Hiral's Blog

September 24, 2013

ઇવિદ્યાલયમાં ભાવભીનું આમંત્રણ

મિત્રો, ૨૧ મી સદીના ઇન્ટરનેટ યુગમાં,

ડીજીટલ ક્રાંતિના સહારે, આપણી અત્યારની ભણતરની પધ્ધતિમાં પણ કેટલાંક ખાસ બદલાવને અવકાશ છે,

ઇવિદ્યાલય એક ખાસ અલગ પ્રકારની શાળા છે કે જ્યાં ‘ભણો ગમે ત્યાં, ગમે ત્યારે’, શક્ય છે.

અમે ઇવિદ્યાલય વેબસાઇટનું ઉદ્ઘાટન ૨ ઓક્ટોબર, પૂજ્ય ગાંધીબાપુના જન્મદિને કરવા જઇ રહ્યા છીએ.

તો અવશ્ય પધારશો.

EV_Invitation_2013

હું નવી સદીનો બાળક છું,
હું નવી સદીનો બાળક.

હું ઇન્ટરનેટનો ચાહક છું,
હું ઇન્ટરનેટનો ચાહક.

ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,
શાળાના બ્લેકબોર્ડની બહાર પણ હું ભણું,
જ્યારે પણ કંઇ ના સમજાય,તો હું ઇવિદ્યાલયમાં ફરું,
ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,

હું નવી સદીનો બાળક છું,
હું નવી સદીનો બાળક.

હું ઇન્ટરનેટનો ચાહક છું,
હું ઇન્ટરનેટનો ચાહક.

www.evidyalay.net

Advertisements

31 Comments »

 1. અભિનંદન, આવકાર હાર્દિક અને શુભેચ્છાઓ.. આ ઉમદા કાર્યમાં શકય તે સહકાર આપતા આનંદ થશે.

  Comment by nilam doshi — September 24, 2013 @ 4:43 am | Reply

 2. શુભેચ્છાઓ. . . . રાહ જોઇએ છીએ વધુ માહિતિ માટે

  Comment by rajniagravat — September 24, 2013 @ 5:49 am | Reply

 3. મારા પરમ મિત્ર સુરેશભાઈ જાની (મેન્સફિલ્ડ, ડલાસ,યુએસએ) દ્વારા મને ગાંધીજયંતીના આપણા રાષ્ટ્રીય તહેવારના રોજ આપનું ઈ-વિદ્યાલય (આપનો Hiral’s Blog) શરૂ થવાની મને જાણ થઈ. શિક્ષણના આ ઉમદા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થાય તે માટે હું મારી દિલી દુઆ પેશ કરું છું.

  Comment by Valibhai Musa — September 24, 2013 @ 6:00 am | Reply

 4. નવી ગુજરાતી પેઢીને સદા ‘નવી’ અને સજ્જ’ રાખવામાં આવા યજ્ઞોનો ફાળો અમૂલ્ય ગણાશે.
  આ વટવૃક્ષ ખૂબ ફૂલે અને ફાલે તેવી હાર્દિક શુભેછાઓ.

  Comment by ASHOK M VAISHNAV — September 24, 2013 @ 6:13 am | Reply

 5. અમે ગાંધી જયંતીના રોજ સાહિત્ય ટાઈમ્સમાં આં વાત ગુજરાતી શીખતા બાળકો ને ખાસ કરીશું .
  સાહિત્ય ટાઈમ્સ કોલકાતામાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે તે માટે યુવાન અને બાળકો ગુજરાતી લખે , વાંચે , શીખે તે માંટે કાર્યરત છીએ અને આશા છે આં સાઈટ વધારે ઉપયોગી થશે તે માંટે ખાસ શુભેચ્છા…

  Comment by keyur majmudar — September 24, 2013 @ 6:45 am | Reply

 6. મા..શ્રી સુરેશ જાની દ્વારા સમાચાર…માહીતિ/ લિંક મળી ,
  હિરલ્બેન ,બાળ-કલ્યાણનું, પાયાની કેળવણીનું એક સુભગ
  ઉમદા કાર્ય થઇ રહ્યું છે …,તેમાં તમારાહોંશ,ઉમંગ,ઉત્સાહ
  નિમિત્ત બને ,એનો અતીવ આનંદ ! .
  આપને બહુતેરા અભિનંદન …
  “.મુરાદેં હો સબ પૂરી ,સજે હર તમન્ના…..,
  સફલતાકી દુનિયામેં તુમ ચાંદ બનના .”
  -લા’કાંત / ૨૪-૯-૧૩

  Comment by La' Kant — September 24, 2013 @ 8:48 am | Reply

 7. ખુબ ખુબ શુભેચ્છાઓ..ગુજરાતી ભાષા શીખવા માટે વિદેશના વિદ્યાર્થીઓને વેબસાઈટ ખુબ જ ઉપયોગી નીવડશે

  Comment by Dilip Gajjar — September 24, 2013 @ 9:05 am | Reply

 8. બહુ મોટુ અને સાચુ પાયાનુ કામ …આભાર

  Comment by mahesh trivedi — September 24, 2013 @ 10:11 am | Reply

 9. ખુબ ખુબ શુભેચ્છાઓ. વિશ્વભરના ગુજરાતી બાળકોને આથી ઘણો લાભ થશે. આવા સુંદર કાર્ય માટે ધન્યવાદ!

  Comment by અક્ષયપાત્ર/Axaypatra — September 24, 2013 @ 11:34 am | Reply

 10. I have forwarded to my big E mail group.
  Thanks for sharing.
  Good luck to you.
  Chiman Patel “chaman”

  Comment by Chiman Patel "chaman" — September 24, 2013 @ 11:59 am | Reply

 11. હિરલને આ નવતર પ્રયોગ કાજે હાર્દિક અભિનંદન.

  હું નવી સદીનો શિક્ષક છું

  માતૃભાષાનો રક્ષક છું

  Comment by pravina Avinash — September 24, 2013 @ 12:07 pm | Reply

 12. આપ સર્વે અને ખાસ કરીને સુ.દાદાનો ખૂબ ખૂબ આભાર.

  Comment by hirals — September 24, 2013 @ 12:49 pm | Reply

 13. Best Wishes for your Vision !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Comment by Dr.Chandravadan Mistry — September 24, 2013 @ 12:54 pm | Reply

 14. હિરલબહેન,
  શુભ પ્રયત્ન માટે શુભેચ્છા.
  હું અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાઓ અને સત્યકથાઓ લખું છું. નાના બાળકોના વિષય બન્ને ભાષામાં કાવ્યો છે. મારા બન્ને પુસ્તકો પણ બે ભાષામાં છે.
  હું કોઈ રીતે મદદ કરી શકું તો જણાવશો. મારા બ્લોગ> http://www.saryu.wordpress.com પર ફોન# વગેરે માહિતી છે. નમસ્તે. સરયૂ. Austin, Texas

  Comment by SARYU PARIKH — September 24, 2013 @ 1:41 pm | Reply

 15. .હિરલને અભિનંદન…શુભેચ્છાઓ.

  Comment by dhavalrajgeera — September 24, 2013 @ 1:43 pm | Reply

 16. Dear Hiral,

  This is wonderful. My best wishes are always with you.

  Comment by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! — September 24, 2013 @ 2:03 pm | Reply

 17. Best Wishes, Hiralben This work is very important in this era.
  Congratulation.I received this info
  from my friend Uttam Gajjar
  Shashikant Shah

  Comment by Shashikant Shah — September 24, 2013 @ 3:35 pm | Reply

 18. એક આવકાર લાયક અભિનવ પ્રયોગ. પ્રભુ સફળતા આપે અને બાળકોને સારૂં જ્ઞાન મળે.

  Comment by P.K.Davda — September 24, 2013 @ 4:34 pm | Reply

 19. હીરલબહેનની આ નવતર ઈ.વીદ્યાલય શરુ કરવા માટે હાર્દીક શુભેચ્છાઓ…. અઢળક અભીનન્દન….

  Comment by ગો. મારુ — September 24, 2013 @ 4:40 pm | Reply

 20. માત્ત્રુભાષામાં એક નવતર પ્રયોગ થઈ રહ્યોછે, જે ઘણી આનંદની વાત છે, અમારી ખુબ ખુબ શુભેચ્છા સ્વીકારશો..!

  Comment by Shah Pravin — September 24, 2013 @ 4:45 pm | Reply

 21. હિરલબેન ,

  હાલની નવી પેઢીના બાળકો /કિશોરોના શિક્ષણ ક્ષેત્રે વધુ તકો મળી રહે એ માટે ઈ-વિદ્યાલય આશીર્વાદ રૂપ નીવડશે એમાં મને કોઈ શંકા નથી .તમારા આ નુતન વિચારને દાદ દેવી પડે .

  ઇ-વિદ્યાલય એક ખાસ અલગ પ્રકારની શાળા છે કે જ્યાં ‘ભણો ગમે ત્યાં, ગમે ત્યારે’, એ ખરેખર
  એક ઉમદા પ્રકારની સેવા બની રહેશે .

  આપના પ્રયત્નો સફળ થાય અને ઈ-વિદ્યાલય સૌના સહકારથી પ્રગતી કરતું રહે એવી મારી
  હાર્દિક શુભેચ્છાઓ છે .

  Comment by Vinod R. Patel — September 24, 2013 @ 5:51 pm | Reply

 22. હિરલબેન, આ ઉમદા યજ્ઞ્ની સફળતા માટે અનેકાનેક શુભેચ્છા. જ્યારે આવા સમાચારો વાંચૂ છું ત્યારે મને લાગે છે હું અને મારા જેવા અનેક બસ ચૂકી ગયા છે. આજે મારા ગુજરાતી લખાણો માર જ સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ વાંચી શકતા નથી. ફરી અભિનંદન અને શુભેચ્છા.
  સુરેશભાઈનો પણ આભાર. મને ખાત્રી છે કે અનેક દેશોમાં એમના દ્વારા ગુજરાતી માં-બાપ ને શુભ સંદેશ મલિ રહેશે.

  Comment by pravinshastri — September 24, 2013 @ 11:36 pm | Reply

 23. Hiralben,
  E-Vidhyalaya,you are talking about is a nice idea.
  In your Gujarati Poem you had explained your desire & plan to get the encouragement as you implement that idea.
  Using your Poem I had created another Poem in Gujarati which I share here>>>>

  નવયુગનો બાળ હું !

  નવયુગનો બાળ હું,

  જાણો મુજને, એવું કહું હું,

  શાળા જઈ ભણું હું,

  શાળા બહાર પણ ભણું હું,

  કોમપ્યુટર પર જાઉં હું,

  ઈન્ટરનેટ માધ્યમે ફરતો રહું હું,

  “ગુગલ” અને યુટ્યુબ”ને જાણું હું,

  સફર કરી, વિશ્વભરનું જાણું હું,

  સફરો એવી કરી, “અજાણ”ને જાણું હું,

  “ઈવિધ્યાલય”ની વાત કરૂં છું હું,

  જે હિરલે કહી તે જ કહું છું હું,

  શાળા ભણતર સાથે ઈશાળામાં હું,

  “જ્ઞાન-ગંગા”માં સ્નાન કરતો હું,

  એ જ નવયુગનો બાળ હું,

  “જાણો મુજને”વિનંતી કરૂં હું !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Comment by Dr.Chandravadan Mistry — September 24, 2013 @ 11:40 pm | Reply

  • Thanks 🙂 nice poem Indeed.

   Comment by hirals — September 26, 2013 @ 4:10 am | Reply

 24. Congratulations Hiralben! My daughter studied in Gujarati medium. she is MBA and serving as a Content writer for one of the top Ad Agency. she writes poems in both languages.

  Comment by mukesh gandhi — September 25, 2013 @ 7:12 am | Reply

  • Thanks. You must be proud of her. 🙂

   Comment by hirals — September 26, 2013 @ 4:10 am | Reply

 25. શ્રીમતિ હીરલબેન, આ આવકાર્ય કાર્ય આદરણિય છે.તે માટે અનેક અભિનંદનો – કનકભાઈ રાવળ

  Comment by kanakraval — September 27, 2013 @ 10:18 pm | Reply

 26. સુશ્રી હીરલબેન અને સુરેશભાઈ જાની સાહેબ,
  આપના પુરુષાર્થને હાર્દિક આવકાર આપતાં આનંદની લાગણી અનુભવું છું. એક યુનિવર્સિટી કે એક સરકાર પણ જે ન કરી શકે તે કામ કરવાનું આપે બીડું ઝડપ્યું છે તે યશસ્વી નીવડે એવી પ્રાર્થના કરું છું. શિક્ષણપ્રેમી અને સંસ્કારપ્રેમી સજ્જનો મહેનત કરે, ટેક્નિશ્યનો પોતાની સેવા આપે અને દાતારો આર્થિક રીતે સહાય કરે, પણ આ બધો વ્યાયામ જેમના માટે થઈ રહ્યો છે તે સમુદાય એની સાથે મોટી સંખ્યામાં જોતરાય તો જ આપનો ઉમદા હેતુ પાર પડે. જો એનો લાભ પૂરતા પ્રમાણમાં ન લેવાય તો સમગ્ર કાર્યક્રમ ફ્લૉપ ગયો છે એવું લાગે. સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક જમણ તૈયાર તો થાય, પણ જમનારા ન હોય તો મોંઘી રસોઈ બગડે એવું ન થાય એમ ઈચ્છું છું.
  પરભુભાઈ એસ. મિસ્ત્રી
  નવસારી

  Comment by Parbhubhai S. Mistry. NAVSARI — September 30, 2013 @ 4:43 pm | Reply

 27. ખુબ ખુબ અભિનંદન અને આપ્ણુ આમંત્રન સ્વીકારીયે છીયે.

  અમરાથી બનતી મદદ કરશુ.

  Comment by મારી જીંદગી ની ચેતના — October 1, 2013 @ 9:54 am | Reply

 28. હિરલ બેન ને ઘણા અભિનંદન

  Comment by હિમ્મતલાલ — October 12, 2013 @ 2:00 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: