Hiral's Blog

September 26, 2014

બાળ બુધ્ધિ

જિના પાર્કમાં આજકાલ બહુ મસ્તીથી રમે છે. એની મસ્તી જોવાની પણ એક મજા છે.
હિંચકા તો એને બહુ જ વ્હાલા પણ હવે ઉંચી લપસણી પણ સર કરે છે.
ખાસા સ્ટેપ્સ ચઢીને (લગભગ ૬ ફૂટ ની ઊંચાઇ છે), લપસણી પર સરકતા પહેલાં, ઘણી એકાગ્રતાથી એક પાટિયા પર ચાલીને જવાનું હોય છે.
જો કે બંને બાજુ પકડી શકાય તેવું દોરડું છે જ પણ જિનાનો હાથ હજુ એટલો લાંબો નથી થઇ શકતો. તેથી એક બાજુનું દોરડું હું એની પાસે કરીને આપું છું, પણ એ છુટ્ટા હાથે જ ચાલવાની કોશિશ કરે.

મારે વારે વારે કહેવું પડે, બેટા, ‘ઠીકથી પકડ, નંઇ તો પડી જવાય’.
ઘણીવાર એને જાણે કશો જ ડર નથી લાગતો. ઘણીવાર તરત કહેશે, મમ્મી, આંગળી પકડ, ને પછી હું વારે વારે દોરડું એ પકડી શકે એમ લંબાવીને બોલું કે બેટા, ‘ઠીકથી પકડ, નંઇ તો પડી જવાય’.
એટલે એ ક્યારેક સાંભળે ને ક્યારેક ના સાંભળે.
પણ કાલી એટલી કે, મને વ્હાલી થવા જાતે જ કહેશે, ‘પકડી રાખવાનું ને મમ્મી, એટલે ના પડાય!’

ઘરે આવીને એણે ચોકલેટ માંગી, મેં કીધું બેટા, ‘બઉ ચોકલેટ ના ખવાય, દાંત પડી જાય’.
મમ્મી પકડી રાખું છું ને, ના પડે.
મમ્મી દાંત પકડવાનું, ના પડે જો.
હવે ચોકલેટ આપ.

બોલો, છે કોઇ જવાબ, આ નટખટ બાળ બુધ્ધિ માટે!

3 Comments »

  1. […] Leave a comment Posted by સુરેશ on September 30, 2014 હીરલની દીકરી જિના હવે એનું હીર બતાવવા લાગી છે. એની  આ બે  જોક પર ક્લિક કરો અને  ટચુકડી બાળ જોક માણો… ‘એકલા ના જવાય મમ્મી, બાવો લઇ જાય!’ મમ્મી દાંત પકડવાનું, ના પડે જો. હવે ચોક… […]

    Pingback by બાળ જોક | હાસ્ય દરબાર — September 30, 2014 @ 10:25 pm | Reply

  2. બાળકોની આવી કાલી કાલી વાતો કાયમનો આનંદ

    Comment by pragnaju — October 1, 2014 @ 2:26 am | Reply

  3. સરસ જોક.

    Comment by Manish Pandya — October 1, 2014 @ 8:52 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: