Hiral's Blog

September 22, 2015

બતકને હબૂકપોળી

Filed under: મારી બાળવાર્તાઓ,Jina — hirals @ 5:11 am

જિનાના ઘરની બાજુમાં જ એક સુંદર મજાની નદી હતી. જિના અને એનાં બા અવાર-નવાર આ નદી કિનારે આવીને બેસે.

નદીમાં હંસની એક સુંદર મજાની જોડી, માછલીઓ થોડી ને બતક ઘણાં.

નદી કિનારે એક મજાનો ચબૂતરો. ત્યાં ઘણાં કબૂતર અને હોલા આવે.
ભેગા મળીને બધા ચણ ખાય.એમને ચણતાં જોઇને જિના બહુ ખુશ થાય.
ભારત હોય કે વિદેશ. પંખીઓને ચણ નાંખવાનું પુણ્યનું કામ બધાને ગમે એમ જિનાને પણ બહુ ગમતું.
ક્યારેક જિનાનાં બા ચણ લઇને આવે અને ચબૂતરા પાસે ગણ્યાં ગણાય નહિં એટલા કબૂતર ટોળે વળે ને બધા ઘૂ ઘૂ કરતાં બધું ચણ ખાઇ જાય.

જિના આવો આવો બોલતી જાય ને ચણ વેરતી જાય. કબૂતર પણ જિનાથી હેવાઇ ગયેલા ને એના પગ પાસેનું ચણ પણ ખાઇ જાય ત્યારે જિનાને બહુ મજા આવે.
‘આવો પારેવાં,
આવો ને ચકલાં,
ચોકમાં દાણાં નાંખ્યાં છે.’
નિરાંતે ચણજો ને નિરાંતે ખાજો,
ચોકમાં દાણાં નાંખ્યા છે.’

બધાં પારેવાં-કબૂતર જાણે જિનાનાં દોસ્ત ઃ)

નદીકિનારે બેસીને બતકને જોવે ને જિના તો બહુ હરખાય. હંસની સુંદર જોડી જોઇને તો એને બહુ મજા આવે.
એય ને બે રુપાળા હંસ એક-મેકની સાથે જ અહિંથી તહિં તરે ને મજા કરે.

ક્યારેક બતક પણ ચબૂતરા પાસે આવી જાય.
જિના કહે, ‘બા આ મમ મમ તો કબૂનું છે ને!, બતક ખાઇ જાય છે.’
બા કહે, ‘તે ભલે ને ખાય. એમને ય ભૂખ તો લાગે જ ને.’
જિનાઃ હં.

એક દિવસ જિના કહે, પણ બા પહેલા તો બતક નહોતા આવતા કબૂનું મમ મમ ખાવા.
ત્યારે એમને ભૂખ નહોતી લાગતી? એ કેમ કબૂનું મમ મમ ખાઇ જાય છે?
ઉં ઉં…જિનાને બહુ લાગી આવ્યું કે હવે એના દોસ્ત કબૂ ભૂખ્યા રહી જશે.

બતક શું ખાય બા? હંસ શું ખાય? જિનાએ પૂછ્યું.
બેટા, બતક, બગલા, હંસ એ બધા પાણીમાં રહે એટલે માછલી ખાય.
ઓહ, સુંદર મજાની માછલી? કેમ? એમને મમ મમ નથી ભાવતું?, જિનાએ પૂછ્યું.
માછલી અને રમતનું નામ પડતાં જ જિનાને જોડકણું યાદ આવ્યું ને એ તો ગાવા લાગી.

‘મછલી જલની રાની છે.
જીવન એનું પાણી છે.
હાથ લગાવે ડરી જાય.
બહાર નીકળે તો મરી જાય.’

બાએ એને ધીમે ધીમે સમજ પાડી કે પંખીઓ અનાજના દાણા ખાય. ખેતરમાં જાય ને એમના માટે ચબૂતરા બનાવાય.
પણ બતક, બગલો, હંસ એ બધા પાણીમાં રહે એટલે માછલી ખાય.

ચાલતાં ચાલતાં જરાક આગળ ગયા અને કોઇ બે મિત્રો લાકડી અને દોરી વડે પાણીમાં કંઇક રમત કરતા હતા.
જિનાએ પૂછ્યું, બા આ લોકો શું રમે છે?
બા કહે, એ લોકો માછલી પકડે છે.
માછલી અને રમતનું નામ પડતાં જ જિનાને પાછું જોડકણું યાદ આવ્યું ને એ તો ગાવા લાગી.

‘મછલી જલની રાની છે.
જીવન એનું પાણી છે.
હાથ લગાવે ડરી જાય.
બહાર નીકળે તો મરી જાય.’

ભોળી જિના પાછી ઉદાસ થઇ ગઇ. કેમ એ લોકો માછલીને પકડશે?
એવું તો ના કરાયને? માછલીને તો હાથ લગાડીએ તોય ડરી જાય. મરવાની વાત તો એને ક્યાંથી સમજાય?
પણ માછલીને હાથ લગાડીએ તો એ ડરી જાય એટલે એવું ના કરાય એવી સમજ તો ત્રણ વરસની બાળકીને પણ હતી જ.

બા પણ વિચારવા લાગ્યા, હં લોકો માછલી પકડીને ખાય છે એટલે બતક, બગલા અને હંસને માછલાં ખાવા નહિં મળતાં હોય.
એમને ભૂખ લાગતી હશે ને અનાજનાં દાણા ખાવા આવતાં હશે.
બીજા દિવસથી બા અનાજનાં દાણાંની સાથે રોટલી, બ્રેડ વગેરે લેતાં આવ્યાં. ને જોતજોતામાં તો ગણ્યાં ગણાય નહિં એટલાં બતક ટોળે વળ્યાં.
હંસ પણ ઝપટ કરીને રોટલીનું બટકું લેવા આવી જતાં.
જિનાને તો બહુ મજા પડી.

બા વિચારવા લાગ્યા કે કોનો ખોરાક કોણ ખાય? માણસજાત આમ માછલાં પકડીને ખાય ને બિચારાં બતક, બગલા ને હંસ ભૂખ્યાં રહી જાય તે રોટલી માટે પડાપડી કરે છે.
ને પછી તો બા અને જિના રોજ કબૂતર અને હોલા માટે અનાજનાં દાણા અને બતક માટે રોટલીને બ્રેડ લાવતાં.

જિનાની તો બધા સાથે ભાઇબંધી થઇ ગઇ. વરસાદ હોય ને ચણ અને રોટલી નાંખવા જવાતું નંઇ તો જિનાને ય ખાવાનું ભાવતું નંઇ એવી એમની ભાઇબંધી થઇ ગઇ.
અનાજનાં દાણાં ચબૂતરા પાસે વેરે ને જિના બોલે, ‘આવો…આવો…આવો…’
પછી રોટલી, બ્રેડનાં ટૂકડાં કરીને પાણીમાં બતકને ખવડાવે ને જિના બોલે, ‘બતકને હબૂકપોળી’.

Advertisements

8 Comments »

 1. all ur posts regarding JINA are always nice!!

  Comment by મૌલિક રામી "વિચાર" — September 22, 2015 @ 5:16 am | Reply

  • આપ આટલું ધ્યાનથી વાંચો છો ને તમને પણ બાળપણની વાતોમાં મજા પડે છે એ જાણીને મને પણ આનંદ થયો ને લખવાનું ગમતું જાય છે.

   Comment by hirals — September 22, 2015 @ 5:23 am | Reply

 2. બાળકોની સાથે(ખરેખર સાથે) રહેતાં માબાપ અદ્ભૂત વાર્તાઓ રચી શકે.
  અમે પણ જિના સાથે હબૂકપોળી ખવડાવી.

  Comment by Kalpana Desai — September 22, 2015 @ 6:18 am | Reply

  • વાત તો ખરી પણ એવો સમય જ ના રહે કે કંઇ લખી શકીએ નિરાંતે બેસીને . મારું મોટાભાગનું કામ પરોઢિયે જ હોય છે. ક્યારેક અઢધી રાતનું .

   Comment by hirals — September 23, 2015 @ 8:16 am | Reply

 3. મારી ગ્રાંડ ડોટર હેતલ જ્યારે નાની જીના જેવી બાળકી હતી ત્યારે અમે એને લાઈબ્રેરી પાસેના નાના પોંડ પર ઘેરથી લાવેલા બ્રેડના ટુકડા સાથે લઇ જતા ત્યારે એ બ્રેડના ક્રંપ પાણીમાં નાખીને બતકાં અને માછલીઓને ખવડાવતી એ દ્રશ્ય યાદ આવી ગયું. આ જ ગ્રાંડ ડોટર હેતલને બે દિવસ પહેલાં જ કપાતા હૃદયે કોલેજ અભ્યાસ માટે મૂકી આવ્યા ! છોકરીઓ બહુ જલ્દી મોટી થઇ જાય છે એમ કેમ લાગ્યા કરે છે ?

  Comment by Vinod R. Patel — September 22, 2015 @ 4:53 pm | Reply

  • સાચી વાત છે. મારા માવતરને પણ એમ જ થાય છે મારા માટે ઃ)

   Comment by hirals — September 23, 2015 @ 8:15 am | Reply

 4. Ur jina is very cute!!

  Comment by મૌલિક રામી "વિચાર" — September 23, 2015 @ 2:24 am | Reply

 5. very nice Hiral. you get it in collected form. then pl send me all in word file. nice stories… real !
  .

  Comment by readsetu — September 28, 2015 @ 7:55 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: