Hiral's Blog

February 8, 2015

બાળમનની આંટીઘૂંટી ને નિર્દોષતા

૧) રાતે આકાશભણી નજર કરીને વાતો ને વાર્તા સાંભળતા સાંભળતા સૂતેલી.

સવારે ઉઠીને, મમ્મી, ચાંદામામા જતા રહ્યા?
હા, બેટા, સવાર થઇ, સૂરજદાદા આવી ગયા.
કેમ? ચાંદામામા ક્યાં ગયા?
બીજા દેશમાંથી દેખાય. અહિં હવે સૂરજદાદા આવી ગયા,
જિનાઃ ઓહ, એટલે, ચાંદામામા ડરી ગયા?

 

૨) કારભારી રાજદુલારીઃ
મિલન કેબલનો ડબ્બો બનાવી રહ્યો હતો. જાતજાતના કેબલને બરાબર વીંટી રહ્યો હતો.
જિના વચ્ચે વચ્ચે મદદ કરવા આવતી.,
મિલનઃ તું મારું એક કામ કરીશ?
જિનાઃ શું?
મિલનઃ તું આ તારું બિસ્કિટ પહેલા પતાવ, પછી હું તને બતાવીશ.
જિનાઃ ઓ.કે.

હું આવી, આપણે કેબલ મુજબ બે-ત્રણ ડબ્બા બનાવશું કે એકમાં જ બધું ભરવું છે?
જિના મને કંઇક બતાવવા પાછી વચમાં આવી.
મિલનઃ એક કામ કરીએ, આપણે તૈયાર થઇએ, જિના આ બધું કામ કરી લેશે.
કરી લઇશને જિના?
જિનાઃ ના, હું નંઇ કરી શકું,
મિલનઃ કેમ?
જિનાઃ તેં હમણાં મને બિસ્કીટ ખાવાનું કામ કીધું ને!

 

૩) રસોડાની રાજકુમારી.
જિના રસોડામાં (પ્લેટફોર્મ પર) બેઠી હતી. એને ચા માં બધું નાંખવું હોય, (શાકમાં , લોટમાં પાણી, બધું જ….મારી ધીરજની કસોટી)
એને ઘણીબધી થીયરી ખ્યાલ છે.
એના ડૅડીને પૂછશે. ઇડલી કેમ બનાવાય? ખબર છે?
પછી કહેશે, આમ, ઘુમ્મ્મ્મ્મ કરવાનું (મિક્સરમાં ગ્રાઇન્ડ) પછી ગેસ પર રાખી દેવાનું. એટલે ઇડલી.
રોટલી માટેની એની અભિનય કળા રુત્વિક રોશનનો ડાન્સ સ્ટેપ્સ જ બની જાય (જિના હાથ આગળ રાખીને બોડી શેઇક કરે)
ગુલાબજાંબુના ગોળા તો બનાવે પણ ખરી.
વાત, બીજા પાટે ચઢી ગઇ,
ચા પત્તી, પછી ખાંડ, પછી મસાલો.
ગાડી ગબડીને એણે મારો હાથ પકડી રાખ્યો.
મને કહે, આ નંઇ,
મેં કીધું, આ જ છે ચા નો મસાલો. મમ્મી રોજ આ જ મસાલો નાંખે છે.
ના, મસાલો આ નથી. એણે મારો હાથ પાછો ખેંચ્યો.
ત્રણ – ચાર વાર એકના એક સંવાદ પછી મિલન રસોડામાં આવ્યો.
એ મસાલિયું કહી રહી હશે.
મિલને બીજું ડ્રૉઅર ખોલ્યું,
જિનાઃ હા, આ નાંખ ચા માં.
મેં વિચાર્યું , હવે આવી જ બન્યું, અરે, બેટા તેં આ બધું ડૅડીને પૂછ્યું કે એમને ખબર છે બધા નામ?
જિના, આ શું છે, બતાવ. મિલન સામે આંખો મટકાવીને પૂછે, બતાવ.
હાંશ, ગાડી બીજા પાટે ચઢી ને મારી ચા બની. (નંઇતર આજની ચા નવીન શોધ હોત!)
મિલન કહે, મને નથી ખબર. તું બતાવ.
જિનાએ હવે મિલનને શીખવવું શરુ કર્યું.
પણ ખાલી નામ નંઇ, (દીકરી છે ને, ડીટેઇલથી જ શીખવે)
જિનાઃ ‘જો, આ છે ને, મરચું, તીખું હોય. પેલું લીલું મરચું યાદ છે તને? એવું તીખું.’
જો આ હળદળ. ખબર છે એનાથી શું થાય?
મિલન કહે, શું થાય?
જિનાઃ એનાથી કફ મટી જાય.

 

૪) છ મહિના પહેલાં, જિનાને લઇને  ઇન્ડીયા ગયા, ત્યારે જિનાને બે વરસથી થવામાં હજુ મહિનાની વાર હતી.
ક્યારેક બહુ મમ્મી મમ્મી કરે, પાછી દરેકને બતાવે, ‘માઇ મમ્મી.’
(એની દુનિયામાં અત્યારે હું જ હું વધારે છું, એવી એ નશીબદાર, બાકી મેં ક્યારેય નોકરી નહિં છોડવાનો નિયમ લીધેલો, પણ મારાં કરતાં એનું નશીબ વધારે જોર કરે છે એ કબુલવું જ રહ્યું ને એટલે હું ય નશીબદાર)
એક દિવસ મારા ભાઇને ટીખળ સૂઝ્યું, અલી, રોજ રોજ શું બધાને મમ્મી બતાવે છે? મમ્મી તો બધાને હોય. તારે એકલીને મમ્મી નથી.
જિના તો વિચારતી થઇ ગઇ? એને લાગ્યું મમ્મી તો ખાલી એની જ મમ્મી છે. (મનમાં બીજા ગોટાળા પણ ખરા, ડૅડી તો ‘હિરલ’ કહે…તો બધાની મમ્મી? મારી સામે જોઇ રહી.

થોડી ઢીલી થઇ,
મામાઃ જો હું તને સમજાવું.

જો વીણા બા કોના મમ્મી છે?
તારી મમ્મીના.

કોના મમ્મી છે?

મારા.

કોના મમ્મી છે?

માસીના.
જિનાઃ વધારે ગુંચાતી ગઇ ને મને વળગી, ‘પણ આ મારી મમ્મી છે’.
મામાઃ પાછું? મમ્મી? બધાને મમ્મી હોય, અમે કંઇ ઉપરથી નથી ટપક્યા.
જો આ તારા ડૅડીના મમ્મી કોણ? પેલા વીણા બા.
હવે, વધારે ગુંચાઇ, ‘પણ આ માઇ મમ્મી છે’.
મામાઃ તે એ તારી જ મમ્મી છે. પણ હું અમારા બધાની મમ્મીઓ તને બતાવું.
જો તારા મુકુલદાદાની મમ્મી કોણ? આ મોટા બા.
સાચે જ ગૂંચાઇ ને રડી પડી, પણ આ માઇ મમ્મી છે. આ માઇ મમ્મી છે.
—-

થોડા દિવસે એ સમજી કે બધાને મમ્મી હોય,
પણ પાછી બીજી ગુંચ મનમાં પઠી,
બધાને કેમ બે નામ હોય?
જિના મને ‘હિય’ કે મિલનને ‘મિનન’ કહેતી તો અમારે એને સમજાવવું પડતું,
બેટા તારે ‘મમ્મી’ અને ‘ડૅડી’ એમ બોલવાનું. બે-ત્રણ મહિને એના મનમાં બરાબર સેટ થયું,
પેલા અંકલને શું કે’વાનું? ‘જાવેદકાકા’, અને ડૅડી શું કે? ‘જાવેદભાઇ’.
મમ્મી તારે શું કે’વાય? ‘મિલન’, મારે ‘ડૅડી’.
મિલન શું કે? ‘હિરલ’, મારે ‘મમ્મી’.
છેલ્લે થોડું આશ્ચર્ય થયેલું, કે બધા ‘જિના’ કેમ કે?
—-
એટલે મેં રોજ એના નવા નવા નામ રાખવા શરુ કર્યા.
તો હવે એજ બોલે, મમ્મી હું તારો લાડવો……
—-
આજ કાલ, ભૂલથી બોલાઇ જાય, જા. ડૅડીને બોલાવતો…
જિનાઃ તારે મિલન એમ બોલાય, ભૂલી ગઇ? મારે ‘ડૅડી’ એમ બોલાવાનું.
—-

કાલે, વિડીયો પર વાત ચાલતી’તી, મામાએ ફરીથી ટીખળ શરુ કરી,
જિના બતાવતો, આ વીણાબા કોના મમ્મી છે? હિરલના, મારા કે રિધ્ધીના?
બઉ ગૂંચાઇ, બે-ત્રણ વાર વાત ઉડાડવાની કોશિશ કરી.
પછી છેલ્લે જાહેર કરી દીધું ‘વીણાબા માસીના મમ્મી છે’.
સંદર્ભ શું? તમને ખ્યાલ આવે તો કહેશો.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: