Hiral's Blog

October 29, 2015

ચટર – પટર

૧) લગભગ સવા બે વરસની જિનાની એક પોસ્ટ બાબતે સુ.દાદાએ કીધેલું, આ છોકરીની ભાષાની પકડ બહુ જ મજબૂત હશે.
એમની ભવિષ્યવાણી સાચી પડતી જણાય છે.
ચટર – પટર જેટલી વધતી જાય છે, આશ્ચ્ર્ય ચકિત થઇ જવાય. જો કે વધતા- ઓછા અંશે દરેક બાળક્માં આવી કોઇને કોઇ ખૂબી હોય જ છે.

૧.૧) અઢી-ત્રણ વરસની હતી અને ભૂલથી એમ કહીએ કે ‘જા ડૅડીને બોલાવ’ વગેરે તો હંમેશા એ ભૂલ સુધારે, ‘મમ્મી, ડૅડી મારે બોલવાનું, તારે ‘મિલન’ ને બોલાવ એમ કે’વાનું ને!’
એવું જ મિલનને પણ કહે, તારે (ત્યારે મિલનને તુંકારાથી બોલાવતી) હિરલ કે’વાય, મમ્મી તો મારે કે’વાનું.

૧.૨) સવા ત્રણ વરસની (ત્રણ વરસ અને ચાર મહિના) જિનાને એના પપ્પાએ કીધું, ‘તારા પેટમાં ખાડો છે’,
જવાબમાં જિનાએ વિસ્તારથી સમજાવેલું કે ‘પેટ’ ખાલી’ છે એમ બોલાય, પેટમાં ‘ખાડો’ એમ ના બોલાય.

૧.૩) ત્રણ વરસની થયા પછી તો હિન્દી પણ ધીમે ધીમે ઘણું શીખી ગઇ. હવે તો કડકડાટ…
એક દિવસ મિલન કહે, ‘જરા પાસ આઇએ તો’,
જિનાઃ ઓહ, ‘જરા નજદિક આઇએ તો’, ઐસે બોલતે હૈ। (ટી.વી નો કમાલ)
હિન્દીમાં એ હંમેશા ‘આપ’ સંબોધનથી જ વાત કરે. બહુ મજા આવે એની ચટર પટર હિન્દી સાંભળવાની.

૧.૪) આજે મિલન એને એની સ્કૂલની વાર્તા કહી રહ્યો છે. એને બહુ મજા આવી રહી છે.
મિલન એના શિક્ષકો વિશે વિસ્તારથી નામ અને કયો વિષય ભણાવતા તે કહી રહ્યો છે.
હિન્દી ભણાવતા એમ કીધું તો મેડમ તરત બોલ્યા, ‘ઓહ, હિન્દી તો મને આવડે છે, તમને નો’તુ આવડતું?’

૧.૫) ગઇકાલે મિલન સાથે ફોન પર વાત કરી રહી હતી.
મિલને કીધું, સારું ચાલ હવે મૂકું છું.
જિનાઃ શું મૂકે છે?
મિલન ઃ ફોન મૂકું છું.
જિનાઃ ઓહ, તો આખું બોલવાનુંને! મને કેવી રીતે ખબર પડે કે તમે શું મૂકો છો?
એને ભાષાશુધ્ધિનું વલગણ છે. અને એને ઘણું બધું તરત ધ્યાનમાં પણ આવે છે.

૧.૬) જેમકે બે દિવસ પહેલા,
મમ્મી નું મમ અને ડૅડી નું ડૅડ શીખી લાવેલી.
મેં કીધું એવું ના બોલાય. પપ્પા વધારે સારું છે.
તો કહે, મમ્મી ઇંગ્લીશ એવું જ હોય
થેન્ક્યુ ને શું કે’વાય તને ખબર છે? મેં કીધું શું કે’વાય?
તો કહે, ‘થેન્ક્સ’.
ઇંગ્લીશમાં બેબીને ‘બેબ્સ’ કે’વાય.
બધે એવું જ હોય.
૧.૭) આજ કાલ ઇંગ્લીશ વધારે બોલે છે.
ગઇકાલે મિલનને ઠીક નો’તું, તો કહે,
‘વોટ્સ ધ મેટર ડૅડ? વ્યાહ યુ સો અપસેટ’.
મિલન હસ્યો તો કહે,
‘આઇ અપ્રિસિયેટ’.
મને પણ વાતે વાતે કંઇને કંઇ અપ્રિસિયેટ્ર કરે.

૧.૮) વાતમાં ને વાતમાં કંઇક ઇલેક્ટ્રીશીયન એવી વાત આવી.
તો જિનાએ પૂછ્યું? એટલે?
મિલને સમજાવ્યું કે જે ‘લાઇટ, વાયરીંગ, ઇલેક્ટ્રીક ગેજેટ્સ વગેરે રીપેર કરી આપે તે,
પછી મિલને કીધું, વચ્ચે પેલો માણસ આવેલો તે યાદ છે?
જિનાઃ તે એ વાયર રીપેર કરવા થોડો આવેલો?
મિલનઃ તો?
જિનાઃ એ તો ગરમ પાણી નહોતું આવતું એટલે બોઇલર રીપેર કરવા આવેલો.
ઉફ્ફ….કેટલું બધું ધ્યાન હોય છે આ લોકોને (સૉરી ‘ધ્યાનમાં હોય છે’, પાછી મોટી થઇને વાંચશે તો સુધારશે!)

Advertisements

1 Comment »

  1. એને ભાષાશુધ્ધિનું વલગણ છે. અને એને ઘણું બધું તરત ધ્યાનમાં પણ આવે છે.
    ભાષા શાસ્ત્રીઓને મોકલું છું.

    Comment by સુરેશ — October 30, 2015 @ 12:22 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: