Hiral's Blog

June 25, 2015

બાળવ્યવહારમાં માવતરની જવાબદારી

Filed under: Uncategorized — hirals @ 5:27 am

૧) જો તમારું બાળક વારંવાર ખોટું બોલે છે, કારણકે તમે તેમની ભૂલો માટે માટે વધુ પડતા કડક છો.
૨) જો ભૂલ કરીને તમારું બાળક તમને એમનાં સીક્રેટ શૅર કરતાં નથી શીખ્યું તો તમે એમને ગુમાવી રહ્યા છો.
૩) જો તમારા બાળકનો આત્મવિશ્વાસ ઓછો છે, કારણકે તમે એને પ્રોત્સાહન કરતાં વધુ સલાહો આપો છો.
૪) જો તમારું બાળક સ્વાવલંબનમાં શરુઆતથી કાચું પડે છે, કારણકે તમે એના માટે શરુઆતથી જ જાહેરમાં પણ કડક શિસ્તના આગ્રહી રહ્યા છો.
૫) જો તમારું બાળક કોઇકની વસ્તુ લઇ લે છે જે તેમની નથી, કારણકે તમે એના માટેની ખરીદીમાં એને પસંદગીની તક આપતા નથી.
૬) જો તમારું બાળક ડરપોક છે, કારણકે તમે એને ત્વરિત મદદ કરતા રહ્યા છો.
૭) જો તમારું બાળક બીજાંનું માન નથી જાળવતા, કારણકે તમે બાળકથી વાત કરવા કરતાં વધુ એમનાં માટે તમારા હુકમના પાલનના આગ્રહી રહ્યા છો.
૮) જો તમારું બાળક જલ્દીથી ગુસ્સે થઇ જાય છે, કારણકે તમે એના અવગુણો પર વધુ ધ્યાન આપો છો અને ગુણોને પ્રોત્સાહન આપવાનું ચૂકી જાવ છો.
૯) જો તમારું બાળક ઇર્ષાળુ છે કારણકે તમે એને ત્યારે જ પ્રોત્સાહિત કરો છો જ્યારે તે કોઇ કાર્ય સફળતા પૂર્વક પુરું કરે નહિં કે જ્યારે એ શક્ય પ્રયત્નોથી વધુ સારું કામ કરતો હોય પણ સફળતા છેટી રહી ગઇ હોય.
૧૦) જો તમારું બાળક તમને જાણીકરીને વારંવાર હેરાન કરે છે, કારણકે તમે એમને પૂરતું વ્હાલ અને હેત હાથમાં લઇને, બાથમાં લઇને આપતાં નથી.
૧૧) જો તમારું બાળક તમારાથી સંવાદ નથી કરતું, કારણકે તમે વસ્તુ પરિસ્થિતિને પૂરતી કાળજીથી સંભાળી શકશો તેવો વિશ્વાસ એમણે તમારામાંથી ગુમાવી દીધો છે.
૧૨) જો તમારું બાળક સામા જવાબો આપે છે, કારણકે તે જોવે છે કે તમે પણ તેમ જ કરો છો અને સમજે છે કે તેમ કરવું સામાન્ય વર્તણૂંક છે.
૧૩) જો તમારું બાળક તમને નથી સાંભળતું પણ બીજાને સાંભળે છે, કારણકે તમે એની વાતનું અર્થઘટન કરીને ત્વરિત નિર્ણય કરો છો.
૧૪) જો તમારું બાળક તમારી સામે બળવો પોકારે છે, કારણકે એને ખબર છે કે તમે બીજાઓ શું વિચારશેની ચિંતા વધુ કરો છો.

English source Internet: https://hiralvyshah.wordpress.com/2015/06/25/your-child-behaviour-and-your-responsibilities/

1 Comment »

  1. એકદમ સાચી વાત.

    Comment by સુરેશ — June 25, 2015 @ 12:11 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: