Hiral's Blog

July 17, 2015

હે બાળક તારાં અનેક રુપ

ચટર-પટર જિનાઃ
મમ્મીઃ એકની એક વાત કેટલી વાર કરીશ? તું મોઢામાં જીભ રાખીશ?
જિનાઃ મમ્મી, મારી જીભ મોઢામાં જ છે. એ બહાર નથી આવી. જો. સાચ્ચે.
પપ્પાઃ તું રસ્તા વચ્ચે ના ઉભી રહે. ક્યાંક વાગી જશે.
જિનાઃ પપ્પા હું બસ નથી, ઘરમાં વચ્ચે ઉભી છું. રસ્તા પર નથી ઉભી કાંઇ.

રમતિયાળ જિનાઃ મીઠી બાળ-હઠ
૧) આજકાલ એને સાપસીડીની રમતનો ચસકો લાગ્યો છે.
શરત ૧ઃ બધાનાં દાવ એ જ રમે. (એના બે-ત્રણ ટૅડીના પણ)
શરત ૨ઃ એ ગણી લે અને પછી આપણને પૂછે કેટલાં છે? (અને એક એક ટપકાં પર હાથ મૂકીને ગણાવે)
શરત ૩ઃ એ ભલે એકલી જ દાવ રમે. આપણે બેસવાનું ફરજિયાત.

૨) કમ્પ્યુટરમાં પણ એવું જઃ
એના હાથમાં હોય એટલે આપણે અડવાનું નંઇ જ. અને સાથે ઉભા રહેવાનું ફરજિયાત.

૩) લીફ્ટમાં ચાંપ દબાવવામાં પણ એના સિવાય કોઇ અડ્યું તો આવી જ બને.

૪) મોજાં પહેરવામાં, કપડાં પહેરવામાં બધે નાની-મોટી વાતોએ મીઠી બાળ-હઠ.

 

કારીગર જિનાઃ

એકાદ મહિનાથી એને રોટલી વણવાનો ચસકો લાગ્યો છે.

પહેલા થોડા દિવસ ચાર રોટલી વણતીઃ બે એની અને બે એના પપ્પાની (મારી અમદાવાદ જવાની વાતને એણે સીરીયસલી લઇ લીધેલી)

રાતના ઉંઘમાં પણ બોલે, મમ્મી તું અમદાવાદ નંઇ જતી. મને તારા વગર નંઇ ગમે.

માંડ એને સમજાવી શક્યા કે હું ક્યાંય નંઇ જાઉં.

એટલે હવે રોજ ત્રણ રોટલી વણે છે. (બીકોઝ શી ઇઝ થ્રી)

બધી રોટલી ગોળ થાય અને ફુલે પણ ખરી.

પણ, આવી કારીગરીનું ક્યાંય સન્માન કે કોમ્પીટીશન કેમ નંઇ?

જિનાનું કુતુહલઃ

મમ્મી તું લોટ સફેદ લે છે તો પછી પાણીથી બ્રાઉન કેમ થઇ જાય છે?

 

જિદ્દી જિનાઃ
આજની બે કલાક ચાલેલી જિદઃ મમ્મી, મને આ બલુન સાથે બાંધી દે પ્લીઝ. મને ઉડવું છે.
(એક નાનો ગેસનો બલુન એ ઘરમાં રમી રહી હતી, પણ એકાએક એને એ બલુન સાથે ઉડવાની ઇચ્છા થઇ. એની ઇચ્છા એટલી તીવ્ર હતી કે મારે એના ડૅડીને ફોન કરવો પડ્યો અને એમણે પ્રોમીસ કર્યું કે એક મોટા બલૂનમાં એને ઉડાડવા લઇ જશે….પણ એને તો આજે જ અને અત્યારે જ ઉડવું હતું. હાશ, હમણાં સૂતી ને મને થોડોક મારા વિચારોમાં ઉડવાનો અવકાશ મળ્યો)

Advertisements

6 Comments »

 1. તમારી જિના ખુબ જ cute છે.

  Comment by મૌલિક રામી "વિચાર" — July 17, 2015 @ 4:39 pm | Reply

  • આભાર મૌલિક ભાઇ. પણ બધાં જ બાળકો આવાં જ હોય છે. વત્તે ઓછે અંશે થોડી પ્રકૃતિ જુદી હોય અને પછી આસપાસનું વાતાવરણ. ઃ)
   આપણે પણ આવાં જ ક્યુટ હતાં. ખરું ને!

   Comment by hirals — July 17, 2015 @ 4:42 pm | Reply

   • હું cute ની સાથે શેતાન પણ ખુબ હતો.,મારા નાદાન ધમાલ ના કારણે હું મારા અંગ્રેજી ના શિક્ષક ને રોજ આંસુ ભેટ મા આપતો હતો,પણ જ્યારે સમજતો થયો ત્યારે ભગવાને મને એમની માફી માંગવાનો મોકો આપ્યો અને એ પણ અમદાવાદ મા નહી લંડન માં, જ્યા અનાયાસે મને મારા અંગ્રેજી ના શિક્ષક 10 થી પણ વધારે વર્ષ પછી મળયા અને મેં માફી માંગવાની તક ઉપાડી લીધી,

    Comment by મૌલિક રામી "વિચાર" — July 17, 2015 @ 4:51 pm

 2. bahu maja pade chhe Jina ni vato vanchavani.

  hu pan aajkal aa j anubhavo lau chhu. mara grandson pasethi.

  Comment by readsetu — July 17, 2015 @ 5:38 pm | Reply

  • હા, માસી, બધા બાળકો વત્તે-ઓછે અંશે એક જેવા જ હોય છે. બાળક સાથે બાળક બનવાની મજા જ ઓર છે નંઇ!.

   Comment by hirals — July 17, 2015 @ 7:16 pm | Reply

 3. વાહ, મજા આવી મૌલિકભાઇ તમારી વાતો સાંભળીને (વાંચીને)

  Comment by hirals — July 17, 2015 @ 7:14 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: