Hiral's Blog

September 10, 2015

ટોક ટોક કરવાથી બાળક બહુ આક્રમક પ્રતિક્રિયા આપે છે

જિના હમણાં ત્રણ – ચાર મહિનાથી અવાર નવાર નહિં ન્હાવા માટે બહુ જિદ કરતી હતી.
માથું તો ધરાર ધોવા નહોતી દેતી. બબલ શેમ્પુ, ટીયરલેસ શેમ્પુ, સ્વીમીંગ ગોગલ બધું ટ્રાય કર્યું પણ કોઇ ઉપાય કારગર ના નીવડે.
રવિવારની સવાર, ક્યારે એને સમજાવવામાં અને છેવટે રડાવવામાં બપોર પડી જતી એનો ખ્યાલ ના રહેતો.
એક વખત વગર રડાવ્યે સમજાવવા પ્રયત્ન કર્યો.
પાર્કમાં નહિ લઇ જઉં એમ કીધું અને એણે સામે કીધું ભલે, ‘પાર્કમાં પણ નંઇ જાય પણ માથું તો નહિં જ ધુવે’.
પહેલો દિવસ.
બેનબા રડે નહિં, ને ધાર્યું કરાવે એવા.
મમ્મી પેલી બહેનપણીને બોલાવને, તારી ફ્રેન્ડને બોલાવને….વગેરે…..
સાફ કરી દીધું કે કોઇને ગંધાતા છોકરાઓ ના ગમે, તારા માથામાં જુ પડે તે બીજાનાં માથામાં જાય એટ્લે કોઇ તારી સાથે નહિં રમે.
ધરાર ના માની.
બીજો દિવસ.
થોડી થોડી વારે મને પટાવવા પ્રયત્ન કરે, બપોરે એક શાળામાં રજિસ્ટ્રેશન માટે જવાનું હતું અને રસ્તો પાર્ક પાસેથી જ હતો.
મારી સાથે ત્યાંથી પસાર થઇ, પણ જાતે જ બોલે, મેં તો માથું નથી ધોયું એટ્લે હું તો પાર્કમાં નહિં રમી શકું.
રમવાની લાલચ જરાક બતાવે ને પાછી મચક પણ ના આપે.
‘મિયાં પડે તોય ટંગડી ઊંચી ને ઊંચી’.
ઘરે આવી ગઇ પણ માથું ધોવાનું નામ નંઇ ને પાર્કમાં જવાનું ય નામ નંઇ.
સાલું મારી તો કાપે તો લોહી ના નીકળે એવી દશા થઇ ગઇ.
ત્રીજો દિવસ.
હું તો હવે અમદાવાદ મારી મમ્મી પાસે જવાની, મને એની બહુ યાદ આવે છે.
જિના મને ભેટીને કહે, હું માથું નથી ધોતી એટલે?
મેં કીધું, હા.
તો હું માથું ધોઇ લઇશ અને માની ગઇ.
—-

પણ દર વખતે બહુ સમય લે ને ગાંઠે જ નંઇ. રોજ ન્હાવામાં પણ ‘ના ના વધતી ગઇ’.
ઘરે મહેમાન આવ્યા પછી તો ઓર જિદ્દી થતી ગઇ.
કોઇનું ના માને, માને તો ખાલી મારું જ અને એમાં પણ ઘણો સમય લે. પાછું મારે એને નહાવડાવવાનું નહોતું (ટબની હાઇઅટને લીધે કમરનો દુખાવો થાય એ પોસાય તેમ નહોતું) અને મિલનને આંખે પાણી આવી જાય.
રોજ ઓફિસ જવામાં મોડું થાય.
ઘરના મહેમાનોએ બીડું ઝડપ્યું ને કોઇનું જ ના માને.
હવે માત્ર મેં જ એને ન્હાડાવવી એવો નિયમ કર્યો અને ગાડી પાટે ચઢી ગઇ.
ઘરમાં મહેમાનોની એક ટિપ્પણી વધુ આક્રમક બનતી ગઇ.
‘કોઇનું માનતી જ નથી, બસ મમ્મી કે તો જ કરે’.

મારી ધીરજની હદ આવી ગઇ.
મેં ધીમેથી ગૌતમબુધ્ધની ગોળ વાળી વાર્તા કરી.
ટુંક સાર એવો હતો કે,
‘મહેમાનો પોતે વેકેશનનાં મુડમાં હોઇ ન્હાવામાં ઘણાં અનિયમિત હતાં’,
‘મિલન પણ એમના ફરવાના પ્ર્ગ્રામ ગોઠવવામાં સમય આપતો હોઇ, ઉતાવળમાં ન્હાવામાં અનિયમિત બનેલો.’
બાળકો ખાલી ઠાલા શબ્દો સાંભળતા નથી. ‘આપણે પણ આવો ઠાલા શબ્દોનો અનુભવ કરીએ જ છીએ ને!’

માથું નહિં ધોવા પાછળનું એનું કારણ ધીમે ધીમે સમજાયું કે એને ફવારાના પાણીની તેજ ધાર વાગતી હતી.
જે ધીમે ધીમે ન્હાવાની અનિયમિતતામાં પરિવર્તન પામેલી પણ ખાલી મમ્મીનું માનતી એનાં બે કારણો હતાં.
મમ્મી માટેની લાગણી અને મમ્મી રોજ ન્હાય છે એટલે મમ્મીનાં શબ્દોની અસર.

હવે ઘરમાં મહેમાનો એને ન્હાવાની વાતે કશું બોલતા નથી.
હવે, રોજ જિના ન્હાય છે. મહેમાનોની ગેરહાજરીમાં માથું પણ વગર રડ્યે ધોવડાવી લીધું.

ટોક ટોક કરવાથી બાળક બહુ આક્રમક પ્રતિક્રિયા આપે છે એ મેં નજરે જોઇ લીધું.

Advertisements

3 Comments »

 1. Very very touchy hiralben

  Comment by મૌલિક રામી "વિચાર" — September 10, 2015 @ 3:47 pm | Reply

 2. મેનેજમેન્ટના સિદ્ધાંતો બાલ ઉછેર માટે એટલા જ પ્રસ્તુત હોય છે. અંગ્રેજીમાં વધારે ઠીક રહેશે…
  Behaviour of a parent has to be ADULT !

  Ref. PAC analysis of behavioural science, we studied this in an in house management seminar at AECo.

  https://en.wikipedia.org/wiki/Transactional_analysis

  A parent’s behaviour has neither to be agressive nor submissive BUT…. assertive.

  This works in all matters of human activity too.
  Note…
  Gandhiji was ASSERTIVE.

  Comment by સુરેશ — September 11, 2015 @ 11:49 am | Reply

 3. આ તારી નોંધો એક દિવસ બહુ મોટું સરસ પરિણામ આપશે. હીરલ… લખતી જ રહેજે…

  Comment by readsetu — September 11, 2015 @ 5:53 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: