Hiral's Blog

October 24, 2014

મનની વાત

Filed under: મનની વાત — hirals @ 3:08 pm

ઘણીવાર એવું બને છે કે વડીલો નવી પેઢીની વધુ પડતી ચિંતા કરીને ચિંતનાત્મક લેખો લખે.

જ્યારે પણ એવું બને ત્યારે હું ત્રણ વાત વિચારું છું. અથવા વિચારાઇ જાય.

૧) પ્રધ્યાપક વર્ગખંડમાં પાંખી હાજરી જોઇને ચિંતાગ્રસ્ત સ્વરે વર્ગ બંક કરતા વિદ્યાર્થીઓ, એમની કુટેવો વગેરે વિશે લાંબુ કંટાળાજનક લેક્ચર આપે, ત્યારે ભણવાના ઉત્સાહ સાથે બેઠેલા પાંચ-સાત વિદ્યાર્થીના મનમાં પણ તેઓ કટુતા ઉત્પન્ન કરે. એવું જ કંઇક મોટેભાગે ચિંતનાત્મક લેખો વિશે બનતું હશે.

એક તો જેમના વિશેની ચિંતા છે, તેઓ તો એ લેખ વાંચવાના છે જ નંઇ. જે વાંચવા ઉત્સુક વર્ગ છે તેઓ પણ ક્રમે કરીને કંટાળશે. સમયનો બગાડ, લખનારનો અને વાંચનારનો. અને ચિંતાઓનું એક વિષચક્ર ચાલુ થશે તે વળી નફામાં.

યુવાનો વિશે લખાય ત્યારે યુવાનીના જોશના સંદર્ભે તેમને ગમે, તેમને સમજાય એવું સરળ છતાં જોશીલું સાહિત્ય કેટલું?

૨) જો વૃદ્ધોને યુવાન પેઢી વિશે અગણિત ફરિયાદો હોય, તો શું યુવાનોને એમના વિશે કશી ફરિયાદ નંઇ હોય? શું બધા વડીલો મહાત્મા અને સંત આત્મા હતા એમના સમયમાં? શું તેમણે ક્યારેય ભૂલો કરી જ નંઇ હોય? પણ ફરિયાદો કરવાનો ઇજારો જાણે વડીલો આપોઆપ લઇ લે ક્યારેક અજાણતાં પણ.

આપણી આસપાસમાંથી જ વિચારીએ તો પણ, શાણા, સમજુ, ઠરેલ, જમાના સાથે તાલ મિલાવી શકે, નવી વાતોને સહજ સ્વીકારી શકે, સાચું ખોટું બતાવી શકે, હકારાત્મક અભિગમ કેળવવા સતત તત્પર એવા વડીલો કેટલા? માંડ આંગણીના વેઢે ગણાય તેટલા, ત્યારે એમ થાય, ગમે એટલા ભજન કરે, ચિંતા કરે, એમની વાતો કે સમજ યુવાનોને મનભાવન ના હોય એ વડીલો નવી પેઢીથી વધારે વ્યથિત હોય છે.

પણ એમાં વાંક કોનો? સ્વામી વિવેકાનંદે ૧૦૦ વરસ પહેલાં કહેલી વાતો આજે પણ યથાર્થ લાગે, ત્યારે એમ થાય, કે પાછલા ૧૦૦ વરસમાં આપણાં વડીલોએ ખરેખર કેટલું જીવનમાં ઉતાર્યું?

ત્યારે પેલી ગૌતમ બુધ્ધની વાત અચુક યાદ આવે,

એક માતા એના બાળકને લઇને બુધ્ધ પાસે ગઇ, ‘મહારાજ, આને સમજાવો ને, આશીર્વાદ આપો કે બહુ ગોળ ના ખાય. આખો વખત બસ ગોળ જ ખાયા કરે છે.’

બુધ્ધ કહે, ભલે માતા, ‘પંદર દિવસ પછી આવજે’.

માતા પંદર દિવસ પછી ગઇ. બુધ્ધે પેલા બાળકને કીધું. ‘બેટા બહુ ગોળ ના ખવાય.’ ડાહ્યો થઇને હવેથી મમ્મી જે જમાડે તે પણ જમજે. હોં.’

બાળકે હકારમાં માથું ધુણાવ્યું.

માતાને નવાઇ લાગી અને બુધ્ધ ભગવાનને પૂછ્યું. ‘તો માત્ર આટલી વાત કહેવા તમે પંદર દિવસ કેમ લીધા? તમે પંદર દિવસ પહેલા પણ તો કહી જ શકતા હતા ને!,’

બુધ્ધે હસીને જવાબ આપ્યો, ‘માતા, ત્યારે હું પોતે પણ વધારે ગોળ ખાતો હતો, તમે કીધું ને ખ્યાલ આવ્યો, એટલે ભૂલ સુધારી. જ્યાં સુધી હું પોતે કંઇ ખોટું કરતો હોઉં તો હું કેવી રીતે બીજાને એનાથી વિપરીત કરવાની સલાહ આપી શકું? એ સમયનો બગાડ છે, સામેના પર એની કશીજ અસર થાય જ નંઇ. અને એટલે મેં તમારા ગયા પછી પંદર દિવસથી ગોળ ખાધો જ નંઇ અને એટલે તારું બાળક પણ મારી વાતનું માન રાખશે.

ને સાચે જ એણે બુધ્ધ ભગવાનની વાતનું માન રાખ્યું. ને ગોળ ખાવો છોડી દીધો. ને મમ્મી જે ખવડાવે એ બધું હોંશથી જમવા લાગ્યો.

જેમ નાના બાળકની હાજરીમાં રમતિયાળ વાતાવરણ જ તેમને સ્પર્શે, તેમ યુવાનોને જોશીલી, ખંતીલી, સાચી અનુભવી, વાતો જ સમજાય. બાકી બધું એમને મન, બકવાસ બની શકે. જ્યોતિષ, ભાગ્ય, અયોગ્ય ચિંતાઓ, નકારાત્મકતા વગેરે ઘણુંખરું યુવાનોને અકળાવનારું જ બને.

૩) હું વૃધ્ધ થઇશ કે નંઇ એ તો ખબર નથી, પણ જો થાઉં તો ઉપરની બંને વાત ત્યારે મને યાદ રહે એવી સદબુધ્ધિ તું આપજે ભગવાન.

Advertisements

1 Comment »

  1. ‘માતા, ત્યારે હું પોતે પણ વધારે ગોળ ખાતો હતો, તમે કીધું ને ખ્યાલ આવ્યો, એટલે ભૂલ સુધારી.
    ——-
    કેટલા માબાપ કે શિક્ષક આટલા પ્રામાણિક હશે? !

    Comment by Suresh Jani — October 24, 2014 @ 8:23 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: