Hiral's Blog

August 13, 2015

ત્રણ વરસની થયા પછીની પ્રવૃત્તિઓ.

ત્રણ વરસની થયા પછીની પ્રવૃત્તિઓ.

૧) રંગકામમાં વધારે હાથ બેઠો છે.

૨) કાતરકામ બહુ જ ગમે છે.

૩) વાંચવામાં વધુ ને વધુ રસ લે છે. સ્ટોરીબુકની એક એક લીટી આંગળી ફેરવતા ફેરવતા જ વાંચી સંભળાવવાની.
ચાર-પાંચ મહિના પહેલા તો
(!) ને ઉંધો ‘આઇ’ છે એમ વાંચવાનું કહેતી. ડાબેથી જમણે વાંચ્યા પછી, જમણેથી ડાબે વાંચવા આગ્રહ કરતી.
મને બહુ સમજાવતી કે હવે જમણેથી ડાબે વાંચ.
M W, d,b,p,q માં ભૂલો કરે છે.

૩) હવે ઘડિયાળમાં સમય જોવામાં રસ પડે છે.

૪) હવે ઢીંગલી સાથે રમે છે પહેલા એને ક્યારેય એવી રમતમાં મજા નહોતી પડતી. પણ હવે સવારે એની ઢીંગલીને દૂધ પીવડાવવાથી લઇને એને નવરાવવું, ખવડાવવું બધું ધ્યાન રાખે છે.

૫) એને પાર્કમાં નવી નવી કસરતો થાય એવી રમતો બહુ જ ગમે છે.

૬) સ્કેટીંગ જલ્દી શીખી જશે એમ લાગે છે. બાઇસિકલ પણ શીખવામાં રસ લે છે. સ્વીમીંગથી ડરે છે.

૭) ઘરમાં ચેરી ટમેટો, કોથમીર, મેથી, તુલસી, ફુદીનો ઉગાડ્યો છે એને પાણી પાવું બહુ જ ગમે છે. નવા પાંદડા, ટમેટું રાજી થઇ થઇને જુવે છે.

૮) બાળકો સાથે હળી-મળીને રમવું બહુ જ ગમે છે. સ્કૂલે જવા અધીરી છે. હવે એ મમ્મી સાથે રમી રમીને થાકી છે. સ્કૂલની વિઝિટ વખતે જ એણે બે મહિના પહેલા કીધેલું, પછી તું જતી રહેજે, હું માલી ફ્રેન્ડ સાથે રમીશ. હં.
(એની આવી વાતોથી એક આંખ રડે છે ને બીજી હસે છે).

૯) ઘરમાં મોતીની માળા પરોવવી, પઝલ બનાવવા, સાપ-સીડી રમવું અને હમણાંથી ઓરીગામી (હોડી અને બતક) બહુ ગમે છે.

૧૦) રોટલી વણવી ગમે છે. ઘરકામમાં મદદ કરવામાં મૂડી થતી જાય છે પહેલા સાંભળતી અને કહ્યું કરતી. હવે પટર પટર બોલે છે. કરવું હોય તે જ કરે છે.

બહુ જ સાચું છે કે બાળકો સાથે બાળક બની ને જ કામ થાય. અને એ લોકો સૂચનો કરતાં વધુ અનુકરણથી શીખે છે એમાં કોઇ બેમત નથી.
સૂચનાઓ જેવી કે’ બ્રશ કરી લે’ વગેરે પસંદ નથી હોતા.
પણ એમ કહીએ, ચાલ, બ્રશ કરી લેશું? તું જાતે કરીશ? કે મમ્મીનું જોઇ જોઇને? હરખથી બોલાયેલા આવા શબ્દો બાળકો તરત ઝીલે છે અને કહ્યું કરે છે.

મને અને મિલનને ઘણી ટ્રેઇનીંગ મળી છે. સૌથી વધુ ફાયદો મને એ થયો છે કે હું વધુને વધુ વર્તમાનમાં રહેતા અને એની હાજરીથી આનંદમાં રહેતા શીખી છું.

Advertisements

6 Comments »

 1. બાળકો સાથે રમવું – એ વર્તમાનમાં રહેવાનું ફરીથી શીખવાનો સૌથી સહેલો અને મજાનો રસ્તો છે . મને ‘ઓરીગામી’ની ખબર એ રીતે જ પડેલી – એનો વિડિયો જોઈને.
  ઓરીગામી માટે આ વેબ સાઈટ સરસ છે.
  http://www.origami-instructions.com/
  હવે તો યુ ટ્યુબ પર ઘણા વિડિયો પણ છે.

  Comment by સુરેશ — August 14, 2015 @ 12:28 pm | Reply

  • Thanks Suresh Uncle for nice website suggestion. Yes these days many good youtube channel and videos for the same.

   Comment by hirals — August 17, 2015 @ 12:56 pm | Reply

 2. બાળકની નિર્દોષતા સૌને તેના રંગે રંગી દે છે. આપની આ ક્ષણોને મઢતા રહેશો તો માણવાની મજા બે ગણી થતી જશે…સુશ્રી હિરલબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Comment by nabhakashdeep — August 15, 2015 @ 7:19 pm | Reply

  • Thanks Ramesh Uncle.

   Comment by hirals — August 17, 2015 @ 12:57 pm | Reply

 3. બહુ જ મજા પડે છે હીરલ આ વાતો વાંચવાની. તું એકદમ સાચા રસ્તે છો. બાળ ઘડતરના ઉત્તમ રસ્તે.
  એક નાનકડી વાત. ‘નિર્દોષ’ પૂરતું છે. ‘નિર્દોષતા’ નહી.(વ્યાકરણની દૃષ્ટિએ ખોટું.) ‘કેવી નિર્દોષ !’

  Comment by readsetu — August 17, 2015 @ 9:43 am | Reply

  • Thanks Latamasi.

   Comment by hirals — August 17, 2015 @ 12:56 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: