Hiral's Blog

July 18, 2014

યોગ્ય સંવાદ અને મૂળ પ્રકૃતિ

૧) અમે બધા મમ્મા-બાબાને (મિલનના ફ્રેન્ડના મમ્મી-પપ્પા) ઘેર જમવા ગયેલા. એમણે એક એકથી બધી જ વાનગી મન દઇને મિલનની પસંદની બનાવેલી. અને છેલ્લે મિલનની પસંદનો આઇસ્ક્રીમ. મને તો આશ્ચર્ય થયું આટલી બધી કાળજી અને પોતાનાપણું. વાહ!

 

૨) હું અને જિના એમના ઘરે ૨-૩ દિવસ રહેવા ગયેલા અને જિનાને તો એમની સાથે એટલો બધો હેત થઇ ગયો કે ના પૂછો વાત. એ બિલાડીનો અને ચકલીનો અવાજ કાઢીને જિનાને રમાડતા જાય ને વચ્ચે વચ્ચે એમનું કામ કરતા જાય. મને ખરીદી કરવાનો સમય મળવો જોઇએ એની તકેદારી એમણે વગર કીધે રાખી.

 

૩) સવારે વહેલા ઉઠીને હું વાંચવા બેઠી. બેઠક થોડી ઉંચી હતી, એટલે પગ સહેજ લટકતા રહેતા હતા, એ જોઇને મમ્માએ મને પગને ટેકો આપવા એક બાજઠ આપ્યું ને હેતથી માથે હાથ ફેરવીને જતા રહ્યા.

 

૪) મારા ગ્રીન ટોપના બે બટન તૂટી ગયેલા. છેક સુધી યાદ હોવા છતાં કોઇને કોઇ કામમાં બટન ટાંકવાનું રહી ગયું. જો કે મેં મારી પાસેના સફેદ દોરાની રીલ કાઢેલી એ એમના ટેબલ પર હતી તે પાછી આપતી વખતે એમણે એમાં લીલા રંગનો લાંબો દોરો સોયમાં પરોવીને રીલ પર વીંટાળીને મને આપ્યો.

દરેક વખતે ‘થેન્ક્યુ, સો સ્વીટ’ એવું કીધેલું પણ

હવે મારાથી ના રહેવાયું ને મેં કીધું ‘સો સ્વીટ , તમને દરેક નાની વાતમાં આટલી બધી કાળજી કેવી રીતે રહે છે?’

એમણે કીધું, સ્ત્રીનો સામાન્ય સ્વભાવ દરેકની કાળજી લેવાનો છે ને એને વધારે કેળવીએ એટલે આ ઉંમરે એ સહજ બની જાય,

મારાથી પૂછ્યા વગર ના રહેવાયું, પણ તો તમને સામેની દરેક વ્યક્તિ પણ તમારી એટલી કાળજી રાખે તેવી અપેક્ષા રહેતી જ હશે એટલીસ્ટ ખાસ કરીને અંકલ પણ તમારી એટલી કાળજી રાખે એવું તમને થતું હશે અને એવું તો શક્ય જ નથી તો તમે શું કરો?

સરસ જવાબ હતો.

‘હા, શરુઆતમાં હું રડી પડતી, કે આટલી ખબર નથી પડતી,

વરને રડીએ તે ના ગમે,

પછી મેં છણકા કરીને કે ગુસ્સે થઇને લાગણી વ્યક્ત કરવી શરુ કરી,

સમજાય તો તરત કરી આપે, નહિં તો જિભા-જોડીમાં બરાબરના બે-ત્રણ કલાક બગડે.

તો?

આખી જિંદગી વીતી ગઇ ત્યારે હમણાં થોડાક વરસોથી હું બે વાત હું શીખી.

યોગ્ય સંવાદ

ઉદાહરણ તરીકે ઃ

જો સમયસર ચા ના બની હોય તો એ મને કહે છે કે ‘મારા માટે આજે ચા મુકજે ને? અથવા પૂછશે કે કંઇ કામમાં છો? ‘ચા પીવાની ઇચ્છા છે? મળશે?’ ને છોકરાંઓને ભણાવતી હોઉં તો એ કાં તો જાતે મૂકે ને કાં તો માંડી વાળે.

બસ, એટલી સહજતાથી હું કેમ કામ એમને ના બતાવી શકું?

હવે બતાવું છું,

૧) ‘મશીનમાં જરા ડ્રાયર ચલાવજોને! અને પછી કપડાં પણ સૂકવીને નીકળવું છે તે જરા સૂકવી દેજોને,

પહેલાં હું ખીજાઇને કહેતી કે રઘવાટને કારણે ખીજાતી,

‘મશીનમાં ક્યારનું ટું-ટું વાગે છે ને કપડાં ધોવાઇ ગયા છે ને તમે ટી.વીમાં ઘુસેલા છો ને જુઓ છો કે મારે હજુ રસોડું અવેરવાનું છે ને તૈયાર થવાનું છે તો ડ્રાયરનું એટલું બટન દબાવતાં શું થાય છે?’

૨) કાલે સવારે લિટર દૂધ વધુ લાવજો ને!. વળી પાછું સવારે યાદ કરાવવું પડે કે લિટર દૂધ વધારે લેવાનું ભૂલતા નંઇ હોં!

પહેલાં હું ખીજાઇને કહેતી, ‘ખબર ના પડે કે આજે મહેમાન છે તો દૂધ વધારે જોઇશે. કે કાલે તો કીધું હતું’. વગેરે…..

બોલ,

કેટલો ફરક છે? સંવાદની અસર વધુ થાય છે.

જો કે

ઘણીવાર અમુક વાત કે લાગણી પુરુષોને ખરેખર નથી ખબર પડતી હોતી અથવા તો ના જ પાડી દેશે ને વિચારશે પણ નંઇ કે મને કેવું લાગશે, અને તોય જો ના થાય તો વિચારું કે

 

મૂળ પ્રકૃતિ

ત્યારે હું વિચારું કે જો એમને ખબર પડતી હોત તો એ ‘છાયા’ હોત અને તો પછી આ ‘છાયા’ ની આટલી કિંમત ના હોત. અને ત્યાં જ તો એક ‘સ્ત્રી અને એક પુરુષ’ ને એકબીજાના પૂરક કીધા હશે ને ત્યાં જ તો એકબીજાના સાથી બનવાનું છે .

Advertisements

1 Comment »

  1. એકદમ સાચી વાત. આ બધી વાતો પહેલેથી ખબર હોય અથવા અજમાવી હોય તો સારો સુમેળ રહે.

    Comment by kalpana desai — August 24, 2014 @ 6:28 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: