Hiral's Blog

March 9, 2015

બાળમાનસ અને શીખવાની પધ્ધતિ

IMG_2924

ચોપડી ઉધાર લઇ રહેલી સોનુ. (હું ફોટો લઇ રહી છું).

છેલ્લા એક મહિનાથી સોનુ લાઇબ્રેરીમાંથી ચોપડીઓ ઉધાર લેવાનું અને પાછી આપવાનું કામ જાતે જ કરે છે.

(એ કોઇ નવું કામ જાતે કરી રહી હોય, ત્યારે મારે એનાથી દૂર રહેવું એવો એનો હંમેશા આગ્રહ, નંઇ તો ‘જાતે કર્યું શી રીતે કહેવાય?’)
ઘણુંખરું લાઇન વગર જ એનો અત્યાર સુધી નંબર લાગેલો. પણ આજે ખાસી લાંબી લાઇન હતી.
મેં એને કીધું, ‘પ્લીઝ સ્ટેન્ડ ઇન અ ક્યુ.’ અને હું જ્યાં ઉભી હતી ત્યાં એને મારી સાથે ઉભા રહેવા ઇશારો કર્યો.
પણ સોનુને તો ઉતાવળ, ઇન્ડીયન સ્ટાઇલમાં બે વાર સીધી કાઉન્ટર પર જ ગઇ, પણ મેં ફરીથી ભાર દઇને કીધું,
‘સ્ટેન્ડ ઇન અ ક્યુ, કમ હીયર’.
હાજર જવાબી સોનુ સીધું ગીત ગાવા લાગી,

જરાક મોટેથી, બધાને સંભળાય તેમ એ,બી,સી,ડી, ઇ,એફ, જી ગીત ગાતા ગાતા એ મારી પાસે આવી. બધાનું અભિવાદન ઝીલતા ઝીલતા એ
ખુશખુશાલ ચહેરે ગાતા ગાતા

‘ઓ, પી, ક્યુ’ બોલીને મારી પાસે આવીને અટકી, અહિં ક્યાં છે ક્યુ? વેર ઇઝ ક્યુ?

ઓહ, એમ નંઇ બેટા, વી હેવ ટુ સ્ટેન્ડ હીયર. ધીસ લાઇન ઓફ પીપલ કોલ્ડ ક્યુ.
બટ, ધેર ઇઝ ક્યુ ઇન એ,બી,સી….

@Lib1

‘ક્યુ (લાઇન)’ નો નવો મતલબ સમજતા સમજતા એ,બી,સી…ક્યુ ગાઇ રહેલી સોનુ.

ફરીથી એણે બધાનું મનોરંજન સરસ રીતે કર્યું, હવે એ છૂટથી ગાતા ગાતા એક લટાર મારીને મારી પાસે આવી. ને પછી ડાહી થઇને કહે, નાઉ આમ ઇન ક્યુ.
જો હું તારી સાથે આવી ગઇને. ધેટ ઇઝ ક્યુ, નોટ એ,બી,સી….

બાળકો બધું જ ધ્યાનથી સાંભળે છે ને સમજવા પ્રયત્નશીલ હોય છે. સમજ્યા પછી પહેલા સમજેલું અને નવું સમજેલું બંને વાતનો તેમના મગજમાં સંગ્રહ કરે છે.

નોંધઃ આજે તો યાદ રાખી લીધું, હવે

બે-ત્રણ મહિને સવાલ આવશે. (કદાચ બે-ત્રણ અઠવાડિયામાં પણ આવે) એને ‘ક્યુ’ એમ કેમ કહ્યું? ‘એ’,’બી’, ‘સી’  કે ‘પી’ કેમ નંઇ?

‘ક્યુ’ જ કેમ?

અનુભવ પરથી
(અત્યાર સુધીના આવા ઘણાં અનુભવ  લખવાના બાકી છે )

3 Comments »

  1. ‘ક્યુ’ જ કયું -કેમ? સોનુના બાળ માનસના આ પ્રશ્નમાં એનામાં આકાર લઇ રહેલી દલીલ શક્તિનો અણસાર મળે છે.

    અહીં સોનુ એટલે જીના તો નહિ ?

    Comment by Vinod R. Patel — March 9, 2015 @ 3:01 pm | Reply

  2. એટલે જ અમેરિકનો એને સીધી રીતે ‘લાઈન’ જ કહે છે. અહીં કોઈ ઈવડા ઈ ‘ક્યુ’ને ઓળખતું નથ !!

    Comment by સુરેશ જાની — March 9, 2015 @ 10:01 pm | Reply

  3. મજા આવી ગઇ હીરલ..

    Comment by nilam doshi — March 10, 2015 @ 4:59 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: