Hiral's Blog

August 8, 2014

જિનાનું હાસ્તો

Filed under: Jina — hirals @ 3:27 pm

જિના પાછલા એક મહિનાથી ઘણાં વાક્યપ્રયોગો કરે છે અને એનું શબ્દભંડોળ ઘણું ઝડપથી વધી રહ્યું છે. જો કે જુલાઇ મહિનાથી જ એણે ખરેખર બોલવાની શરુઆત કરી એમ કહી શકાય.

ગઇકાલે એ જોડાક્ષર વાળો પહેલો શબ્દ બોલતા શીખી. ‘હાસ્તો’.

અને દિવસમાં ઘણીવાર ઘણાં સંવાદોમાં મારી સાથે એણે આ શબ્દપ્રયોગ કર્યો.

‘સાંજે મિલને પૂછ્યું’. જમી લીધું? ‘ જિનાનો જવાબઃ ‘હાસ્તો’.
જિનાએ જમ્યું નહોતું. એટલે મિલને પૂછ્યું. ‘ખોટું બોલે છે?’ જિનાનો એ જ નિર્દોષ જવાબઃ ‘હાસ્તો’.

હું હસી પડી, દિવસમાં ઘણીવાર એણે ‘હાસ્તો’ કહેલું, ખરેખર કેટલી વખત સમજીને કીધું? એ તો જિનાને જ ખબર.
બરાબર ને!, ‘હાસ્તો’ ઃ)

3 Comments »

  1. બાળકો જે રીતે બોલતાં શીખે છે- એ માનવજીવનની એક અદભૂત ઘટના છે.
    આનો ઉપયોગ પશ્ચિમી શિક્ષણકારોએ ઓટિસ્ટિક બાળકોને શીખવવા માટે કર્યો છે – એ એક અદભૂત સિદ્ધિ / શોધ છે.

    Comment by સુરેશ — August 8, 2014 @ 3:42 pm | Reply

  2. જીનાએ જુલાઈમાં બોલવાની શરૂઆત કરી અને ઓગસ્ટની શરૂઆતમાં જ જોડાક્ષર વાળો પહેલો શબ્દ ‘હાસ્તો બોલતા શીખી લીધું એ સરસ પ્રગતી કરી કહેવાય .પેરન્ટસ તરીકે તમારા બન્નેના આનંદની
    કલ્પના કરી શકું છું .અભિનંદન.

    Comment by Vinod R. Patel — August 9, 2014 @ 12:05 pm | Reply

  3. નમસ્તે!

    મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે. gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

    આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

    મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

    આપ જરૂરથી પધારશો.

    આભાર સહ,

    ~ દીપ ~

    Comment by Deep — September 7, 2014 @ 6:58 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: