Hiral's Blog

October 21, 2014

બાળ-કલ્પ્નાસૃષ્ટિ

Filed under: બાળ-કલ્પ્નાસૃષ્ટિ — hirals @ 8:33 am

અઢી વરસની મારી દીકરીને મેં કીધું,

ક્યારેક તો તું વાર્તા કર.

અને આ પહેલવહેલી એની બાળ-કલ્પ્નાસૃષ્ટિ.

જિનીઃ ‘હ્મ્મ્મ્મ, રાજા’, મોઢાના હાવભાવ સાથે,
મમ્મીઃ રાજાની વાર્તા કરીશ, સરસ, શું કરતો તો રાજા?
જિનીઃ ‘ફરવા ગયો’.
મમ્મીઃ ક્યાં?
જિનીઃ મામાના ઘરે, મામા સાથે ફરવા ગયો.
મમ્મીઃ ક્યાં?
જિનીઃ હમ્મ્મ્મ, બહુ વિચારીને, જંગલમાં,
મમ્મીઃ પછી?
જિનીઃ એકદમથી યાદ આવ્યું હોય એવા હાવભાવ સાથે,
‘મામા ઘેર ગયા’,
મમ્મીઃ અને રાજા?
જિનીઃ ઝાડ પર ચઢી ગયા,
મમ્મીઃ પછી?
ભમ્મ થઇ ગ્યા. જમ્પ કરી દીધું, નીચે, હા, ભમ્મ રાજા,
મમ્મીઃપછી?
જિની, જિની, બૂમ પાડી,
મમ્મીઃપછી?
છૂપાઇ ગયા,
મમ્મીઃપછી?
જિનીઃ ‘ડૉગી આવ્યો, ભાઉ, ભાઉ,
એટલે બી ગયા’, બીવાના હાવભાવ સાથે.
મમ્મીઃઓહ, પછી?
જિનીઃ થોડુંક વિચારીને, ‘ફરવા ગયા’,
મમ્મીઃક્યાં?
જિનીઃ ‘ચાંદામામા ઘેર’,
મમ્મીઃ જંગલના ઝાડથી સીધા ચાંદામામાના ઘેર,
જિનીઃ હાહાહા, અંધારું (મમ્મીને યાદ દેવડાવ્યું, રાત થઇ ગઇને) , હા, ચાંદામામા
‘મજા આવે’,

મમ્મી વિચારેઃ જબરી કલ્પના,
જંગલમાં રાતના ડરની વાત કરવાની જગ્યાએ , જાતે જ કેવું ચાંદામામા પર ફરવાનું વિચારી લીધું, સરસ,
‘પછી’,
જિનીઃ  બઉ ફર્યા, મજા કરી,
‘હા, મોઢાના હાવભાવ સાથે, જાણે ચાંદા પર પહોંચીને વાત કરી રહી હોય,
મમ્મીઃપછી?

પછી, ધીમેથી, કહે, ‘અક્કલ’, મને ક્યાંય સુધી સંભળાયું નંઇ, શું કહે છે,
તો ઇશારાથી કીધું,
જાતે વિચારવાનું ને, આગળ…..હવે એની આંખ લગભગ મીંચાઇ રહી હતી. એટલે એણે આગળનું વિચારવાનું મને ડેલિગેટ કરી દીધું.
હા, હા, હા,

મેરી બિલ્લી, મુજે મીયાઉં…

અમે બંને બહુ હસ્યા, ને થોડી વારમાં તો એની આંખો ઘેરાવા લાગી ને પછી મારી પણ.
અને થોડી વારે અમે બંને પોતપોતાની સ્વપ્ન સૃષ્ટિમાં વિહરવા લાગ્યા.

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: