Hiral's Blog

October 1, 2015

લોહીનો સંબંધ અને સંસ્કાર વારસો

જિના ખાસ દાદા-દાદી કે મોટાબા (પરદાદી) પાસે રહી નથી. છ મહિનાની મારા પિહરમાં થયેલી એટલે મોસાળ પ્રત્યે એને માયા અને એટલી વધુ ઓળખાણ.

દાદા-દાદી એને બે-ત્રણ વાર ત્યારે રમાડવા આવેલા.
જો કે બધાથી વિડીયો પર જિનાની વાત હંમેશા થાય. ગયા વરસે મારા વડસાસુના વરસીતપના પારણા વખતે અમે ૧ થી દોઢ મહિનો ઘરે રહેલા. જો કે બહુ મહેમાન હતા.
ક્યારેક શરુઆતમાં બા આગ્રહ કરતા જિનાને નવકારમંત્ર સંભળાવવા. તો જિના મૂડી બનતી,
પણ હાલ, મારા વડસાસુની તબિયત બહુ નબળી પડી છે.
તો જિના જેવો વિડીયો શરુ કરીએ એટલે બા જેટલી વાર કહે તેટલી વાર નમોકારમંત્ર વગર આનાકાનીએ સંભળાવે.
કાલે મારી મમ્મી નાગપુર હતી તે કહે, જિના તો બહુ ડાહી થઇને નમોકાર મંત્ર બોલે છે,
તો જિના કહે, તે મારા મોટાબા ને ઠીક નથી અને હું બોલું તો એમને બહુ ગમે છે તો બોલું જ ને!
એમને મટી જાય ને નાના દીકુ ભગવાનને કહે તો, એટલે.

(અમે કોઇએ એને આવું શીખવ્યું નથી એ જાતે જ લાગણીથી એના મોટાબા સાજા થઇ જાય એવું ઇચ્છે છે)

સાચું જ કીધું છે કે સંસ્કારનો વારસો ઘરમાંથી જ અને ઘરના વાતાવરણથી જ મળે.

મારા સસરા (જિનાના દાદા) ભલે અમુક વાતોએ જુનવાણી લાગે પણ શ્રવણની જેમ ખડે પગે મારા વડસાસુની ચાકરી કરે છે. ધન્ય છે એમને અને મારા સાસુની ધીરજને.

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: