Hiral's Blog

May 21, 2015

હું તો મસ્તી કરતી’તી

મિલનના ટૅબલ (ઘરમાં એનું વર્ક સ્ટેશન) પર બિસ્કીટનું પેકેટ હતું, રિધ્ધીએ એમાંથી એક બિસ્કીટ લીધું,

જિના એકદમ અદાથી, ‘નંઇ, એ બિસ્કીટ ડૅડીના ટૅબલ પર છે ને!, ડૅડીનું છે, ત્યાંથી નંઇ લેવાનું, ઓ.કે?’

રિધ્ધીઃ ‘ભલે, પાછું મૂકી દીધું’,

રિધ્ધી જેવી રુમની બહાર નીકળી, જિનાએ ચૂપકેથી બિસ્કીટ લઇ લીધું.

‘કેમ?’,

‘તેં કેમ લીધું? મને તો ના પાડે છે.’

જિનાઃ ‘હું તો મસ્તી કરતી’તી’ ને હસવા લાગે ને પાછી બિસ્કીટ મોંમા મૂકીને ‘

ચહેરા પર ગંભીર હાવ-ભાવ સાથે

‘પણ હવે તો એંઠું થઇ ગયું, એટલે ખાઇ લેવું પડશે’.

કંઇ પણ નાની-મોટી ભૂલ જાણી જોઇને કરે (ક્યારેક મસ્તી સૂઝે કે ટીખળની રીતે)

જાણે કે, ચમચીએ ચમચીએ દૂધ પીવે, સીસૂડ સીસૂડ અવાજ કરે,

ને પછી તરત

‘હવેથી નંઇ કરું, સૉરી’, આપણે આંખ કાઢીએ કે કંઇ કહીએ તો સામે થાય, ‘કીધું ને કે હવેથી નંઇ કરું’.

ને પાછી ઉમેરે, ‘હું તો મસ્તી કરતી’તી’ ને હસવા લાગે.

હવેથી ક્યારેક જાણી જોઇને ખોટું બોલે,

જાણે કે મિલનને કહે,

મને પેલા ડબ્બામાંથી ચોકલેટ આપ, ‘મમ્મીએ કીધું છે જિનાને આપવાનું’

મિલનઃ એમ? શું કીધું મમ્મીએ?

જિનાઃ ‘એવું કીધું કે ડૅડીને કહે કે જિનાને પેલા ડબ્બામાંથી ચોકલેટ આપે.’

મેં કીધું, ‘તને ક્યારે મેં એવું કીધું? ખોટું બોલે છે?’

જિનાઃ ‘નીચું જોઇને, પણ મને ચોકલેટ ખાવી છે ને એટલે’.

એટલે ખોટું બોલવાનું?

હું કેમ ના કહું છું? તને કફ થાય છે ને?

જિના ‘એકદમ નિર્દોષ હાવ-ભાવ સાથે હસીને’, ‘ પણ હું તો મસ્તી કરું છું મમ્મી, ને ખિલખિલ હસીને શીફતથી ખસી જાય’.

રીમોટનું કંઇ આડું-તેડું બટન દબાઇ જાય તો રીમોટથી દૂર જઇને રમવા બેસી જાય,

જાણે પોતે કશું જાણતી જ નથી.

બાળકોને આવું બધું કોણ શીખવાડે?

આંતરિક સૂઝ + આસપાસનું વાતાવરણ.

નોંધઃ હવે કોઇ મોટું ચિંતન કરવાની ઇચ્છા નથી. બાળકની જેમ જીવવાની મજા એમાંજ છે, ‘નો મોર ચિંતન-મનન એટલીસ્ટ આવી હળવી મસ્તીભરી ક્ષણોમાં’.

1 Comment »

  1. આજે તારો બ્લોગ જોવા માટે જુના ઈમૈલ check કરીને અત્યારે ઓપેન કરીને વાંચ્યો . બહુજ મજા આવી . રોજે રોજ નું જીના નું update અને તારી વાર્તાઓ જોઈ . ખુબ મજા આવી . બસ લખતીજ રહેજે દીકરી .

    Comment by hemendra vora — July 31, 2015 @ 10:05 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: