Hiral's Blog

May 11, 2015

ભોળું બાળપણ

નાની જિનાને મેં કીધું , ‘બેટા તું મોટી થઇશ, મારાથી દૂર રહેવા જઇશ, તો પણ મને યાદ કરીશને? મને ફોન કરીશ?’

જિનાઃ ‘પણ તું મને ફોન તો આપતી નથી!’

હું કમ્પ્યુટરમાં ફોટા અરેન્જ કરી રહી હતી. મારા બાળપણના ફોટાનું એક આલ્બમ ખોલ્યું ને જિના મારા ખોળામાં આવીને બેસી.

ફોટો ૧ઃ

મારો અને મારી બેનનો નાનપણનો ફોટો હતો. મારી નાની બહેન મારા ખોળામાં માથું રાખીને આડી પડેલી.

જિનાઃ ‘તું અને માસી બૌ રમતા?’

‘હા, જો અમે બહુ મજા કરતાં.’

જિનાઃ ‘તો તું રોજ રોજ માસીના ઘરે જતી’તી રમવા?’


ફોટો ૨ઃ

અમારો ફેમિલી ફોટો હતો. હું લગભગ ૯ વરસની અને મારાથી નાના મારા બાઇ-બહેન. મમ્મી-પપ્પા પણ ત્યારે ઘણાં યુવાન દેખાતાં હોય.

જિનાઃ આ તારા ડૅડી છે? (જિનાને એની સમજમાં મારા પપ્પાના ખોળામાં રમવાનું નસીબ નથી થયું)

હા, બેટા, આ યશવંત નાના છે.

જિનાઃ આ ક્યાં ‘નાના’ છે? ડૅડી તો ‘મોટા’ હોય.


ફોટો ૩ઃ

મારો ભાઇ મારાથી પાંચ વરસે નાનો.

નાનપણના એક ફોટામાં એ મને લાડ કરતો મારી સાથે ઉભો હતો. મારા ખભે એનું માથું આવતું હતું.

જિનાઃ અરે, મામાતો નાના છે. મામા તારા ઘરે રમવા આવતા?

હાર્દઃ મોટા થયા, હાઇટ વધી એટલે હવે તો હું મારા ભાઇના ખભે આવું છું. એટલે હાઇટના અનુસંધાને જિનાને મન એમ જ હોય કે મામા મોટા છે.


ફોટો ૪ઃ

જિનાઃ તું વીણાબાના ઘરે પણ રમવા જતી જ્યારે તું જિના જેવડી હતી? તું એમના ખોળામાં રમતી? હં? વાહ.

જિનાના વીણાબા એટલે મારા મમ્મી.

ફોટો ૫ઃ

જેમાં જિના એકાદ વરસની છે. આ લખાય છે તે માસમાં એ ત્રણ વરસની થશે.

જિનાઃ વાહ, જો મમ્મી હું જ્યારે ફરીથી આવડી નાની દીકુ થઇશને તો આ ‘વાવા’ ફરીથી પહેરીશ.

મેં હસતા હસતા કીધું. ‘બેટા, હવે નાના થવાતું હોત, તો હું જ તારા જેવડી થઇ જાત!’ ને એના શબ્દોમાં ઉમેર્યું ‘ને ફરીથી તારી માસી સાથે રમવા જાત!’

જિનાઃ હા, ચલ મને પણ લઇ જા. હું પણ રમવા આવીશ. ચાલશે! હં?

🙂

3 Comments »

  1. મારા ભત્રીજાનો દીકરો વત્સલ એની મમ્મીને

    ‘મારે તારી પાસે જ રહેવું છે એટલે હું મોટો થઈશ પછી તારી સાથે જ મેરેજ કરીશ.’

    Comment by readsetu — May 11, 2015 @ 11:48 am | Reply

  2. બાળપણ ક્યારેક ખતરનાક સવાલો પૂછી નાખે છે.

    ‘આ બેબી ક્યાથી આવ્યું ?’

    મમ્મી – ‘પેટમાંથી. જો પેટ હવે નાનું થઈ ગયું ને !’

    ‘આવડા મોટા બેબીને, જો ટમીમાંથી બહાર કાઢવું હતું તો પછી અંદર શા માટે મૂક્યું ?’

    Comment by readsetu — May 11, 2015 @ 11:51 am | Reply

    • હાહાહાહા, સાચે જ.

      અમારી મેરેજ એનીવર્સરી પર મારાથી સવાર સવારમાં એને બોલી જવાયું. બેટા આજે અમારી વેડીંગ એનિવર્સરી છે.

      કેમ?

      કારણકે આજના દિવસે અમે લગ્ન કરેલાં.

      કેમ?

      કારણકે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.

      કેમ?

      કારણકે, મિલને કીધું,

      કેમ?

      કારણકે મેં હા પાડી.

      કેમ?

      કારણકે તું અમારી સાથે રમે ને એ અમને બહુ ગમે.

      કેમ?

      અમે રમવામાં એનું દ્યાન ડાયવર્ટ કર્યું તોય, એના ‘કેમ’ નો સંતોષકારક જવાબ જોઇતો હતો.

      ક્યાંથી લાવવો?

      Comment by hirals — May 11, 2015 @ 11:58 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: