Hiral's Blog

February 4, 2015

ગયા સપ્તાહના ખાસ અનુભવો.

૧) જિના દ્રાક્ષ ચૂંટી રહી છે,
મેં ચાખવા માટે એક ચૂંટેલી દ્રાક્ષ મોંમા મૂકી,
મમ્મી તું ના ખા પ્લીઝ,
કેમ? ખાવા દે ને મમ્મીને,
ના મમ્મી, તું ના ખાઇશ આ દ્રાક્ષ પ્લીઝ,
બેટા, શૅર કરવાનું ને!
એમ નંઇ, હજુ તેં આ દ્રાક્ષ ધોઇ નથી ને એટલે. એણે ખુલાસો કર્યો, ને મમ્મીએ તરત ભૂલ સુધારવી પડી.

 

૨) ચલ બેટા, આજે કાઉન્ટીંગ શીખીશું?
ઉત્સાહથી હા,
હું લખતી ગઇ ને એ ઓળખતી ગઇ, 1,2,3…10 બધું બરાબર ઓળખ્યું.
પછી 11, 12….20 …25 સુધી બોલાવ્યું. ધ્યાનથી સાંભળતી ગઇ ને મને અનુસરતી ગઇ.
ગમ્યું.
પુનરાવર્તન શરુ કર્યું.
11 યાદ હતું. 12 લખીને પૂછ્યું. કાંઇક લખ્યું છે નંબર્સ, હા, કેટલા લખ્યા છે, વાંચતો, વોટ કમ્સ નેક્સ્ટ આફ્ટર ઇલેવન?
એણે મારા આગ્રહથી બતાવ્યું, 1 અને 2.
ના બેટા, ખોટું, વોટ કમ્સ આફટર ઇલેવન? યાદ કર તો? ને શીખવ્યું ટ્વેલ્વ.
થર્ટીન પછી પાછી ગ્રીપ આવી ગઇ તે 19 સુધી ઓળખ્યું.
વળી પાછું, 21 ને ઓળખવામાં ગોથું ખાધું. બહુ યાદ કરીને કહે, ટ્વેલવ.
—–
બીજા દિવસે, ચાલ આજે ફરીથી કાઉન્ટીંગ શીખીશું?
ના, મને એમાં ખોટું બોલાઇ જાય છે. કાંઇક
એટલે બીજું રમીએ,
તો એ તો આવડી જશે ધીમે ધીમે, પણ તેં ખોટું નંઇ બોલવાનું એમ કીધું છે ને?

 
૩) બહારથી આવીને મેં મારી ઢીંગલીને કીધું, જો મમ્મીએ જેકેટ કેવું એના હેંગર પર ભરાવ્યું, લે તારું હેંગર, તારું જેકેટ ભરાવી દે,
અને પછી આપણા બંને ના શૂ શૂ-રેક પર ઠીકથી ગોઠવી દેજે, ઓ.કે, ત્યાં સુધીમાં મમ્મી રોટલી બનાવવી શરુ કરે.
મમ્મી જિનાએ એના શૂ રાખી દીધા, જો, હવે તું તારા રાખી દેજે.

 

૪) શાળાઓ ફરીને ઘેર આવ્યા. ચહેરા પર ચિંતાઓ, લગભગ બધે જ વેઇટીંગ અને નજીકમાં પ્રાઇવેટ શાળાઓ.
શું થયું મમ્મી? બેટા તારા એડમિશનની ચિંતા, કેમ? કેમનું કરશું પૈસાનું?
જો યુ.કેમાં રહીએ તો ઘર, ગાડી, મારી આગળની કારકિર્દી, ઇવિનું વગર પૈસાનું કામ, બધું નજર સામે હતું,
જિનાઃ પૈસા તો છે ને!
એક સ્મિતની લહેર સાથે મેં એને પૂછ્યું, ક્યાં છે પૈસા?
જિનાઃ તારા પર્સમાં.

 

૫) ગુગલ મેપ પર હું એની શાળાઓના રસ્તાઓ સ્ટડી રહી હતી.
એ આવીને મારા ખોળા પર બેઠી. એક રસ્તો એના પપ્પાની ઓફિસ થઇને આગળ જતો હતો.
એ જોઇ મેં એને પૂછ્યું, જો ડૅડીની ઓફિસ બતાવું, તને ખબર છે ડૅડી ક્યાં કામ કરે છે?
જિનાઃ હા, એકદમ આત્મવિશ્વાસથી,
મને થયું એને કેવી રીતે ખબર? ક્યાં?
જિનાઃ લેપટૉપમાં.

 

૬) શનિવારની સવાર.

બંને બાપ-દીકરી ટી.વી રેક જમાવી રહ્યા હતાં અને ટી.વીમાં ઇન્ટરનેટનું સેટિંગ કરતાં કરતાં જિનાની ફરમાઇશ મુજબના વિડીયો વાગી રહ્યાં હતાં. મેં રસોડામાંથી અવાજ કર્યો, ચાલો, બંને ટી.વી છોડો ને ટેબલ પર બેસો, હું જમવાનું પીરસું.

જિના મારી પાસે આવી ને ધીમેથી કહ્યું.
‘હું ચેર પર બેસીસ મમ્મી, ટેબલ પર બેસું તો ડૅડી લડે છે.’

 

૭) વોર્ડરોબ બનાવવું વધારે જહેમતનું કામ હતું, ખાસ કરીને એના વજન અને કુરિયરમાં એક તૂટેલા કાંચના લીધે.
એટલે મિલન ત્રણ-ચાર દિવસ એ કામ પાછળ આપીને પણ રવિવારે બહુ અપસેટ હતો.
રવિવારની સવાર હતી. મેં એક બાજુથી ડૉર પકડેલો અને એ સ્ક્રૂ ફીટ કરી રહેલો.
અચાનક એને જરાક ફાંસ પેસી ગઇ, શું થયું? હળદળ લગાવી દઉં? એણે ઘસીને ના કહી,
બારણું એમ છોડી શકાય તેમ ન હતું આથી હું ત્યાં જ ઉભી રહી,
જિનાએ અમારો સંવાદ અને ચહેરા પરના હાવભાવ જોયા.

—-

બપોરે હું રસોડામાં હતી ને મિલન રુમ ઠીક કરી રહ્યો હતો. બેગ ગોઠવતાં ફરીથી એ જ જગ્યાએ એને આંગળીમાં દુખ્યું ને જરા ચીસ જેવું નીકળી ગયું.
જિના એની પાસે જ ઉભી હતી. શું થયું એણે પૂછ્યું, કાંઇ નંઇ બેટા જરાક લાગી ગયું છે,
‘તો મમ્મીએ કહ્યું ત્યારે હળદળ કેમ ના લગાવી?’
હજુ તો મિલન એની હળદળ વાળી વાતનું આશ્ચર્ય સમાવે તે પહેલાં જ
‘તું સાંભળતો નથી જરાય મમ્મીનું’ એણે ભ્રહ્માસ્ત્ર છોડ્યું.

 

૮) રવિવારની સવાર હતી, હું ને મિલન વોર્ડરોબનું બારણું લગાવી રહ્યા હતા, જિના અંદર નટ – બોલ્ટસથી રમી રહી હતી.
મેં એક બાજુથી બારણું પકડેલું, મિલન એક પછી એક સ્ક્રૂ લગાવી રહ્યો હતો. જિનાને અણીદાર સ્ક્રૂ વાગે નહિં એ વિચારે એ વધારે ઉતાવળમાં હતો.
પહેલા જ સ્ક્રૂમાં એ આવી, ડૅડી મને આ કાઢી આપને,
મિલનઃ ડૅડી બીઝી છે, તું પછી આવ, એ ગઇ,
બીજા સ્ક્રૂ વખતે પાછી આવી, તું આટલી હેલ્પ કરી દે ને, પ્લીઝ ડૅડી.
મિલનઃ તું પછી આવ બેટા, ડૅડીને કામ પતાવી લેવા દે. એ પાછી ગઇ.
ફરી બે મિનિટમાં આવી.
છ – સાત વાર આમ બન્યું. છેલ્લે, મિલનથી કંટાળીને છણકો થઇ ગયો. તું છાલ નંઇ છોડે, લાવ, ને કરી દીધું.
મારાથી હવે ના રહેવાયું, અરે, એની ધીરજના વખાણ કર. કેટલું શાંતિથી દર બે-ત્રણ મિનિટે ફોલો-અપ કર્યું.
ગુડ ગુડ.
ને મારા મનમાં ઇવિનો સુ.દાદાનો આવો જ ફોલો-અપ કરતા રહેવાનો સ્વભાવ નજર સામે આવી ગયો.

Advertisements

4 Comments »

 1. અરે, બહુ મજા પડી ગઈ હીરલ.
  મને યાદ આવ્યો મારા નણંદનો નાનકડો દીકરો.
  ‘મમ્મી, તું મને બહુ ગમે છે ને મારે તારી સાથે જ રહેવું છે એટલે હું તારી સાથે જ શાદી કરીશ !!!!’

  આવું અહી લખતી જ રહેજે…

  Comment by readsetu — February 4, 2015 @ 7:08 am | Reply

 2. હવે તો મારો જય મારાથી બહુ દૂર ચાલ્યો ગયો છે. એની ટીનેજર દુનિયા સાવ અલગ જ છે. પણ એ નાનો હતો;ત્યારની યાદો તાજી થઈ ગઈ.
  દિવસના પાંચ છ કલાક એની સાથે ગાળ્યાના દિવસોમાં જ મને મારું બાળપણ પાછું મળી ગયું; અને હઠાગ્રહી, બ્રાહ્મણિયા સ્વભાવ વાળા સુજાને ધીરજવાળા દાદામાં પરિવર્તન પામવું પડ્યું.
  અને જે શીખવા મળ્યું છે; તે એન્જિ. થી સહેજ પણ ઊતરતી કક્ષાનું નથી.

  Comment by સુરેશ — February 4, 2015 @ 12:59 pm | Reply

 3. થેન્ક્સ લતા આંટી ને સુ.દાદા. તમારી વાતો સાંભળવી પણ ગમે છે.
  આમ તો રોજના એટલા બધા ખાટા-મીઠા અનુભવો હોય બાળકો સાથે, બધું તો લખી પણ નથી શકાતું.
  પ્રયત્ન કરું છું ડાયરીમાં ઉતાવળે ટપકાવી શકું.

  Comment by hirals — February 8, 2015 @ 8:37 am | Reply

 4. જિયાના અનુભવો મેં લખીને મોકલેલા જ છે ને ? હીરલ..મજા આવે આ બધું વાંચવાની..મોટી મોટી વાતો કરતા આમાં વધારે મજા પડી જાય.

  Comment by nilam doshi — March 10, 2015 @ 5:06 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: