Hiral's Blog

September 12, 2015

જ્યારથી મમ્મી મારું નામ

હીરલ હીરલ નામ સહુ જાણે,
સહુ મને એ નામે બોલાવે,
પણ દીકરીના જન્મ સમયે,
ઉંઆ ઉંઆ મારું બાળક રડ્યું,
સૌ બેબીની મમ્મી બોલાવે,
ત્યારથી મમ્મી મારું નામ.

પી પી, છી છી સાફ કરવાનું,
માલીશ કરીને નવરાવવાનું,
બાળકને બે-બે કલાકે ધવરાવવાનું,
ખાવા -પીવામાં સખત પરેજી,
નિત્યક્રમ નવેશરથી ગોઠવાયો
જ્યારથી મમ્મી મારું નામ.

બેસતા શીખે, ઉઠતા શીખે,
ચાલતા, દોડતા ને કૂદતા શીખે,
દિવસે દિવસે ચોકીપહેરો વધતો,
બીજો કશો સમય ના બચતો,
તોયે આનંદ અતિ અપાર,
જ્યારથી મમ્મી મારું નામ.

મા – પા પા બોલે જ્યારે,
ઘર આખું હરખાતું ત્યારે,
આખા ઘરમાં ઉધમ મચાવે,
થાકવાનું નંઇ મમ્મી તારે,
જરાક મમ્મી થાકી જાણે,
ખિલખિલ કરતી આવતી ત્યારે,
લાગતું એને મમ્મી થપ્પો રમાડે
જ્યારથી મમ્મી મારું નામ.

ડૅડી ઑફિસેથી આવે,
મમ્મીને જરાક રાહત લાગે,
ડૅડી થાક્યા-પાક્યા આવે,
મમ્મી પર અકળાય વધારે,
બેબીને ત્યારે રડવું આવે,
ડૅડી-મમ્મી બધું ભૂલીને,
રમવામાં મશગૂલ બને વધારે,
જ્યારથી મમ્મી-પપ્પા અમારું નામ.

જરાક નિરાંતનો શ્વાસ લઉં ત્યાં,
‘મમ્મી મારી સાથે રમ ને!’ સંભારે,
કેવો થાક ને કેવો કંટાળો?
આ શબ્દો હવે યાદ પણ ના આવે,
જ્યારથી મમ્મી-પપ્પા અમારું નામ.

રમ્યા કરવાનું મમ્મીએ તારી સાથે,
તોયે ખાવા-પીવાનું ટાઇમ પર સાંભરે,
સુપરવુમન બનવું અતિભારે,
પપ્પા પણ ઘરકામ શીખે છે,
જ્યારથી મમ્મી-પપ્પા અમારું નામ,

દિવસે દિવસે મોટી થાતી,
કુતુહલવૃત્તિ વધતી જાતી,
વાતે વાતે ‘કેમ’ પૂછતી,
જવાબ આપવાનું અઘરું કામ,
પળે પળે કરવું અત્યારે,
જ્યારથી મમ્મી-પપ્પા અમારું નામ.


હજુ ઘણું લખવું છે.
ભાગ-૨ ફરી ક્યારેક

Advertisements

3 Comments »

  1. માતૃત્વની સરસ કવિતા
    આ સુજા એમ જ ‘દાદા’ બની ગયો!

    Comment by સુરેશ — September 13, 2015 @ 1:59 pm | Reply

  2. yes in this poetry you made very good presentation of Trio- Mummy – Pappa and newly born baby – growing step by step..

    Comment by mhthaker — December 12, 2016 @ 4:28 pm | Reply

  3. આનું જ નામ માતૃત્વ.

    Comment by P. K. Davda — December 12, 2016 @ 5:19 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: