Hiral's Blog

June 16, 2015

સામાન્ય જ્ઞાન ને હાજરજવાબીપણું

૧)
બાથટબમાં જિના મસ્તી કરી રહી હતી,
એના પાણીમાં રમવાના રમકડાંથી એ પરપોટા વગેરેથી મસ્તી મસ્તી ને કિલકિલ કરી રહી હતી.
પ્લાસ્ટીકનો એક કાચબો એ પાણીમાં ડુબાડતી ને એ ઉપર તરી આવતો એની એને મજા પડતી.
ચાર-પાંચ વાર એવું કરીને એણે મને બતાવ્યું જો મમ્મી જિના કેવું રમે છે.

ડુબ…..કિલકિલ…..ને હાથ છોડે એટલે કાચબો ઉપર તરી આવે.
ફરીથી …ડુબ….કિલકિલ….ને હાથ છોડે એટલે કાચબો ઉપર તરી આવે.

મેં પણ એના રમવામાં રમવા માંડ્યું ને એને રમતા રમતા જ પૂછ્યું, તને ખબર છે કે આ કાચબો હંમેશા ઉપર જ કેમ તરી આવે છે?
જિનાઃ ‘હા. ‘
મેં પૂછ્યું, અરે તને કોણે કીધું? (મને એમ કે મિલન સાથે એને આવી રમત થઇ હશે અને આ વિજ્ઞાન (વિષેશજ્ઞાન વિશે એને યાદ હશે)

પણ, બાળક જેનું નામ,
એણે તરત કીધું, ‘કાનકે (કારણકે) આને ન્હાવું નથી ગમતું ને એટલે.

—-
૨)
એના બાળમંદિર પહેલાના પગથિયામાં (અહિંનું ટોડલર ગ્રુપ) દર અઠવાડિયે કંઇને કંઇ અવનવી પ્રવૄત્તિ હોય,
આ વખતે રંગીન કપડાં આપણાં પોષાક આકારમાં કાપેલાં હતાં, ને સાથે દોરી અને લાકડાંની પટ્ટીઓ અને કાગળ ને ગુંદર.
એક પેપર પર જાણે કે કપડાં સૂકાતા હોય એવું ક્રાફ્ટ બનાવવાનું હતું.

sample from Internet

મેં જિનાને એ બતાવ્યું, લે આવું બનાવીશ?
જિનાઃ ‘કેમ?’
જો આપણે કપડાં સૂકાવીએ એવું અહિં કાગળ પર બનાવવાનું છે.
જિનાઃ ‘પન (પણ) આ કપડાં તો ભીના નથી, તો કેમ સૂકવવા છે?’

એનો આ જોરદાર ‘સામાન્ય જ્ઞાન’ વાળો સવાલ સાંભળીને એની ટીચરે પણ કીધું,
આટલાં વરસોમાં મને આવું કોઇએ નથી પૂછ્યું, આઇ વીલ ટેક કેર નેક્સ્ટ ટાઇમ. કદાચ અને એને પણ ભોંઠા પડ્યા જેવું લાગ્યું કે આ ક્રાફ્ટ બાળકો માટે એણે પસંદ ના કરવું જોઇએ.


જો કે થોડી હિચકિચાટ પછી, બધા બાળકોને કીધા મુજબ કરતાં જોઇને, જિનાએ પણ એમ કરવા માંડ્યું ને ક્રાફ્ટ બનાવ્યું.
મારી ચેલેન્જ.
એને કેમ કરવું એવો પ્રશ્ન તો થાય જ છે. જવાબ ના મળે તો ગાડરિયા પ્રવાહમાં જોડાવું કે ના જોડાવું એવી બુધ્ધિ ખીલે એવી
હિંમત, આત્મસૂઝ, અને વ્યવહારિક જ્ઞાનની વાતો કરવી પડશે. (જો કે એવી જરુર તો મને-તમને બધાને જ સમયે સમયે પડે જ છે ને!)

—-
૩)
જો માસી, હું તને એક જાદુ બતાવું,
આ સ્લોપ પર હું ચાલું ને તો મારા પગ જાતે જ ફાસ ફાસ (ફાસ્ટ ફાસ્ટ) ચાલવા લાગે છે.
બોલ, મમ્મી પ્રામ ચલાવે ને તો એ પણ ભાગવા લાગે.


૪)
જિનાને એની માસી ચીઢવી રહી હતી,
જો મારે અને તારી મમ્મીને એટલે કે અમારે ‘બંને’ ને એક જ મમ્મી.
તારે છે આવું?
જિનાઃ થોડો વિચાર કરીને…’તો ભલે મારે તો બે મમ્મી’
અમે ખડખડાટ હસવા લાગ્યા ને પૂછ્યું, કોણ બે મમ્મી?
જિનાઃ એક મારી મમ્મી ને એક મારી મમ્મીની મમ્મી. એટલે મારે બે મમ્મી.

—-
૫)
માસી, તને ખબર છે, હું જ્યારે નાની હતી ને…..
માસી – તો તું મોટી ક્યારે થઇ ગઇ?
જિનાઃ હું ગઇકાલે સાંજની વાત કરું છું.
માસીઃ હસવા લાગી.
જિનાઃ ‘હા’ હું છે ને ગઇકાલે સાંજે નાની હતી, રોજ હું મોટી થઉં છું, ને ભાર દઇને કીધું ‘મમ્મીએ કીધું છે કે જિના રોજ મોટી થાય છે., એમાં હસે છે શું?

રોજ બધા મોટા થાય છે. વાત તો સાચી જ છે ને!

—-
૬)
માસી તું પેલું ગીત ગા ને! પગ ચાલે છાના માના.
રિધ્ધીએ ગાવા માંડ્યું, ‘ પગ મારા નાના’.
જિનાઃ ઓહ, હમણાં તો વાત કરેલી, કે હવે મારા પગ મોટા કે’વાય.
રિધ્ધીઃ તું નાની દીકુ છે. એટલે નાના મારા પગ એમ ગવાય.
જિનાની દલીલઃ અરે, મારા સેન્ડલ અને સૂઝ બધું નવું લીધું ને! કેમ? કાનકે, હવે એ મને નાના થાય છે, એટલે કે મારા પગ મોટા થઇ ગયા ને!
એટલે હવેથી ‘પગ મારા મોટા’ એવું ગાવાનું, રાઇટ!


૭) મને ચોકલેટ આપને મમ્મી, બહુ ભૂખ લાગી છે.
મેં કીધું, ‘હા, મને ખબર છે, બહુ ભૂખ લાગી છે ને એટલે જ કહું છું, કે જમી લે.’
પણ મને ખાલી ચોકલેટની જ ભૂખ છે. તેં શું કીધેલું કે કંઇ ખાવાની ઇચ્છા થાય ને એ કેવાનું.
એટલે કઉં છું કે મને ચોકલેટ આપ. કાનકે મને બઉ બધી ચોકલેટની ભૂખ છે.

—-

સાચી વાત છે કે બાળકોનાં સામાન્ય જ્ઞાન ને દલીલોને કોઇ ના પહોંચે.
બીબાઢાળ શિક્ષણમાં કેટલાંય બાળકોની આવી શક્તિઓ કુંઠિત થઇ જાય છે ને એટલે જ કહેવાય છે કે
‘ભણતર કરતાં ગણતર ચઢે’.

Advertisements

7 Comments »

 1. amari dhingli svara pan aavi j chhe :))

  Comment by Chirag — June 16, 2015 @ 3:04 pm | Reply

  • સરસ. વૃંદની વાતો વાંચી છે. ક્યારેક સ્વરા વિશે પણ વાંચવું ગમશે જ.

   Comment by hirals — June 17, 2015 @ 9:06 am | Reply

 2. બાળ માનસનો નિર્દોષ આનંદ..એ આપણો અમૂલ્ય ખજાનો…બાળ ગોષ્ઠીનો આનંદ લૂંટે જાઓ..હિરલબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Comment by nabhakashdeep — June 17, 2015 @ 3:33 am | Reply

 3. જીવનની સાંજે પણ આવું જ બાળપણ કાયમ રહે, તો જીવ્યા. નહીં તો રગશિયા ગાડાં થૈ ગયા !

  Comment by સુરેશ જાની — June 17, 2015 @ 12:00 pm | Reply

  • Best comment ever.

   Comment by hirals — June 18, 2015 @ 5:35 pm | Reply

  • This is not only comment. this is a best thought ever to remind everyday.

   I am grateful to Jina and my luck, I am living childhood again.

   I wish to be like my mum, she is as happy, as jovial, as positive, like Jina,
   at the age of 72, my mother is a happy child. I am so lucky and still I feel I am no where close to her.

   she is a combination of 10 good ladies. that kind of strength, wisdom she has.

   Comment by hirals — June 18, 2015 @ 5:41 pm | Reply

 4. Majani vato. Darek mummy avo sangrah kare to balsahityno khajano male.

  Comment by Kalpana Desai — June 18, 2015 @ 1:38 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: