Hiral's Blog

October 17, 2013

વિચાર સંક્રમણ_ભાગ ૧

ઈ-વિદ્યાલય શરુ કરતાં પહેલાં અને ઈ-વિદ્યાલય શરુ કર્યા પછી, પણ ઘણાં નાના મોટા અવલોકનો/અનુભવો છે, એની વાત ફરી ક્યારેક. પણ અત્યારે જે રીતે ઈ-વિદ્યાલયની ટીમ બની રહી છે, એને સહકાર મળી રહ્યો છે તે અંગે કેટલાંક અવલોકનો ટપકાંવાને મન થયું. બધાનો દિલથી આભાર માનવાને મન થયું. વિચાર સંક્રમણના એક જીવંત ઉદાહરણને વાચા આપવા મન થયું.

— 16 જુલાઇના રોજ મારા ઈ-વિદ્યાલયના ઇમેઇલ બોક્સમાં યુટ્યુબની શૈક્ષણિક ચેનલમાં ઇવિદ્યાલયને સ્થાન મળ્યાંના સમાચાર મળ્યા. આ સમાચાર મેં સહજ સુ.દાદા સાથે વહેંચ્યા. અને તરત જ એમણે તેમના ચાર બ્લોગ પર પ્રસારિત કર્યા.

http://sureshbjani.wordpress.com/2013/07/19/ev/

મેં તરત એક અવલોકન કર્યું. જે હોય તે, આ કાકા ‘સ્વકેન્દ્રીપણાથી ઉપર ઉઠીને કંઇક યોગ્ય દિશામાં નક્કર વિચારો કે કાર્યો કરતા રહેવાનો જબરજસ્ત ધખારો ધરાવે છે’. એમના મિત્રવર્તુળમાંથી ‘જગદીશકાકા’ અને ‘અશોકકાકા (દાસ)’ અંકલે અને બીજાં પણ કેટલાંક ઇમેઇલ મદદ માટે મળ્યાં. મેં દરેક જણ સાથે વાર્તાલાપમાં સુ.દાદાને સાથે રાખ્યા.

૧) સુ. દાદા સાથે ઈ-વિદ્યાલયના વિચારો અંગે પત્ર વ્યવહાર ચાલુ થયો, ત્યારે કદાચ તેમને પણ ખબર નંઇ હોય કે આ છોકરી મને ઈ-વિદ્યાલયના કામમાં આટલો વ્યસ્ત બનાવી દેશે. આમ જુઓ તો આ કામ એમને ગમતું જ છે અને એ આવા અનોખા યજ્ઞોમાં બહુ નિસ્વાર્થ અને વ્યાપક દ્રષ્ટિકોણ ધરાવે છે એટલે અમારી જોડી જામતાં વાર ના લાગી. (જો કે મેં એ પણ નોધ્યું કે એમનું બહુ ગમતું કામ ‘બની આઝાદ’ નું અંગ્રેજી અડધે મૂકીને અત્યારે ઈ-વિ સાથે સંકળાયેલા છે.)

સહકાર મળે છે જાણી, મેં શિક્ષક દિને ઈ-વિદ્યાલય લોન્ચ કરવા વિચાર્યું. જે શક્ય ના બની શક્યું. પણ સુરેશદાદા જેનું નામ, મેં હંમેશા અનુભવેલું કે તેઓ કામ વધુ કરે છે અને સલાહ ઓછી અથવા તો ખરેખર જરુર હોય ત્યારે જ આપે છે. એટલે મેં એમને સીધા એડમીન રાઇટ્સ આપ્યા. સાધારણ સંજોગોમાં આવડી છોકરી, એમનો આ ઉંમરે જવાબદારીભર્યો સહકાર માંગી રહી છે જાણી થોડા ઢીલા થઇ જાય. પણ સુ.દાદા બે મહિનાના પત્ર વ્યવહાર પછી ઈ-વિદ્યાલયના મારા/અમારા વિચારના અમલ માટેની ખાસ મુશ્કેલીઓ એકદમ સ્પષ્ટ સમજી શક્યા. એમણે હવે જવાબદારી સ્વીકારીને સાથે કામ કરવું શરુ કર્યું.

એમણે ૨-ઓક્ટોબર, પૂજય ગાંધીબાપુના જન્મદિવસે ઈ-વિનો શુભારંભ કરવાને સૂચન ક્યું.

જીવન ચરિત્ર બ્લોગ સ્વરુપે શરુ કરવાનું વિચાર્યું, અને એમનો મને બહુ ગમતો બ્લોગ હોબીલોબી ઈ-વિદ્યાલયને ભેટમાં મળ્યા. મેં હવે જાતે જ વબસાઇટ બનાવવી શરુ કરી. મેં એમને વિડીયોની ગોઠવણ માટે બ્લોગવર્તુળની મદદ માંગી. તરત જ વિનોદકાકા અને રમેશકાકા અમારી સાથે જોડાઇ ગયા. એક અઠવાડિયામાં આ ત્રિપુટીએ ૨૫૦+ વિડીયોને ઈ-વિદ્યાલયમાં ગોઠવી દીધા. જિના સૂતી હોય ત્યારે જ હું કામ કરી શકું, દસેક દિવસ રાતે ઉજાગરા કર્યા. પણ એમના સતત સહકારથી અમે ઈ-વિદ્યાલયના વિચારોને સ્પષ્ટ આકાર આપી શક્યા.

સાંસારિક જીવનની નાની-મોટી પરીક્ષા આ સમયગાળા દરમ્યાન પાસ કરવી રહી. મિલને પણ અતિ વ્યસ્ત જીવન ચક્રમાંથી યથાશક્તિ સહકાર આપ્યો.

બીજી તારીખ પછી, કેટલાંક અધ્યાપકોને ઈ-વિદ્યાલયના કાર્યની જાણ કરી. પણ મારા આશ્ચ્રર્ય વચ્ચે અચાનક જ મોબાઇલમાં ચિંતન સર નો સહકાર માટે વાત કરતો ઇમેઇલ મળ્યો. મને આશ્ચર્ય થયું. પી.કે.દાવડાનો રેફરન્સ હતો. કોણ પી.કે.દાવડા? બીજા દિવસે શ્રી પી.કે.દાવડાનો ઇ-પત્ર મળ્યો કે તેઓ સુ. મિત્રવર્તુળમાંથી છે.

અમારા ઉત્સાહમાં વધારો થયો. સામાન્ય રીતે એક ઉંમર પછી, નાની ઉંમરનાને મોટી ઉંમરના લોકો પાસેથી સલાહ-સૂચન વધુ મળે. પણ શ્રી. પી.કે. અંકલે, ખૂબ ઝીણવટથી યોગ્ય દિશામાં સહકાર આપવા માટે ચિંતન સર સાથે સીધો સંપર્ક કરાવી આપ્યો. સુખદ અનુભવ રહ્યો. લતા આંટીએ પણ તરત ફોન કરીને સીધો સહકાર માટે સંવાદ સાધ્યો. તેઓ દીવાળી પછી કાર્યરત થઇ શકશે. બાળવિભાગની જવાબદારી સંભાળશે. પી.કે.અંકલે પણ જીવનચરિત્રો લખવું શરુ કર્યું. આ ઉપરાંત, બધા નેટમિત્રોની શુભેચ્છા, વેગુ ટીમ, ગુજરાતી લેક્સિકોન ટીમ, અને હવે ગુજમિત્રમાં પણ આદરણીય શશિકાંત કાકાની કલમે ઈ-વિદ્યાલયના કાર્યને સમર્થન મળ્યું. — હજુ, બીજાં ઘણાં મિત્રોનો જવાબદારી પૂર્વકનો સહકાર મળી રહ્યો છે. વધુ આવતા અંકે. stay tuned 🙂

2 Comments »

  1. ઈ-વિદ્યાલય..સુશ્રી હિરલબેન ..અમને તો શ્રી સુરેશભાઈ સાથે જનહિતાયની કેડી મળી ગઈ. આપની આ ઉચ્ચભાવના જ, સૌના માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. અનેક મિત્રો સાથે પૂરક બનવા માટે યત્નશીલ છીએ.સારૂ કામ થાય એજ આપણા સૌનું ધ્યેય છે. અમે તો ધંધો જ વિદ્યુત નિગમમાં રહી અજવાળું દેવાનો કર્યો છે(Enjoyed the power and position) , એટલે આપની આ જ્ઞાન-પરબ માટે સહયોગી થવાનો એક આગવો ઉમળકો આપી, આપે આભારી કર્યા છે..એવું નમ્રપણે કહું છું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Ramesh Patel — October 17, 2013 @ 10:34 pm | Reply

    • આપે તો એકદમ ખરા સમયે વગર કશી ઓળખાણે સાથ આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર.

      Comment by hirals — October 18, 2013 @ 3:55 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: