Hiral's Blog

February 16, 2015

અચરજ અપાર.

૧) તને ખબર છે, જ્યારે હું તારા જેવડી દીકુ હતી તો કંઇ બધાને ઘેર ફોન ન હતા.
અમારા પાડોશી કમુબા ને ત્યાં ફોન હતો ને દસ – પંદર ઘરના ફોન તેમના ઘરે આવતા.
પછી હું મોટી થઇ ત્યારે એક ટેલીફોન બુથ બધે હતું. ત્યાં એક રુપિયાના સિક્કા લઇને ફોન કરવા જવું પડતું.

શાંતિથી એકચિત્તે સાંભળી રહેલી મારી ટબૂક મને કહે, ‘તે મમ્મીઃ તારી પાસે મોબાઇલ નહોતો?’

આ વાત હું ઘરે વિડીયો પર કરી રહી હતી. મારી મમ્મી કહે, તો એને કહે કે, ‘ત્યારે મોબાઇલની શોધ નહોતી થઇ.
વાત સાંભળીને ટબૂક બોલી, પણ હું એમ કેઉં કે ધ્યાનથી શોધ્યું હોય તો મલી જાત ને મમ્મીને મોબાઇલ.

 
૨) ટબૂકને બે-ત્રણ વાર એવા અનુભવ થયેલા કે ડૅડીને કીધું હોય કે મારી સાથે ગા.
ને ડૅડીને ના આવડતું હોય એટલે ડૅડીને મમ્મી પાસે ક્લાસ લેવા મોકલે.
ગઇકાલે એક બુક લઇને મિલન પાસે આવી, કહે આ વાંચ તો,
બીજી જ સેકન્ડે, ઓહ, પણ તને ફાવશે વાંચતા?
મિલન કહે, સંભળાવું વાંચીને?
હા,
આખી બુક (૮-૧૦ પાનાંની ચિત્રો સાથેની બુક) વાંચી એટલે ટબૂકબેન કહે,
વાહ, ડૅડી, ગુડ જોબ, તને તો આવડે છે. ફાવી ગયું ને!

 

3) મમ્મીઃ ‘શું વિચારે છે બેટા?’
ટબૂકઃ ‘કંઇ નંઇ’.
મમ્મીઃ ‘તો શું થયું કહે તો ખરી?’
ટબૂકઃ ‘આ મુશની(એના ટેડી) પૂંછડી જો’,
મમ્મીઃ ‘અરે વાહ, કેવી નાનકડી પૂંછડી છે’.
ટબૂકઃ ‘હું એમ વિચારું છું કે જેમને પૂંછડી હોય તે પોટી કેવી રીતે કરે?’

4 Comments »

  1. She will be a teacher when she grows!!

    Comment by સુરેશ જાની — February 17, 2015 @ 3:44 pm | Reply

  2. નાનકડી ટબુકની મોટાંઓને વાચવી ગમે એવી મજાની વાતો. બાળ માનસનો એક પરિચય .

    Comment by Vinod R. Patel — February 17, 2015 @ 10:21 pm | Reply

  3. […] રી-બ્લોગ થયેલ સુ.શ્રી હીરલ શાહનો   લેખ “અચરજ અપાર “યાદ આવી […]

    Pingback by ( 656 ) બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા? …. કાંતિ ભટ્ટ | વિનોદ વિહાર — February 18, 2015 @ 7:06 pm | Reply

  4. મમી અને ટ્યુબનો વાર્તાલાપ ઘણો ગમ્યો .

    Comment by aataawaani — February 24, 2015 @ 3:55 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: