Hiral's Blog

January 20, 2015

જિના રોજ કામ કરે છે ને! ઓફિસે નથી જતી.

Filed under: બાળ બુધ્ધિ — hirals @ 4:25 pm

બે-અઢી વરસનું છોકરું એની મમ્મીને ઘરકામમાં મદદરુપ થવાની ઘણી કોશિષ કરે.
એની આ ભાવનાને ઇજન આપવા જિનાને ભાગે બે કામ નક્કી કર્યા છે.
૧) એનાં રમકડાં રમીને એની જગ્યાએ મૂકી દેવાં
૨) અને વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાંખવા.

આ બે કામની સાથે સાથે એને મને લોટ બાંધવામાં મદદ કરવી બહુ ગમે, જો કે એને પ્લે-ડો તરીકે રમવું હોય.


એક દિવસ એને મારી સાથે રમવું હતું. મમ્મી ‘તું પછી વાસણ કરજે ને’.
મેં કીધું ‘બેટા સમયસર કામ તો કરવું પડે ને!’. બસ, પાંચ મિનિટ, પછી મમ્મી અને જિના રમશે!
જિનાઃ ‘મમ્મી તું રોજ ખાવાનું બનાવે ને રોજ વાસણ કરે.’ મમ્મી બઉ કામ કરે.?’
મેં કીધુંઃ ‘હાસ્તો, કામ તો કરવું જ પડે ને બેટા,
જિના પણ કેટલું બધું કામ કરે છે રોજ. લે આ કપડાં વોશિંગ મશીનમાં નાંખી દે અને મને પેલી પ્લેટ ધોવા આપી દે. વાસણ ધોતા ધોતા મેં એને કીધું.
જિનાઃ ‘ઓ.કે મમ્મી’,’જિના પણ કામ કરે.’
મેં વ્હાલથી એની સામે જોઇને કીધું, ‘મારી દીકરી. બહુ ડાહી છે. શાબાશ બેટા. થેન્ક્યુ. ‘
અને અમે અમારું કામ કરીને રમવા બેઠા.

બીજા દિવસે સવારે ડેડીને,

જિનાઃ તું આજે ઓફિસે ના જાને!. મને તારી સાથે રમવું છે.

મિલને કીધું, ‘બેટા, ઓફિસે તો જવું પડે.’ કામ તો કરવું પડે ને, બધાએ કામ કરવું પડે ને ઓફિસ તો જવું પડે’,

જિનાઃ ‘કેમ?’

મિલનઃ ‘કામ કરવા બેટા’.

જિનાઃ પણ જિના રોજ કામ કરે છે ને?

‘જિના ઓફિસ જતી નથી’ ના હાવભાવ સાથેનો એનો ડેડીને હાથ પકડીને રમવા લઇ જતો ચહેરો,’
એને કેવી રીતે ના પાડવી ને એનું મન દુઃખાવીને ઓફિસે નીકળવું ડેડી માટે એ દિવસે બહુ વસમું થઇ ગયેલું.

2 Comments »

 1. આપણે સૌ પણ જિના જેવા જ હતા. કેમ આ ચક્કરમાં ફસાયા- એમ તરત આપણને વિચાર આવી જ જાય.
  But….
  It happens. Everything just happens.
  Let us learn – just watching what happens.

  Comment by સુરેશ જાની — January 21, 2015 @ 12:46 pm | Reply

 2. શું આટલી બધી પ્રેમાળ કામ કરવાની ધગશ વાળી દીકરીયો દરેકને ઘરે હશે .?મારી ગ્રેટ ગ્રાન્ડ ડોટર જીઆના બહુ પ્રેમાળ છે .સાથે સાથે શક્તિ શાળી પણ છે .એનાથી એક વરસ મોટો ભાઈ એનાથી ડરે છે એટલે મને આ સ્ત્રી શક્તિ બહુ ગમે છે .જીના જેવડી જીઆના હતી ત્યારે હું એને પહેલ વહેલો મળ્યો . એના માબાપના મારી સાથેના વર્તાવથી અને તેના માબાપે મારા વિષે ઘણું કહેલું એટલે એ સમજી શકી કે આ દાઢી ધારી આપણો પોતાનો છે . એકદી એણે મારી આગળ રમકડાના કપ રકાબી મુક્યા અને મને કીધું આ કોફી પીય લો મેં કીધું આમાં કશું છે નહિ . જીઆના બોલી તમે ચશ્માં ઉતારીને જુવો એટલે દેખાશે . મેં એના કહેવા પ્રમાણે કર્યું ,અને પછી બોલ્યો કોફી બહુ ગરમ છે . તો જીઆના બોલી એને ઠરવા દ્યો પછી પીજો .
  હાલ એ 10 વરસ પુરા કરી ગઈ છે . ગઈ 18 તારીખે જાન્યુ . જીઆનાની માનો બાપ ચેરોકી જાતિનો અમેરિકન ઇન્ડીયન છે અને જીઆનાના બાપનો બાપ જુનાગઢ જીલ્લાના દેશીંગા ગામમાં જન્મેલો અસલી ઇન્ડિયન છે .

  Comment by aataawaani — January 21, 2015 @ 2:56 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: