બહુ બેબી ની વાતો ના વિચાર’ જ્યારે આવશે ત્યારે રમશું, અત્યારે આપણને બીજું ઘણું વિચારવાનું છે.

પણ મમતા, વાત્સલ્ય, અને પોતાપણું કુદરતી જ રચાયેલું હોય છે.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: