Hiral's Blog

September 16, 2015

વર્તમાનમાં રહેવાની કળા અને વિસ્મય

ગમે તેટલું આપણે મહાવરો કરીએ કે કહીએ હું વર્તમાનમાં રહું છું. બાળક આપણાંથી સો/હજારો કદમ આગળ જ છે.
આજનું તરોતાજા ઉ.દા.
૧) કાકડી ખાતા ખાતા,
આ જો મમ્મી, ગોળ કાકડી શું છે?
.
.
.
.
.
જિનાનો જવાબઃ આ છે ને,આખા ચાંદામામા (પૂનમનો ચાંદો)
પછી એક નાનું બટકું ભર્યું,
જો હવે, જરાક નાના ચાંદામામા થઇ ગયા.
પછી બીજું નાનું બટકું ભર્યું.
જો હવે, એનાથી જરાક નાના ચાંદામામા.
.
.
.
પાંચ-છ બટકા પછી, હવે જો આ છે ને, બીજનો ચાંદો, હેં ને!
પછી ખાઇ ગઇ, હવે, આજે ચાંદામામા નહિં દેખાય.
હું આખો ચાંદો ખાઇ ગઇ.
હવે ફરીથી, ચાલ……..

…..
કરવા જેવું છે હોં.

૨) સ્કૂલમાં માઇકમાં કંઇક અનાઉન્સ થઇ રહ્યું હતું.
મારું ધ્યાન એ સાંભળવામાં હતું.
જિનાઃ મમ્મી, જો ટનલ જેવું.
મને કંઇ સમજાયું નંઇ.
એણે ફરીથી કીધું. ટનલ જેવું.
હજુ ના સમજાયું.

જિનાઃ ઓહ, જો માઇકમાં બોલે છે ને એ ઉપર છત પરથી પાછું બીજીવાર જરાક સંભળાય છે.
ટનલમાં એવું જ થાય ને!

મમ્મીઃ હા, એને ‘ઇકો – પડઘો’ કે’વાય.

૩) અઢીથી ત્રણ વરસની જિનાને સ્ટેચ્યુ-ઓવર ગેઇમ બહુ જ ગમતી.
એની માસીએ એમાં વધુ સરસ ઢાંચો શીખવ્યો. (જો કે એ રુબરુ રમવાની જ મજા આવે)
અહિં માત્ર નોંધઃ

બે જણા તાળી આપીને રમે.

આમ ચોરી, (રાસ તાળી)
બે તાળી
ચપ્પા ચોરી (રાસ તાળી),
બે તાળી
ગરમ મસાલા (રાસ તાળી),
એક તાળી,
પાની પૂરી (રાસ તાળી),
એક તાળી,

ઝડપથી,
આમ ચોરી, (રાસ તાળી)
એક તાળી
ચપ્પા ચોરી (રાસ તાળી),
એક તાળી
ગરમ મસાલા (રાસ તાળી),
એક તાળી,
પાની પૂરી (રાસ તાળી),
એક તાળી,

સ્ટેચ્યુ…….
જે ખડખડાટ હસે (એ હવે ઝડપથી સામે વાળાને સ્ટેચ્યુ કહે એની મજા તો……કોઇ વિશેષણ ના જડે)

૪) જરાક અમથી બેઠી હોય એની જ વાર (પછી એ પોટી સ્ટેન્ડ કેમ ના હોય?)

એક હાથની પાંચ આંગળી બીજા હાથની આંગળીઓથી માત્ર નાનાં ટેરવાં દેખાય એમ છૂપાવીને કહે,
આમાં, નાની આંગળી ગોત તો?

જો આપણે બતાવી શકીએ તો,

સા….સા….ચુ…ચુ..ચુ…(હકારમાં ડોકુ ધુણાવતા જ સ્તો)

જો ના ગોતી શકીએ તો એને બહુ મજા પડે.

ખો…ખો…ટુ…ટુ…ટુ….(નકારમાં ડોકુ ધુણાવતા જ સ્તો)

પોટી સ્ટેન્ડની બીજી ઘણી મસ્તી,
મમ્મી, હું તો ગઇ’તી પોટી માટે,
પણ પેલા શુશુ થઇ ગ્યું, પછી પોટી આયું.
કોઇક વાર એવું જ થઇ જાય…
મમ્મી, બધાને એવું જ હોય? તને અને ડૅડીને પણ?

૫) ત્રણ વરસની જિનાની બહુ જ ગમતી જાતે બનાવેલી રમત (સ્ટેચ્યુ-ઓવરનું નવું વર્ઝન).
આપણે એક રુમમાંથી બીજા રુમમાં જતા હોઇએ,
અને સિગ્નલ લઇને આવે.

રેડમેન —-સ્ટૉપ

જરાક વાર રહીને કહે,

નાઉ,

ગ્રીનમેન…ગો.

૬) કારપેટ (ગાલીચા) પર ચાલતાં ચાલતાં,
મમ્મી આ ડીઝાઇન કેમ બનાઇ છે? (ગાલીચાની બોર્ડર)
રસ્તા પર જેમ ફૂટપાથ હોય છે ને એવી.
ચલ, અહિંયા રમીએ? સ્કૂટર(યુ.કેની ભાષામાં- પણ આમ સાઇકલ જેવું) ચલાવવું હોય ને તો આ ફૂટપાથ પર
અને કાર રમીએ ને, તો રસ્તા પર જ હં.

૭) ફૂટપાથ-રસ્તાનું નવું વર્ઝન એ ક ગાલીચા પર. (દ્રષ્ટિ એવી સૄષ્ટિ)
હવે જો આ વચ્ચે જે ડિઝાઇન જેવું છે ને એને રેલ્વેના પાટા બનાઇ દઇશું?
છૂક છૂક, મજા આવશે. ચાલ.

૮) મમ્મી, તું શું કે’વાય?
મમ્મીઃ ગર્લ.
જિનાઃ ના મમ્મી, ગર્લ તો હું છું.
પેલું ટોઇલેટ્માં લખ્યું હોય છે ને, એવું તને શું કે’વાય?
મમ્મીઃ ખબર નંઇ બેટા તું શું કે છે.
જિનાઃ મમ્મી, ટૉઇલેટમાં બધે નંઇ મોટા બોઇઝ અને મોટી ગર્લ્સ માટે હોય છે ને!
મમ્મીઃ ઓહ, મને વુમન કહેવાય.

૯) વુમનનું આગળનું વર્ઝન
જિનાઃ તે મમ્મી, બધી વુમનને પેટમાં દુઃખે?
મમ્મીઃ એટલે? શું કામ વુમનને પેટમાં દુઃખે?
ના,
જિનાઃ
કેમ કોઇ વુમનને એનું બેબી બે વરસનું હોય અને દુઃખે
કોઇને ત્રણ વરસનું બેબી હોય તો દુઃખે,
પણ બોયઝ અને ગર્લ્સને તો નથી દુઃખતું ને,
ખાલી વુમનને જ કેમ દુઃખે? ડૅડી લોકોને પણ ના દુઃખે મમ્મી.
પછી બેબી એક વરસ મોટું થાય તો જ મટે?
બીજી કોઇ દવાથી કેમ ના મટે? મમ્મી?
કેમ વુમનને દુઃખે?
પાછો કોની મમ્મીને દુઃખે છે, કોની મમ્મીને નથી દુઃખતું, બધો ડેટા એની પાસે હાજર હોય.

….
હે….ભગવાન (ક્યાંથી અને કેવી રીતે….ઝપ…ઝપ…ઝપ…પ્રકાશના તેજ કિરણની જેમ બાળકોની શીખવાની પ્રક્રિયા ઝડપી છે)

૧૦) રક્ષાબંધનના આગલા દિવસે, (રાતે સૂતા સૂતા)
જિનાઃ મમ્મી, મામા તારા શું થાય?
મમ્મીઃ મારા ભાઇ કે’વાય.
જિનાઃ હં,
અને તું એમની શું થાય?
મમ્મીઃ બહેન
જિનાઃ હં,
અને તું માસીની શું થાય?
મમ્મીઃ બહેન
જિનાઃ હં,
મારી વધારે નજીક આવીને, (સિક્રેટ સવાલ)
તો પછી મમ્મી ડૅડી તારા શું થાય?
મમ્મીઃ મિલન.
જિનાઃ એમ નંઇ મમ્મી,
મિલન તો એમનું નામ છે,
એ મારા ડૅડી થાય,
પણ તારા શું થાય? (અવાજ વધુ ધીમો કરીને)
મમ્મીઃ ઓહ,
એ મારા પતિ થાય.
જિનાઃ હસવા લાગી, પતિ?
તો તું એમની શું થાય?
મમ્મીઃ પત્ની., ચાલ હવે, વધારે સવાલ-જવાબ કર્યા વગર સૂઇ જા તો.

મમ્મી વિચારે, જે નથી શીખવતા એ પણ જાણી જ લે છે. અને કેવી ખબર પડે છે કે જાહેરમાં પૂછવામાં જોખમ છે.

Advertisements

2 Comments »

 1. આમ ચોરી, (રાસ તાળી)
  બે તાળી
  ચપ્પા ચોરી (રાસ તાળી),
  બે તાળી
  ———–
  આનો વિડિયો મસ્ત બને,

  બાળક પાસેથી તો બહુ જ શીખવા જેવું હોય છે. કમભાગ્યે આપણે આપણી જાતને બૌ હુંશિયાર માનીએ છીએ.

  Comment by સુરેશ — September 17, 2015 @ 11:37 am | Reply

 2. આજના બાળકોમાં જિજ્ઞાસુ વૃતિ અને એમનો બુદ્ધિ વિકાસ ગજબનો જોવા મળે છે. આજુબાજુના વાતાવરણ માંથી એ ઘણું ગ્રાસ્પ કરે છે.અઢી ત્રણ વર્ષની જીનામાં ઘણો માનસિક વિકાસ એની વાતો અને આચરણ ઉપરથી જોઈ શકાય છે.
  જીનાને અને એના વિકાસમાં ઊંડો રસ લઇ રહેલ પેરન્ટસને પણ ધન્યવાદ

  Comment by Vinod R. Patel — September 20, 2015 @ 11:35 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: