Hiral's Blog

October 1, 2014

બાળ બુધ્ધિઃ પ્રયત્ન અને શાબાશી.

Filed under: બાળ બુધ્ધિ,Experience to share — hirals @ 7:03 pm

(૧)
રસોડાનું કામ-કાજ આટોપીને,
જિનાને કાગળ અને સ્કેચપેન આપીને હું કમ્પ્યુટર પર ઇમેઇલ ચેક કરવા બેઠી,
જો કે એવું થોડું હાલે!
બીજી જ મિનિટે,
જિનાઃ ‘મમ્મી, જો સર્કલ બનાવ્યું’,,
મેં કીધું, ‘વાહ, સરસ’,
જિનાઃ ‘મમ્મી, હવે તું બનાવ. લે પેન’.
મેં કીધું, ‘મને નથી આવડતું, તું બનાવ.,તું બહુ સરસ બનાવે છે.
ચિંતિત સ્વરે, ‘ઓહહ્હ, નથી આવડતું’,
‘ટ્રાય કર. જો બતાવું છું’.
‘લે, ટ્રાય કરને, આવડી જશે મમ્મી’,
મમ્મીએ જિના પાસે બેસીને શીખ્યું, સર્કલ કેવી રીતે બનાવાય.
જિનાઃ ‘વેરી ગુડ!’ બે હાથે તાળી પાડીને,
ગર્વ સાથે, ‘જો આવડી ગયું ને!’

પઝલ બનાવવું હોય,
કે ક્રેઝી ડાન્સીંગ સ્ટ્રોથી જ્યુસ પીવાનું હોય,
મને પ્રોત્સાહન સાથે શીખવવામાં આવે છે.

(૨)
આજે, લાઇબ્રેરીથી આવતાં, નવો રસ્તો ખુંદવા વિચારેલું,
એમાં ભૂલી પડી, જો કે ભૂલા પડીએ ત્યારે ઘણું નવું રસ્તામાં જડી જાય.
પણ, હવે ઘરનો રસ્તો જડી નહોતો રહ્યો અને જિનાના સૂવાનો સમય થઇ રહ્યો હતો.
હું જરાક અમથું બબડી, ‘લાગે છે, ખોટા રસ્તે ચઢી ગયા’,
શું થયું મમ્મી?
કંઇ નંઇ બેટા, રસ્તો ભૂલો પડ્યા,
નથી પડ્યા, જો,
હા, બેટા, ઘરે જવાનો રસ્તો નથી જડતો, પડ્યા નથી.
ઓહ્હહ, નથી જડતો. મળી જશે મમ્મી,
ધ્યાનથી જોતો. (જાણે ટેબલ નીચેથી એનું રમકડું શોધવાનું ના હોય!)
થોડીવારે સાચો રસ્તો પકડ્યો ને ઘર આવ્યું,

ઘર જડી ગયું, શાબાશ!
વેરી ગુડ!
મમ્મીને ઘર જડી ગયું!

(૩)
અમે બસમાં બેઠા, એક ફ્રેન્ડના ઘરે જવા વિચારેલું અને રસ્તો અજાણ્યો હતો.
મેં એને એક સીટ પર બેસાડી અને કીધું, ઠીકથી બેસજે હં. અને હું બાજુની સીટમાં બેઠી.
એણે વાક્યપ્રયોગના મહાવરા શરુ કર્યા.
જિના બેઠી છે,
મારું એના તરફ ધ્યાન ગયું, અને હું હસી પડી,
મમ્મી, બેઠી છે, એણે બીજો વાક્ય પ્રયોગ કર્યો.
પણ એમ સાવ એકલા એકલા થોડું બોલાય.
મને પણ સાથે લીધી,
બોલ, તો,
‘મમ્મી અને જિના બેઠા છે.’,
બોલ, જો ફાવી જશે,
‘મમ્મી અને જિના બેઠા છે.’,

મેં એના શીખવવા મુજબ બોલ્યું, એટલે, તરત જ,
વેરી ગુડ!
અને પછી તો આખા રસ્તે આ કાર્યક્રમ આગળ વધ્યો.
કદાચ બહુ વખતે મેં બસની બહારની એક એક વસ્તુ ધ્યાનથી જોઇ અને એ પણ જિનાની આંખે.
અને દરેક વખતે મને વેરી ગુડ!

છેલ્લે આટલી શાબાશી અને પ્રોત્સાહન મને ક્યારે મળ્યા યાદ નથી, પણ હમણાંથી જુદું જ વાતાવરણ જામે છે.

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: