Hiral's Blog

October 13, 2015

છ મહિનાથી અઢી વરસનાં બાળકો સાથે શું રમી શકાય તેવી નોંધ.

છેલ્લા કેટલાંક વરસોમાં સામાજિક માળખામાં ધરખમ ફેરફારો થયા છે.
વળી સાથે સાથે ટેકનોલોજી ક્રાંતિના કારણે પણ જીવનધોરણ અને જીવવાની પધ્ધતિમાં ઘણું પરિવર્તન છે.
મુખ્યત્વે સામાજિક માળખામાં જે પણ ફેરફારો થયા છે તેની સીધી અસર બાળઉછેર પર પણ થઇ છે.

સમયસર ખાવા-પીવા અને સૂવા સિવાય બાળકની મૂળભૂત જરુરિયાત એની સાથે કોઇ હોય અથવા એ જે પણ કંઇ કરે છે તે જોવા વાળું કે તેનામાં રસ લેવા વાળું કોઇ હોય તે છે.

પહેલાં મુખ્યત્વે સહકુટુંબનું વાતાવરણ હતું. ત્યારે માતાની બાળક પ્રત્યેની ફરજ વહેંચાઇ જતી,
ધીમે ધીમે કુટુંબ વિભક્ત બન્યા ત્યારે પણ આડોશ-પાડોશ અને ઘરમાં સ્નેહી-સંબંધીઓની અવરજવરથી પણ બાળકને ઘણાં લોકોનો સ્નેહ અને પ્રેમ મળતાં.
ધીમે ધીમે ટેકનોલોજી ક્રાંતિ અને સ્ત્રીઓની લાગણીની ઉદારતામાં કાપનાં કારણે બાળકના ઉછેરમાં સતત બાળકને હૂંફ અને સ્નેહ મળી રહે તથા તેમને ઉંમર પ્રમાણે વ્યસ્ત રાખીને તેમનાં સકારાત્મક, ભાવનાત્મક ચેતાતંત્રની દેખરેખ દિવસેને દિવસે અઘરી બનતી જાય છે.

ઘરનાં વડીલોને એમ થાય કે બાળકો તો અમે પણ મોટા કરેલાં, પહેલાં ક્યાં આવું હતું કે તેવું હતું ત્યારે બદલાતા સમયમાં મારું નીચેનું અવલોકન ટપકાવવાની લાલચ છે જેથી સમજાય કે શું કામ હાલના સમયમાં બાળકોની સાર-સંભાળ આટલી ગુંચવણ ભરેલી બની ગઇ છે?

કોઇ લેખક કેટલાં પુસ્તક પ્રકાશિત કરે છે , કે કોઇ બિઝનેસમેન કેટલા રુપિયા જમા કરે છે તે જગજાહેર અને વાહવાહનું નિમિત્ત બને છે,
પણ કોઇ ગૃહિણી આખી જિંદગી દરમ્યાન કેટલી રોટલીઓ વણે છે, કેટલાંને જમાડે છે, કેટલાંના બાળકોને રમાડે છે વગેરેનો કોઇ વિક્રમ ક્યાંય સંભળાયો નથી અને
કદાચ એ જ કારણ છે કે સ્ત્રીઓ એમની લાગણીની ઉદારતામાં કાપ મૂકવા મજબૂર બની હોય. જોકે સાથે સાથે ટેકનોલોજીના વધતા વ્યાપનાં કારણે પહેલાં કરવા પડતાં એટલાં અઘરાં ઘરકામ પણ હાલ નથી રહ્યાં એટલે સ્ત્રીઓ, દીકરીઓ બહાર વધુ ધ્યાન આપી શકે છે અને એમની મહાત્વાકાંક્ષા સંતોષી શકે છે.
પહેલાં સ્ત્રીઓ ઘરમાં રહેતી અને સામાજિક તાંતણાં વધુ લાગણીભીના હતાં. આડોશી પાડોશી વધુ એકમેકની નજીક હતાં, બાળકો ક્યારે મોટાં થઇ જતાં સમજાતું પણ નઇં.
હવે સ્ત્રીઓ ઘરની બહાર છે તો એક સ્ત્રીની જવાબદારી ભરપૂર પૈસા ખર્ચીને (કૂક, આયા, ટ્યુશન (જૂદા જૂદા વિષયનાં), હોમ મેઇડ, ડ્રાઇવર,) અપનાવતાં પણ સામાજિક માળખું કેવું ફિક્કું પડી રહ્યું છે.
ડીપ્રેશન, એકલતા, વગેરે સ્ત્રીએ જ્યારથી એની લાગણીની ઉદારતા છોડી ત્યારથી સમાજમાં વધુ વ્યાપક બનતાં જાય છે.)

હાલનાં સમયમાં જીવન એટલું વ્યસ્ત બની ગયું છે અથવા ટી.વી અને બીજાં ગેજેટસનાં લીધે લોકોની બાળક સાથે શું રમી શકાય ની મુંઝવણ ઘણી મોટી સમસ્યા છે.
ખાસ કરીને ઘરનાં વડીલો કે જેઓ માતા-પિતાની ગેરહાજરીમાં સાવ નાનાં બાળકોની જવાબદારી લે છે પણ તેમને આ થાકેલી ઉંમરે સૂઝતું નથી હોતું કે બાળક સાથે આખો વખત શું રમવું?
વળી બાળકો પણ પહેલાં કરતાં વધુ ત્વરાથી આસપાસના માહોલથી બધું ગ્રહણ કરે છે. (સારું-નરસું બધું જ )

ત્યારે નીચેનાં કેટલાંક બાળકો સાથે રમવાનાં અને બાળકોને પ્રવૃત્તિશીલ રાખવાનાં મારા અવલોકનો ઉપયોગી થઇ શકે તેમ છે.

જો કે બાળકની શીખવાની પધ્ધતિ અનુસાર એમાં ઘણું ઉમેરી શકાય તેમ છે પણ હાલ ઉતાવળે આટલું ટપકાવું છું.

૨) છ માસથી એક વરસનું બાળક

૨.૧) બાળક સાથે અભિનય કરીને
નીચે મુજબ રમી શકાય.
તાળી (એક, બે, ત્રણ એમ ગણતરી પણ સાથે કરી શકાય),
સલામ,
નમસ્તે,
બલ્લે બલ્લે,
આદાબ,
થમ્સ અપ,

૨.૨) નાનો દડો,
૨.૩) ચાવી વાળા રમકડા,
૨.૪) ઘુઘરા સિવાય ધ્વનિ ઉત્પન્ન કરે તેવાં અને રંગીન રમકડાં,
જેવા કે ઝાઇલોફોન, (સારેગમપધનિસા) (બહુ ઘોંઘાટિયા રમકડાંથી કદાચ બાળક ચિડીયું પણ થઇ જાય)

૨.૫) ઉભા થવામાં અને પકડીને ચાલવામાં મદદરુપ થાય એ રીતે ઘરમાં ગોઠવણ.
૨.૬) ચાલણગાડી,

૨.૭) ઘરમાં રસોડામાં ડબ્બા, ટિસ્યુપેપરની ટ્યુબ વગેરેથી પણ રમી શકાય.
જેમ કે એકની ઉપર એક પ્લાસ્ટીકના/પૂંઠાના ડબ્બા ગોઠવવા,

૨.૮) થાળી, વેલણ, વાડકી, ચમચી વગેરે નો ધીમો અવાજ.

આમ ઘરમાં જ બાળક સરસ રીતે રમતું અને ખિલખિલ કરતું થશે.

૨.૯) એકાદ-બે ચિત્રો વાળી જાડા પૂંઠાની ચોપડી.
૨.૧૦) જાતજાતના જોડકણાં (અભિનય સાથે ગાવાં)

૨.૧૧) રોજ અથવા એકાંતરે યોગ્ય સમયે અને અનુકુળ વાતાવરણમાં દેવદર્શન, પાર્ક વગેરે ખુલ્લી જગ્યાએ બાળકને આંટો મરાવવો.

૨.૧૨) આસપાસનાં બાળકો એક જગ્યાએ અઠવાડિયે બે વખત સાથે મળીને રમી શકે તેવી ગોઠવણ ઉભી કરવી અથવા તેવા ગ્રુપમાં નિયમિત ભળવું.

૨.૧૩) બાળક સાથે ઘોડો ઘોડો કે તેમને હળવે હળવે ઝૂલા કે ઉછાળીને કે ખભા પર બેસાડીને પણ થોડીવાર રમાડી શકાય.

આપણે જેટલું આસપાસમાંથી વસ્તુઓ વિચારીને બાળક બનીને બાળક સાથે રમીશું તેટલું જ બાળક પણ વિચારક અને રમતીલું ને ગમતીલું બનશે.

૩) એક વરસથી દોઢ વરસનું બાળક

૩.૧) ઘરમાં થપ્પો,
૩.૨) નાનો બોલ,
૩.૩) બ્લોક્સ,
૩.૪) પઝલ,
૩.૫) રંગ, કાગળ (એનો પેન, પીંછી પકડવામાં હાથ બેસશે, એની વિચારશકિત, કુતુહલ શક્તિ વધશે)
૩.૬) પ્લે ડૉહ (ચિનાઇ માટીનાં રમકડાં), રોટલી, ભાખરીનો લોટ પણ આપી શકાય.
૩.૭) છાપાનાં કાગળ એમને આપવાં,
જેમ તેમ ફાડતાં ફાડતાં તેઓ પોતે જ આકારમાં કાપવા પ્રેરાશે અને કંઇક નવું શીખ્યાનો , શોધ્યાનો આનંદ મેળવશે.

૩.૮) ચિત્રોવાળી પાકા પૂંઠાની ચોપડીઓ વસાવવી અને રોજ અડધો કલાક – એક કલાક બાળક સાથે ખોળામાં બેસીને ચોપડીઓ વાંચવી.
આમ કરવાથી બાળકની આપની સાથે આત્મીયતા વધશે અને વાંચવામાં રસ કેળવાશે.

૩.૯) રોજ એક કલાક બહાર પાર્કમાં રમવા જવું. (શારિરીક વિકાસ માટે ખેલકૂદ ખૂબ જ જરુરી છે)
વળી બાળકને દોડતા, કૂદતા શીખવાની મોકળાશ પાર્ક જેવી ખુલ્લી જગ્યાએ જ વધુ મળે.

૩.૧૦) ઘરમાં મોટા રંગીન ચાર્ટ (જેમ કે આલ્ફાબેટ, કાઉન્ટીંગ, પ્રાણી, પક્ષી, આકારો, શાકભાજી, ફળ, ફૂલ વગેરેનાં ચિત્રો વાળાં ચાર્ટ)
આમ કરવાથી હરતાં-ફરતાં હાથ ફેરવતાં જ બાળક ઘણું બધું શબ્દભંડોળ ભેગું કરશે. ચિત્રો અને વાસ્તવમાં જોવા મળતી વસ્તુને એ તરત હરખથી ઓળખી બતાવશે.
આમ એની રોજબરોજની વસ્તુઓ ઓળખવાની ઝડપ તીવ્ર બનશે.
હજુ કદાચ એ બોલી શકતું ના પણ હોય તેમ છતાં સાવ નાનેથી એની સાથે રમવામાં અને એની શક્તિઓના વિકાસમાં આ બધી રમતો મોટો ભાગ ભજવશે.

૩.૧૧) જાતજાતના જોડકણાં (અભિનય સાથે ગાવાં)
૩.૧૨) બાળકને જાતે ખાતાં અટકાવવું નહિં. આમ કરવાથી એ ખૂબ ઝડપથી જાતે ખાતું થશે અને જાતે ખાધાનો એને સંતોષ હશે.
બાળકો પાછળ ચમચી લઇને ફરવાની કશી જ જરુર નથી. ક્યારેક બાળકનો મૂડ સાચવીએ તે જૂદી બાબત છે પણ તેમને વધુથી વધુ તેઓ જાતે ખાતા થાય તેમ શરુઆતથી જ પ્રોત્સાહિત કરવા)

શરુઆતમાં કદાચ બે-ચાર જોડી રોજ ધોવા પડે , ફર્સ સાફ કરવાની મહેનત લેવી પડે પણ સરવાળે આ જહેમત ફાયદાકારક જ છે.

૩.૧૩) આસપાસનાં બાળકો એક જગ્યાએ અઠવાડિયે બે વખત સાથે મળીને રમી શકે તેવી ગોઠવણ ઉભી કરવી અથવા તેવા ગ્રુપમાં નિયમિત ભળવું.

૩.૧૪) બાળક સાથે ઘોડો ઘોડો કે તેમને હળવે હળવે ઝૂલા કે ઉછાળીને કે ખભા પર બેસાડીને પણ થોડીવાર રમાડી શકાય.

બાળક આ રીતના રોજિંદા ક્રમથી વધુ આનંદિત અને સ્ફૂર્તિલું અને વિચારક ઘડાશે.

૪) દોઢથી બે વરસનું બાળક

ઉપરનાં જ ક્રમ બાળકનાં રસ પ્રમાણે વધુ વિસ્તારતાં જવાનાં છે.

૪.૧૫) તે ઉપરાંત હવે બાળકને ગુંદરકામમાં વધુ રસ લેશે.
જેથી રંગબેરંગી કાગળ, ટિશ્યુ કે પછી પાંદડા વગેરેની પૂંઠા પર રંગકામ કરીને ચોંટાડવામાં બાળકને વધુ આનંદ આવશે.
જુદી જુદી ક્રિયેટીવિટી માટે આપણે ઇયર બડ, સ્પંજ, રંગીન સ્ટીકર વગેરે ઉપયોગમાં લઇ શકીએ.

૪.૧૬) એકાંતરે કે અઠવાડિયે એક વખત બાળકને લઇને સારા પુસ્તકાયલની મુલાકાતે જવું.

ત્યાં બાળવાર્તા કે જોડકણાં વગેરે જેવી પ્રવૃત્તિ પણ કરી શકાય. આમ કરવાથી બીજાં બાળકો સાથે હળવું-ભળવું વધુ સરળ બને.

બાળકોનો પુસ્તકોની દુનિયા સાથે પરિચય કેળવાશે.

 

૫) બે થી અઢી વરસનું બાળક

ઉપર જણાવ્યાં મુજબનાં ૩) અને ૪) નાં ક્રમ બાળકનાં રસ પ્રમાણે વિસ્તારતાં જવાનાં છે.

૫.૧૭) હવે મોટેભાગે બાળક સુંદર રીતે આખો જાડો કાગળ કે પાતળું પૂઠું રંગીન બનાવશે.
એનાં આનંદનો પાર નહિં રહે.

એને વધુને વધુ રંગોની માયા વધશે. કુતુહલતા, ક્રિયેટીવીટી વધશે.
જાતે કર્યાનો સંતોષ એ વધુ આનંદિત રહેશે અને તમને પણ મજા આવશે.

૫.૧૮) જો બાળક પ્લેડોહ વગેરેમાં રસ લેતું હોય તો લોટ બાંધવો, ગુલાબજાંબુના ગોળા વાળવા,
૫.૧૯) બિસ્કીટ, નાનખટાઇ વગેરે બાળકની સાથે મળીને બનાવી શકાય.
આમ કરવાથી આપણને પણ નવું બનાવવાનો સમય મળશે અને બાળકનો રસ કેળવાશે અને કંઇક નવું કર્યાનો/શીખ્યાનો સંતોષ એમને મળશે.

બાળકો સાથે જેટલો વધુ સમય વિતાવ્યો હશે, એટલું બાળકનું મનોબળ વધુ સકારાત્મક અને મક્કમ બનશે. બાળક વધુ લાગણીભીનું, ટીમવર્કવાળું અને આત્મિય બનશે.

નોંધઃ બાળકો જાતે ખાય ત્યારે ક્યારેક ફરતાં ફરતાં કે રંગકામ કરતાં દિવાલો બગાડે તો એની ચિંતા કરવી નહિં. બજારમાં એક એકથી ચઢિયાતી પ્રોડક્સ બદલાતા જમાના સાથે ઉપલબ્ધ છે.
જેમ કાગળ પર પેન્સિલ કે પેનથી લખેલું લુછવા રબ્બર મળે છે તેમ દિવાલ પર ડાધા લૂછવા ‘મેજિક ઇરેઝર’ જેવી ઘણી સરસ પ્રોડક્સ પણ મળે જ છે.
હા, બાળકના હાથમાં પરમેનન્ટ માર્કર અને બીજી જોખમી વસ્તુઓ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું.

બને તેટલો મોબાઇલ, ફોન વગેરેનો ઉપયોગ બાળકની હાજરીમાં ટાળવો.

આખા દિવસમાં એકાદ કલાક ટી.વી (બાળક સંબંધી કાર્યક્રમો) ઘણું પૂરતું છે. એનાથી વધુ ટી.વી ઘરમાં ચાલુ જ ના થાય તેવી કાળજી અને તેટલો સંયમ ઘરનાં સભ્યોયે રાખવો જ રહ્યો. ક્બયારેક બહુ બહુ તો બીજો અડધો કલાક બધા સાથે બેસીને કંઇક હકારાત્મક , કોમેડી જોઇ શકાય.

 

જો કે બાળકની શીખવાની પધ્ધતિ અનુસાર એમાં ઘણું ઉમેરી શકાય તેમ છે પણ હાલ ઉતાવળે આટલું ટપકાવું છું.

Advertisements

3 Comments »

 1. your posts are always innocent!!

  Comment by મૌલિક રામી "વિચાર" — October 13, 2015 @ 12:29 pm | Reply

  • Thanks for the compliment.

   Comment by hirals — October 13, 2015 @ 12:45 pm | Reply

 2. હિરલ, તું આ કામ બહુ જ સરસ કરે છે. પછીથી કલેકટીવલી આપણે વ્યવસ્થિત કરશું.
  આજના માબાપ માટે આ ખૂબ જરૂરી છે. તેમણે બાળક સાથે રમતા આવડતું નથી, સમય નથી,
  ધ્યાન નથી, પ્રાયોરિટી નાથ.
  બને તો એકવાર તું મને ફોન કરજે.

  Comment by readsetu — October 17, 2015 @ 11:31 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: