Hiral's Blog

August 13, 2015

કેવી નિર્દોષ!

ત્રણ વરસનું સંતાન રોજ રોજ એટલું વૈવિધ્ય હાજર કરે કે આપણને પોતાને આશ્ચર્ય થાય અને વિમાસણ પણ કે કેટલું બધું ખબર પડે છે. ઝટપટ બધું શીખી લેતા હોય છે. એમની કાલીઘેલી કેટલી નોંધ કરીએ? સમય બહુ ઓછો પડે. એમ થાય કે સમય અત્યારે અહિં જ થોભી જાય.

તોય અમુક નોંધ રાખવા પ્રયત્ન કરું છું.
૧) ખિસકોલીની વાર્તા એક મહિનાથી રોજ ઘરમાં સાંભળવામાં આવે છે. (એનો સૌથી વધુ ફાયદો મને પોતાને થયો છે).

પહેલી વાર સાંભળીને એટલો રસ પડેલો અમારી ટબૂકને,
એનું નવું વર્ઝન માત્ર બે દિવસમાં જોરદાર હતું.

પછી છે ને, જિનાનો વાલો આયો,
તો જિના કહે, હું તો આટલી લાંબી, હવે મોટી થઇ ગઇ ને એકલી સ્કૂલે જઇશ ને પછી મારી મમ્મી ઓફિસે જશે.
તો ખિસકોલી તો ખિલખિલ કરવા લાગી, અમારા નાના બચ્ચાંઓની જેમ,
કહે વાહ જિનાબેન તમે તો બહુ હોંશિયાર, જાતે જ સ્કૂલે જશો, તમને મળીને મને બહુ મજા પડી.

પછી છે ને, તારો વાલો આયો,
તો તું કહે, હું તો આવડી મોટી, તો ખિસકોલી ખિલખિલ કરતી આવી અને મમ્મીને કહે, વાહ હિરલબેન તમને મળીને તો બઉ મજા આવી.

પછી છે ને, ડૅડીનો વાલો આયો,
તો ડૅડી કહે, હું તો બહુ બહાદુર, હું તો એકલો જ ઑફિસ જાઉં અને જિના અને એની મમ્મી રમે અને સ્કૂલે જાય.
તો ખિસકોલી ખિલખિલ કરતી આવી અને કહે વાહ મિલનભાઇ તમને મળીને બઉ મજા પડી. ખરેખર તમે બ….ઉ બહાદુર.

—-
દિવસ પર દિવસ જાય અને અમારી ખિસકોલી ક્યારેક ખેતરના પ્રાણીઓની મુલાકાત લે તો ક્યારેક વગડાના, ક્યારેક રણમાં ફરી આવે તો ક્યારેક માછલીને બતકને પણ મળી આવે.
બસ, જિનાને ખિસકોલીની બધી વાતોમાં બઉ મજા આવે,

જેવું ‘તમને મળીને બ…ઉ મજા પડી’. બોલીએ એટલે હસી હસીને પોતે મજા કરે અને અમને પણ કરાવે.
જેવું ‘ખિલખિલ કરવા લાગી’ બોલીએ એટલે પોતે એય ને રાજીની રેડ થઇ જાય અને ખિલખિલ કરવા લાગે.
જેવું ‘ખિસકોલી ભેટી પડી’. એમ બોલીએ એટલે એનાં નાના હાથ આપણને વીંટળાઇ વળે.

ઘણું બધું પ્રાણીઓની વિશેષતા વિશે શીખી ગઇ. દરેક વાતે એનું ‘કેમ’ તો હાજર જ હોય.
એક દિવસ જમવું નહોતું ને રમવું હતું તો મને કહે,
યાદ છે ને, હું ઉંટની જેમ વગર ખાધે-પીધે રમી શકું છું. મને રમવા દે….મને રમવા દે…..
મને નથી ખાવું, નથી પીવું.

એક દિવસ કહે, એ તો ફાવી જશે મમ્મી,
બતકનું બચ્ચું કેવું તરતા શીખી ગયું ને.

——-
મિલન એની બહુ મજા લઇ રહ્યો હતો.
જિનાઃ જો તું બહુ હસીસને મારા પર તો હું ‘કેમ’ પૂછવાનું શરુ કરી દઇશ.

—-
વચ્ચે મમ્મી હતી ત્યારે મિલનને ‘તમે’ કહેતા થયેલી પાછી ‘તું’ પર આવી ગઇ, એટલે મિલને એને કીધું,
‘તમે’ બોલવાનું.
સામો જવાબ, કેમ તમે બધા મને ‘તું’ કહો છો તો હું ‘તમે’ કહેવાનું એવું કઉં છું?
બે-ત્રણ દિવસ અમે બધાએ એકબીજાને તમે કહેવું શરુ કર્યું. બઉ મજા પડી.
—-

રમતા રમતા એનું ડાબા પગનું સેન્ડલ તૂટી ગયું.
રવિવારની સવારઃ મિલનઃ ચાલો , આજે જિનાના નવા સેન્ડલ લેવાના છે.
જિનાઃ વન મિનિટ, તૂટેલા સેન્ડલ ચેક કરી આવી. માલા છે ને, લેફ્ટ લેગનું સેન્ડલ તૂટ્યું છે. યાદ રાખજે હં,
રાઇટ લેગનું નથી લેવાનું ખાલી લેફ્ટ લેગનું સેન્ડલ લેવાનું છે.

—-
મિલનને બૉલ રમતા રમતા પૂછી રહી હતી. તને ‘ગનતા’ નથી આવડતું?
મિલને પહેલા તો મજાક કર્યા કરી, ‘ગનતા’? એ શું હોય?
જિના કહે, તને ગુજરાતી નથી આવડતું, કાઉન્ટીંગ પૂછું છું.
મિલન ઃ તને આવડે છે કાઉન્ટીંગ?
હા, તું મને ગ્રેપ્સ લાવી આપ હું તને પ્લસ, માઇનસ, કાઉન્ટીંગ બતાઇશ.
જાતે જ એક દિવસ ખાતા ખાતા ગણવા લાગેલી.
મમ્મી તેં કેટલી ગ્રેપ્સ આપી છે? ગણી.
પછી એક ખાધી ને ફરી ગણી એમ કરતાં કરતાં બધી વખતે ગણ્યું.
મિલન ઃ તને અંગ્રેજી આવડે છે?
જિનાઃ તો આ એ,બી,સી સૉગ ઇંન્ગલીશ કે’વાય. તને નથી આવડતું ને?

—-
જમતા જમતા મિલન રસોડામાં જવા ઉભો થયો, મેં કીધું, માઇક્રોવેવમાંથી દૂધના કપ લેતો આવજે ને.
જિનાઃ (મોટેથી) ગો ડૅડી એન્ડ ગેટ મિલ્ક ફોર મી.
મિલન કમર પર હાથ રાખીનેઃ તું મને ‘ગો ડૅડી’ કહે છે? અને મોટેથી બોલાય?
જિનાઃ ટૉન પણ બદલ્યો અને વાક્ય પ્રયોગ પણ, કામ થવું જોઇએ…..
જિનાઃ ઓકે, ડોન્ટ ગો ડૅડી એન્ડ ગેટ મિલ્ક ફોર મી. અને આંખો મટકાવવા લાગી.

કેવી નિર્દોષ!
——

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: