Hiral's Blog

October 30, 2015

સ્ત્રી એટલે? સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે?

Filed under: મનની વાત — hirals @ 4:27 pm

ઘણીવાર ઘણું ઘણું અનાયાસે જ વાંચ્યું છે સ્ત્રીના અનુસંધાને, કદાચ એક સ્ત્રી હોવાના નાતે જ સ્તો!
હવે સ્ત્રી સ્વાતંત્ર્ય વિષયે નથી વાંચતી કારણકે મને પોતાને એવી જરુર નથી લાગતી તોયે ક્યારેક વંચાઇ જાય છે અને અનેક પ્રશ્નો મનમાં ઉઠે છે.
ભણવામાં ઇતિહાસમાં ઘણુંખરું રિતી-રિવાજોના અનુસંધાને સ્ત્રીઓ સાથે થયેલો અન્યાય વાંચ્યો હતો. અનુકંપા જન્મી હતી.
નાનીના વખતની વાતો એમના મોઢે સાંભળેલી. મમ્મીના વખતની વાતો એમના મોઢે સાંભળેલી.
હું એટલી નસીબદાર કે તેઓ હકારાત્મક વિચારસરણી ધરાવે અને વસ્તુ પરિસ્થિતિ અને સમય અનુસાર થયેલા બદલાવને મને હકારાત્મક દ્રષ્ટિકોણથી સમજાવેલો.
આથી એમની સાપેક્ષે મને હું હંમેશા બહુ જ નસીબદાર લાગતી.
દરેક પેઢીએ કેટલો બધો વિકાસ દેખાય છે , સ્ત્રીઓને કેટલી બધી છૂટ છે આજના જમાનામાં અને છતાંય કેટલીક જગ્યાએ હજુય જુની વાતો
વાગોળીને લોકો સ્ત્રી સ્વાતંત્ર્યના નામે કેમ એકની એક વાત ઘુંટ્યા કરતા હશે?
હા, ક્યાંક અમાનુષી અત્યાચારો છે, ક્યાંક રુઢિવાદી વિચારધારા છે પણ…..

જ્યાં આ બધું નથી ત્યાં પણ લગ્નજીવન, માવતર તરીકેનું જીવન, કૌટુંબિક જીવન કેમ સુખી નથી?
ગાંધીજીથી લઇને અસંખ્ય લોકોએ સ્ત્રી શિક્ષણની હિમાયત કરેલી. કેટલી બધી સ્ત્રીઓએ આંતરિક શક્તિ દ્વારા પોતાની પહેચાન બનાવેલી. કેટલી લડત આપેલી.
કેટલા બધાએ કેટલો બધો ભોગ આપ્યો ત્યારે અત્યારે સ્ત્રીનું શિક્ષિત હોવું અને સ્ત્રીને શિક્ષણ આપવું જ બહુ જ સામાન્ય બની ગયું છે અને છતાંય આટલાં બધાં પ્રશ્નો કેમ?
ક્યાં શું ખૂટે છે? આપણું સામાજિક માળખું કેમ સાવ તૂટી રહ્યું છે? શું કામ લોકો લીવ-ઇન ને સ્ત્રી સ્વાતંત્ર્ય સાથે જોડે છે?
શું આ બધો બંડ ખરેખર સ્વાતંત્ર્ય છે?
શું બંડ પોકારે એ જ સ્ત્રીઓ સુખી છે?
શું આર્થિક રીતે સધ્ધર થવાથી જ સ્ત્રી સુખી છે?
શું ઘરકામમાંથી મુક્તિ એ સુખ છે?
પહેલાંની જેમ માથે દેગડા લઇને માઇલો ચાલવાનું નથી,
મુન્સિપાલ્ટીના પાણીના સમયે ઘરકામ કરવાનું ભારણ નથી.
દિવસમાં ત્રણ-ચાર વાર દુધ ગરમ કરવાની કશી માથાકુટ નથી અને છતાંય શું કામ આટલો બધો વલોપાત છે?
શું કામ પુરુષો પણ કશી બાંધછોડ નંઇ કરતા હોય? અથવા જ્યાં કરે છે ત્યાં શું કામ સ્ત્રીઓ એમને વધુને વધુ દબાવવાની કોશિષ કરે છે?
સદી પહેલા સ્ત્રી સાથે થયેલા અન્યાયોનો બદલો શું કામ આજના પુરુષો પાસે લઇએ છીએ? હજુ કેટલી અને કેવી સ્વતંત્રતાની અપેક્ષા છે એ જ ક્યારેક સમજાતું નથી.
વિજ્ઞાનની અપાર કૃપાથી ઘણો સમય-શક્તિ બચે છે અને છતાંય એક જ બૂમ સંભળાય છે, સમય નથી. પરસ્પર પોતાના લોકો માટે પણ સમય નથી?
જ્યારે કેટલીક માતાઓને ભલે પછી ગૂહિણી કેમ ના હોય, વારે વારે હોટલોનું ખાતા જોઉં છું, ફેઇસબુક પર ચિટકેલી અને સેલ્ફીમાં વ્યસ્ત જોઉં છું.
ત્યારે થાય ક્યાં અને કયું ભણતર? અને આવું તે કેવું ભણતર? શું ભણતર માત્ર નોકરી કરીને આજિવિકા (કારકિર્દી જેવા રુપાળા નામ) માટે જ હોય?
ઘરમાં બાળકોની સાર-સંભાળ લે એનું ભણતર અવર્થા જાય? એવી માન્યતાઓ સાથે લોકો સ્ત્રી સ્વાતંત્ર્યને જોડીને શું કામ હજુ બૂમો પાડે છે?
પ્રકૃતિ સહજ પાંચ-દસ વરસ પરિવાર માટે આપીને આપણે ફરીથી આપણી દુનિયા ઉભી કરી શકીએ જ ને? એટલો સહકાર દરેક ઘરમાં હોવો તેનું નામ ભણતર.
સ્ત્રીને એટલી મોકળાશ આપવી, એની પાંખો ના કાપવી એનું નામ ભણતર.

એટલી આંતરિક શક્તિ સ્ત્રીમાં પોતાનામાં હોવી એનું નામ સ્ત્રી. એનું નામ શક્તિ અને એતો પ્રક્રુતિ છે કારણકે કુદરતે એને સર્જનની શક્તિ બક્ષી છે.

સ્ત્રી સ્વાતંત્ર્યના ઝુંબેશના અતિરેકમાં ક્યાંક એ સર્જન શક્તિ, આંતરિક શક્તિ, સ્ત્રીઓને જન્મજાત મળેલી લાગણીની શક્તિ વિખેરાઇ તો નથી રહી ને?

Advertisements

2 Comments »

  1. ધમ ધમક ધમ સાંબેલું, જનમ જનમથી વહુને માથે ભાગેલું..આજે આ લોક ગીતનું સાંબેલું..જોવા મ્યુઝીયમમાં વહુને જવું પડે..સંજોગો પલટાતા જાય છે…

    આજની પરિસ્થિતિ..સમાજની સમસ્યાને આપે ચીંતનસભર આલેખી છે.ભારતના સંતાનોની પ્રગતીનો શ્રેય , હું માતાના યોગદાનને જ ઘણું છું ને અનુભવું છું. જેણે ઘરની જવાબદારીને બોજો ગણ્યો એવી સ્ત્રીનું કુટુમ્બ , એ ઘર ભલે આર્થિક રીતે ,બે જણની કમાણીમાં આગળ જાય, કદાચ ઓછી આવકને લીધે ,રુંધાતો વિકાસ ટળે..પણ ઘરમાં બાળકો ,બાળપણના હૂંફની એક કમી સાથે મોટા થાય છે..જે પૈસાથી તોલી શકાય તેમ નથી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by nabhakashdeep — October 30, 2015 @ 9:16 pm | Reply

  2. એક વિચારશીલ આધુનિક મહિલા નો સૌ એ વિચારવા જેવો લેખ. એમણે ઉઠાવેલા આ બધા પ્રશ્નો હજુ અનુત્તર જ કેમ છે ?.

    Comment by Vinod R. Patel — November 8, 2015 @ 5:23 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: