Hiral's Blog

October 29, 2015

અવલોકન અને અનુકરણ 

૧) મેં સવારનું દુધ-ચા બનાવ્યા.

તો કહે, આઇ વીલ ટેક સ્નેક્સ એન્ડ ડિશ.
મેં કીધું તને નંઇ ફાવે બંને હાથમાં, ખાખરાનો ડબ્બો મોટો છે.
‘આઇ વીલ મેનેજ મમ્મી, ધેટ્સ ઓકે. યુ જસ્ટ ટેક મિલ્ક એન્ડ ટી ફોર અસ’.
અને ખરેખર મારી જેમ જ એક હાથમાં ડબ્બો અને બીજા હાથમાં ત્રણ પ્લેટ્સ લીધી.

 

૨) મારા માટે એના રસોડામાં જાત જાતની વાનગીઓ બનાવે.
મને ખાવા આપે.
એમાં મીઠું ચાખીને આપે, ક્યારેક જરાક ઉપરથી નાંખે, ‘પાછી બોલે, ઉપરથી તો ના નખાય, બટ ધેટ્સ ઓકે, યુ વીલ લાઇક ઇટ’.
મેં કીધું ટેસ્ટી છે. તો કહે, ‘ઇટ્સ ડીલીશીયસ એમ બોલાય’.
પાછી પૂછે, ઠંડુ તો નથી થઇ ગયું? લાવ જરાક ગરમ કરીને આપું, તને વધારે મજા આવશે.
બહુ મજા આવે છે એને આવું સરસ અનુકરણ કરતાં જોઇને.

 

૩) જ્યારથી એના ડૅડીની ઓફિસે બેસી આવી છે ત્યારથી એને ઓફિસે જવાનું ભૂત વળગ્યું છે.
હું તો ઓફિસે જ જઇશ. પણ હમણાં નાની છું ને એટલે સ્કૂલે જવું પડશે, બટ ધેટ્સ ઓકે.
મને પણ કહે, ‘હું સ્કૂલમાં હોઉં ને ત્યારે તારે તારી ઓફિસનું કામ કરી લેવાનું’

 

૪) એક તો બાળકોનું ચારેબાજુ જબરું લક્ષ હોય, આપણને ભલે લાગે કે તેમને શું ખબર પડે?
પણ, અમે આંટો મારવા ગયા તો કોને ત્યાં વિન્ડોમાં કપડાં સૂકાતા હતા, બેનને ખબર હતી.
મેં કીધું તેં ક્યારે જોયું? (આવી તો બીજી ઘણી જાણકારી આવતાં-જતાં લોકો વિશે, વચ્ચે આવતી દુકાનો વિશે એને હોય)
તો તરત જવાબ હાજર, ‘તારું ધ્યાન જ નો’તું મમ્મી, બધે જોઇને ચાલવાનું ને!’

 

૫) એની કોઇને કોઇ વાત વિશે કંઇક પૂછે, આપણને યાદ પણ ના હોય.
મેં કીધું મને યાદ નથી આવતું કે તું ક્યારની વાત કરે છે?
‘તો કેમ તારી યાદશક્તિ ઓછી થઇ ગઇ છે હં? એવું તો ના ચાલે મમ્મી, યાદ તો હોવું જોઇએ ને!’.
એને શું ખબર બાળકો મોટા થાય એનો સૌથી મોટો ગેરફાયદો એ જ છે કે માતા-પિતા ઘરડાં થતાં જાય.
હજુ તો એવા દિવસો નથી આવ્યાં  પણ એક આડકતરી બીક મનમાંથી પસાર થઇ ગઇ.

 

૬) ગઇકાલે મિલનને ભારે શરદી હતી, હું ચા બનાવી રહી હતી, જિનાને મારી સાથે રમવું હતું,
મેં કીધું ડૅડીને શરદી છે તો પહેલા ચા બનાવી લેવા દે.
જિનાઃ શરદી છે તો કાઢો(ઉકાળો) બનાવ.
આદુ, હળદળ, તુલસી બધું નાંખીને ઉકાળને.

ડૅડી, ચા ના પીશો, ઉકાળો પીલો. શરદી સાથે ઢીશુમ ઢીશુમ. સાચે.

 

 

૭) સવારે હું મારું અને એનું દુધ બનાવી રહી હતી અને એનો વોશરુમમાંથી કોલ આવ્યો.
હું બોલતા બોલતા ગઇ, દુધ ગૅસ પર મૂક્યું ને મમ્મી!
હું જેવી બાથરુમમાં પહોંચી કે , જિનાએ રીતસરની બૂમ પાડી, ‘ ડૅડી જલ્દી રસોડામાં જાવ, નંઇ તો પેલું દુધ ઉપર ઉપર આવી જશે, જલ્દી જાઓ.’

 

૮) મિલનને હું કંઇ કહું જે એને પસંદ ના હોય તો દલીલો થાય, પણ જિના કંઇ પણ કહે, ‘માની જ લેવું પડે’.
ગયા શુક્રવારે સાંજે મંદિર જતા હતા. મિલન વગર કોટ પહેરે નીચે આવ્યો,
જિનાઃ આ શું? ઠંડી છે તો કે’વું પડે કે કોટ પહેરવાનો છે? કેમ નથી પહેર્યો?
મિલનઃ તરત જઇને પહેરી આવ્યો.
મિલન ઓફિસેથી મોડો થાય અને જિના જાગતી હોય, તો
જિનાઃ ‘કેટલું મોડું?’ (મારે એને સમજાવવી પડેલી કે તારે કશું નંઇ કે’વાનું, હું તો એની તબિયત માટે કહેતી હોઉં,
જિનાઃ ઓહ, એવી તો મને ખબર નહોતી. સોરી)
પણ મિલનઃ વગર કશી દલીલે (મારી સાથે દલીલ કરે પણ દીકરી સાથે, સૉરી બેટા મોડું થઇ ગયું કહીને વાત પતાવે)
આવું તો ઘણી વાતોએ થાય.

 

૯) આજે એ વહેલો ઘરે આવેલો તો જિના છોડે? એને ડૅડી પાસે જ વાર્તા સાંભળવી હતી.
મિલન શરદીના લીધે એનાથી દુર રહેવા માંગતો હતો. એણે કામનું બહાનું કાઢ્યું.
પણ જિનાઃ ડૅડી તમે મારી સાથે વહેલા સૂઇ જાઓ નંઇ તો તમારું ધન નંઇ વધે.
‘વહેલા સૂઇ વહેલા ઉઠે, બળ-બુધ્ધિને ધન વધે સુખમાં રહે શરીર’ એને જબરું ગોખાઇ ગયું છે. પણ કેવું પોતાની વાત માટે જોડી દીધું?

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: