Hiral's Blog

August 22, 2015

માનવસર્જન એટલે?

Filed under: બાળ ઉછેર,મનની વાત — hirals @ 12:21 pm

માનવસર્જન એટલે?

જો કોઇ મશીનનું સર્જન કરવા ૨૦-૨૨ વરસ સુધી પધ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે તો એક માણસના સર્જનમાં આટલી બધી બેદરકારી કેમ?

કેળવણી એટલે?

કેળવણી એટલે કુંડામાં બીજ રોપ્યા પછી રોજ એને પૂરતા ખાતર, હવા-ઉજાશ, પાણી, અને મીઠી માવજત.

આપણને થાય આ તો કુદરતી અને સહજ છે.
પણ જો બીજ જ ફળદ્રુપ ના હોય તો?

ગમે તેટલી માવજત કરીએ……જોઇએ એવા ફળ-ફૂલ નથી બેસતા. ખરું ને?

કાશ, ગર્ભ રહે ત્યારથી જ પુરતી કાળજી, પુષ્કળ પ્રાણવાયુ, અમુલ્ય પ્રસન્ન અને હકારાત્મક ચેતાતંત્ર દરેક માતાને અને એના સાથીને મળ્યું હોત તો?
આ પૄથ્વી કેવી ભવ્ય બની હોત!

કાશ, સફળ બાળકોનું થાય છે એનાથી અધિક તેમની માતાઓ અને પિતાઓનું સન્માન થતું હોત તો? તો કદાચ દરેક માતા-પિતા સફળ માતાપિતા બનવા અથાક મહેનત કરત. દરેક માતા-પિતા મૂલ્યનિષ્ઠ જીવન જીવવા પ્રયત્ન કરત.
કાશ, બાળકીઓને શરુઆતથી વ્યવહારિક કુશળતાઓ (અને લૌલિક શિક્ષણની) સાથે જ ઉંચો દરજ્જો અને એક સર્જનહારની નજીકની જગ્યા મળ્યાની જવાબદારીવાળો અહેસાસ મળ્યો હોત તો? દરેક બાળકી શરુઆતથી જ પોતાનું સ્ત્રી તરીકેનું બહુમાન સ્વીકારીને રુઆબભેર કશાય સંઘર્ષ વિના અને અથાક મહેનત એક અભુતપૂર્વ માનવના સર્જન માટે કરત.

કુદરતની એક સીધી સાદી પ્રક્રિયા કે જેમાં જો કચાશ હોય તો એ વર્ષો સુધી સહજ સામે નથી આવતી આથી ગર્ભથી જ માનવસર્જનની ગંભીરતા સમજાતી નથી.

2 Comments »

  1. આયુર્વેદમાં ગર્ભાધાનથી લઈને પ્રસવ સુધીની કાળજીનું આખું પ્રકરણ છે !!

    ત્યાર બાદ તો આખો આ પંચમ વેદ માણસની – અલબત્ત શારીરીક સુખાકારી માટેનો જ છે. જોકે તેમાં પણ માનસીક અને આધ્યાત્મીક સુધીની લાઈન દોરી મળશે.

    એટલે બીજારોપણથી લેવાની કાળજીનું આખું શાસ્ત્ર છે જ પણ તમારા કહેવા મુજબનું શૈક્ષણીક માળખું ક્યાં ? ને આ સવાલ તો આપણા શીક્ષણતંત્રનો કાયમી છે.

    Comment by jugalkishor — August 22, 2015 @ 1:51 pm | Reply

  2. ખૂબ સરસ લેખ..હકીકત વાત છે તમારી

    Comment by મૌલિક રામી "વિચાર" — August 22, 2015 @ 2:14 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: