Hiral's Blog

October 24, 2014

માહિતીની માયાજાળ

Filed under: મનની વાત — hirals @ 3:23 pm

ભૂખ લાગી હોય અને ૨૦ પકવાન બન્યા હોય તો બે વાત બની શકે.

૧) તમે તમારી અનુકુળતા, સ્વાસ્થ્ય, પસંદ વિચારીને ૩ થી ૪ વાનગી બહુ આનંદથી આરોગો.

૨) બધી જ વાનગી આરોગવાની દોડમાં, કોણ કઇ વાનગી વધુ ખાય છે કે ઓછી, કઇ વાનગી વધુ સ્વાદિષ્ટ છે વગેરેની માયાજાળમાં ફસાયા તો તમે બધું માંડ જરાક જરાક ખાઇ શકશો અથવા છેલ્લે અકરાંતિયું જમીને પેટ બગાડશો.

બસ, આઇ.ટી ક્રાંતિના સહારે આ જ વાત બને છે.

૧) જે વિદ્યાર્થી પાસે ચોક્કસ રસના વિષયો છે, જેઓ પોતાની રસ – રુચિ બરાબર સમજે છે અને તે રાહે ચાલવા કટિબધ્ધ બને છે, તેમના માટે મેરિટ, માર્કસની આંધળી દોડ, દેખાદેખી બધું ગૌણ બને છે.

૨) કેટલાંક મનના વિચારોને બસ ગુગલના સહારે માહિતી એકત્ર કરવામાં ચતુરાઇ સમજે છે તેઓ બહુ ગોથા ખાય છે. તેઓ પાસે એટલી બધી માહિતી ખડકાય છે કે તેઓ શું કરવું ને શું ના ભણવું માં અટવાય છે. માતા-પિતા પણ શરુઆતમાં વિધ્યાર્થી પાસેથી અવનવી માહિતી સાંભળીને પોરસાય છે પણ એમને માહિતી અને જ્ઞાન વિશે સમજ આપવામાં ક્યાંક કાચા પડે છે. અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાનો મહામૂલો સમય અજાણી માહિતીની દોડમાં ગુમાવે છે.

1 Comment »

  1. એકદમ સાચી વાત. પણ કોણ સમજશે?

    Comment by Suresh Jani — October 24, 2014 @ 8:21 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: