Hiral's Blog

July 7, 2015

અવલોકન અને અનુકરણ

આપણી દરેક વાત અને વર્તણૂંકનું જોરદાર અવલોકન અને અનુકરણ આપણાં બાળકો કરતાં હોય છે.
ખરી લેતીમેતી આપણી ત્યારે થાય જ્યારે એ આપણાં પર અજમાવે.

૧)
બે વરસને એકાદ મહિનાની જિનાઃ બહુ તૂતક તૂટક બોલે. મોટે ભાગે ઇશારાથી બધી વાતો સમજાવી શકે.

એક રાત્રે મને ખાસ ભૂખ નહોતી. લગભગ સૂવાનો સમય થયેલો (જિના સાડા આઠ કે વધુથી વધુ ૯ વાગ્યા સુધીમાં સૂઇ જાય) મિલન ઘરે આવ્યો મેં વાત કરી કે તું જમી લેજે, અમે તો સૂવા જઇએ છે. મને આજે ખાસ ભૂખ નહોતી એટલે જમી નથી તો વધે તો ફ્રીજમાં રાખી દેજે.
મિલન કહે, પાંચ મિનિટ તો બેસ.
મેં જિનાને તેડેલી તે નીચે મૂકી ને એની બાજુમાં બેઠી.

જિનાઃ ખાઇ લે ને મમ્મી, પ્લીઝ
એક બાઇટ મમ્મી,
જો જિના ખવડાવે,
પ્લીઝ મમ્મી ખાઇ લે.
આવું?
મને નંઇ ગમે.
થોડુંક.
પ્લીઝ મમ્મી હજુ એક બાઇટ.
શબ્દોથી વધુ એ અભિનયથી બોલતી હતી અને તો પણ આટલાં શબ્દો તો તૂટક તૂટક બોલેલી જ.

ત્યારે મને ખ્યાલ આવ્યો બાળક ખાવાની ના પાડે કે એની ઇચ્છા ના હોય કે એને ભૂખ ના હોય, આપણે કેટલી જબરજસ્તી ‘પ્રેમ અને કાળજી’ ના નામે કરીએ છીએ. એ અનુભવ પછી મેં ભાગ્યે જ એની સાથે એવી ભૂલ કરી હશે.


૨)
પોણાત્રણ વરસની થયા પછી એણે બપોરની ઉંઘ ત્યજી દીધી છે. હા, રાત્રે વહેલી સૂઇ જાય.

હવે એ ત્રણ વરસ ને એક મહિનાની થઇ.
પણ ગઇકાલે અને આજે એણે ટોડલર ગ્રુપમાં દરેક (આવતાં-જતાં) વખતે સ્કૂટર (search kids scooter) ચલાવેલું એટલે થાકેલી. મને એમ કે સૂઇ જાય તો સારું.
એ તો ના સૂતી પણ હું સૂઇ ગઇ. (હું બપોરે ભાગ્યે જ સૂઇ જાઉં અને એ પણ જિના જાગતી હોય તો મને તો આમ પણ કેવી રીતે સૂવાનો અવકાશ રહે? પણ આજે કંઇક અલગ બન્યું, મને ઝોકું આવી ગયું.)
હું ઉઠી તો એ તો હજુ જાગતી હતી અને એક પેન્સિલથી એની ચોપડીમાં રંગકામ કરી રહી હતી.
મને જરા પગે કળતર જેવું લાગતું હતું એટલે સૂતા સૂતા જ મેં પૂછ્યું, બેટા તેં કાલે વીક્સની ડબ્બી ક્યાં રાખેલી? મને લાવી આપને!

જિનાઃ મારી પાસે આવીને એકદમ પ્રેમથી,
મારા માથે હાથ ફેરવીને,
મમ્મી, હું છે ને તે અત્યારે બીઝી છું. પાંચ મિનિટ ઓકે?
પ્રોમીસ, હું તને પાંચ મિનિટ પછી લાવી આપીશ.
હેપ્પી?
તને મટી જશે.
હું જરા મારું કામ પતાવી લઉં….
ને જતી રહી….
ફરીથી કામ કરતા કરતાં જ બોલી. કદાચ મોડું પણ થાય મમ્મી, હું છે ને બીઝી છું.
પણ પ્રોમીશ હું આમાં રંગ પૂરી લઇશ ને પછી તને લાવી આપીશ.

હું ઉઠવા જાઉં તો એ ફરીથી આ વાક્યો રંગપૂરણી કરતાં કરતાં ૨-૩ વાર બોલી.

પંદરેક મિનિટે હું ઉભી થઇને અંદરના રુમમાં આવીને આડી પડી.

અડધો એક કલાકે જિના વીક્સની ડબ્બી લઇને આવી, બોલ, ક્યાં દુઃખે છે.
ડૉક્ટરની જેમ બધે હાથ ફેરવીને મને કહે, હમ્મ્મ મટી જશે.
શાયદ અહિંયા દુઃખતું હશે નંઇ? ને વીક્સ એનાં કોમળ હાથે લગાવવા લાગી.
ને કહે, મેં કીધું હતું ને ત્યારે હું બીઝી હતી, હવે કામ પત્યું એટલે આવી ગઇ. ને એની મુસ્કાન બોલી રહી હતી કે કેટલી કાળજી છે એને.

આપણે રસોઇ કરતી વખતે પણ આવું બધું એને પ્રેમથી કીધું હોય,
અને બાળક તો અનુકરણ કરવાનું જ.
મને ખબર જ ના પડી કે
એનાં કામની એકાગ્રતા માટે બિરદાવું કે મારું (કે કોઇ મોટાંનું) કામ કરીને તારું કામ કર એવી સલાહ આપું.

Advertisements

2 Comments »

  1. આ સ્ત્રીની જન્મજાત વિરાસત છે.કુદરતની રચનામાં દરેક બાળકી માતા બનવા સર્જાઈ હોય છે. આધુનિકાઓ આ સમજે તો માણસ જાતનું નસીબ. નહીં તો પુરૂષ સમોવડી બનવાની હોડમાં સ્ત્રીઓ માતૃત્વ ભુલી જશે- અને પછી માનવ જાતનો રેટ રેસ કરતાં પણ અધમ રેસમાં વિનિપાત થશે.
    સ્ત્રીઓએ માનસિક અને વ્યાવસયિક વિકાસ કરવો જ જોઈએ; પણ એમને જ મળેલી આ મહાન વિરાસત કદી ભુલવી ન જોઈએ.
    ટચ વુડ…..જિના ત્યાં ભણે છે. અને મને શંકા છે કે, એકાદ વર્ષ પછી સંગ દોષમાં એની આ મહાન મુડી ભુલી જશે.

    Comment by સુરેશ — July 8, 2015 @ 12:27 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: