Hiral's Blog

September 13, 2014

કેળવણી- કટુ અનુભવમાં પણ સાચી શિક્ષા

Filed under: Story — hirals @ 1:15 pm

જીવનમાં કેટલાક આઘાતો જરૂરી છે. એનાથી ક્યારેક નવી દિશા મળી જાય છે. આજે જે હું સારા ચિત્રો દોરું છું એ એનાજ પરિણામે. ભલે પ્રદર્શનમાં મૂકી શકાય એટલા સરસ નહિ પણ મારા પૌત્રને સ્લેટમાં એને ગમે એ પક્ષી કે પ્રાણી કે કુદરતી દ્રશ્યો લગભગ આબેહૂબ બનાવી શકું એવા ચિત્રો દોરી શકું છું. અને એ પ્રવૃત્તિ મને રોજ નવા નવા સાચા એવોર્ડ જીત્યા કરતાં સવાયો આનંદ આપે છે.
એ વખતે અમે છઠ્ઠા ધોરણમાં. મારી સાથે મારા બે પિતરાઈ ભાઈઓ પણ મારા સહાધ્યાયી.  એક વખતે શાળામાં ઉંધી તાવડી પર ચિત્રો દોરવાની હરીફાઈ હતી. અને ઈનામમાં એક સ્ટીલનો પ્યાલો. એ સમયે આજના જેવી ચિત્રપોથીનું ગામડાઓમાં બહુ ચલણ નહિ. ઘરેથી તાવડી લઇ જવાની અને શાળામાં જઈને ત્યાં જ ચિત્ર દોરવાનું. અમે શાળાએ ગયાં. સ્પર્ધા શરુ થઈ. બધા યથાશક્તિ પોતાની આવડતને તાવડી પર ઠાલવવા લાગ્યા. મેં ય પ્રયત્નો શરૂ કર્યા. પણ મારે વારે વારે તાવડી ધોવા જવું પડે. પછી પાછી એ સુકાય એની રાહ જોવી પડે. એમાં ને એમાં સમય પૂરો થઇ ગયો! મારા બંને ભાઈઓ મારાથી ઓછી આવડતવાળા એની મને અને બીજા બધાને પણ પૂરતી જાણ. છતાં એ બંને ને ઈનામ મળ્યા. અને હું આઘાત પામેલો, નિરાશ એ ઈનામ વિતરણ જોઈ રહ્યો.
ખરેખર એમ બનેલું કે મારા બંને કાકા (મારા સહાધ્યાયી પિતરાઈ ભાઈઓના પિતા) વગવાળા. અને મારા પિતા સાવ સાદા સીધા ખેડૂત. એ, એમનું કામ અને ભગવાનનું નામ. બીજી કોઈ લપમાં એ એમનો સમય ન બગાડે. એમણે એમના આગવા કહી શકાય એવા કોઈ સંબંધો વિકસાવેલા જ નઈ. અને મારા કાકા એ ઘણા સંબંધો વિકસાવેલા. એ સબંધોનો અહીં એમણે ઉપયોગ કરેલો. મારો એક ભાઈ તો ઘરેથી જ તાવડી પર ચિત્ર દોરાવીને લાવેલો. પણ એના પિતાના સંબંધને કારણે આ ગેરરીતિને પરીક્ષકે પણ ચલાવી લીધેલી. મને એ વાતનો સહેજ પણ આઘાત ન હતો કે ઈનામ મને ન મળ્યું પણ ખરો આઘાત એ લાગેલો કે સ્પર્ધામાં લાયક ઉમેદવાર નહિ પણ લાગવગ ને ગેરરીતિ ઈનામનો સ્ટીલનો પ્યાલો જીતી ગયાં. આ આઘાત પછી મને ચિત્રો દોરવાનો ને સારામાં સારા ચિત્રો દોરવાનો જાણે કે ચસ્કો જ લાગ્યો. અને હું ધીમે ધીમે સારા કહી શકાય એવા ચિત્રો દોરતો થયો.
આ આખી વાત કે આ આખો બનાવ એટલો બધો નાનો છે કે એમાં કોઈને કઈ યાદ રાખવા જેવું ન પણ લાગે. પણ આ વાતે મને બે અગત્યની અને જીવનમાં કામ લાગે એવી વસ્તુઓ શીખવી. એક તો હું સારા ચિત્રો દોરતો થયો. અને બીજું એ કે ક્યારેય, ક્યાંય પણ, કોઈ પણ પ્રકારની ગેરરીતી કરવી નહિ કે કોઈએ કરેલી ગેરરીતી ચલાવી લેવી નહિ અને ક્યાંય કોઈ પણ કામ માટે કોઈની પણ લાગવગ લગાડવી નહિ કે મારી લાગવગનો ઉપયોગ ક્યારેય, કોઈને કરવા દેવો  નહિ.
આજે જ્યારે આ બનાવ મને યાદ આવે છે તો ખરેખર નવાઈ લાગે છે. નવાઈ એ વાતની કે છઠ્ઠા ધોરણની ચિત્ર જેવી નજીવી પરીક્ષા માટે મારા કાકા અને પિતરાઈઓ એ લાગવગ અને ગેરરીતીનો આશરો લોધો! હસવું આવે છે મને એ લોકોની આવી ગરીબ માનસિકતા પર. જે આવી નાની, સાવ નગણ્ય બાબતમાં આદર્શો સાથે, સત્ય સાથે ચેડા કરી શકે. એને જો તક મળે અને જરૂર પડે તો એ શું ન કરી શકે? અમુક લોકોની પરિસ્થિતિ જોઈને આપણને દયા આવે કે સહાનુભૂતિ થાય ત્યારે એક તર્ક એવો પણ મગજમા ઝબકી જાય છે કે ઈશ્વરે જેને જે પરિસ્થિતિમાં રાખ્યા છે એ જ એમના માટે યોગ્ય હશે…

 

સાભારઃ http://iliveniwrite.blogspot.co.uk/2011/08/blog-post_23.html?showComment=1410527707221#c3290540289195289774

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: