Hiral's Blog

August 11, 2013

મારા ત્રણ સાસુ

મારા ત્રણ સાસુ,
——————-
આવું મથાળું લખતાંની સાથે મને મારી ‘એક વહુની ડાયરી’ શ્રેણી યાદ કરીને થોડું હસવું પણ આવી રહ્યું છે,અને હું વિચારી શકું છું કે જે પણ આ લેખનું મથાળું વાંચશે એ બહુ ઉત્સુકતાથી આ લેખ વાંચતા પોતાને નહિ રોકી શકે.

જો કે જ્યારે મેં સાસુ વિશે પહેલો લેખ લખેલો, કે મને મારા સાસુ કેમ બહુ ગમે?, તો એ એક વાક્યએ પંચમ ભાઇને, નિલમઆંટીને, મનીષભાઇને અને બીજા ઘણાં વાંચકોને એમનાં અમુલ્ય પ્રતિભાવ આપવા મીટે બાંધી દીધેલા, જોકે મારા સાસુ તો વાંચીને હરખથી રડી પડેલા, અને પછી તો મને એ શ્રેણી અંતર્ગત અવનવા અનુભવો શૅર કરતા સારા-ખોટા પ્રતિભાવો મળતા રહેતાં. પણ ઘરની ઘણી વાતો કહેવાઇ રહી છે એવું લાગતાં અને એ મુદ્દે પ્રતિભાવોમાં ઘણાં વાદ-વિવાદ થતાં, મેં બધા લેખ મારા બ્લોગ પરથી ડિલિટ કરી દીધેલા.

પણ આજે અચાનક મને બસ થોડું લખવાની ઇચ્છા થઇ આવી તો ચાલો લખી જ લઉં.

—————
સૌથી પહેલાં મારા વડસાસુ,
——————
તેઓએ અત્યાર સુધીમાં અગણિત તપશ્ચર્યા કરી છે, હાલમાં પણ એમનું વરસીતપ ચાલી રહ્યું છે, ઘણું બધું જૈનોની તપશ્ચર્યા વિશે કહેવાતું હશે, જૈનોના જડ નિયમોને અનુલક્ષીને કેટલાય લેખો બ્લોગ જગત પર વાંચ્યા છે, પણ હું અંગત રીતે એવું માનું છું કે ખુબ દ્રઢતાથી આહાર-વિહારના નિયમો પાળવા એ ઘણું મક્કમ મનનું કામ છે, બધા માટે એ સરળ નથી, જો કે એના ફાયદા, ગેરફાયદા વિશે હું પણ ઘણું વિચારું છું, છતાંય એટલું ખરું કે આ બધી દરેકની અંગત શ્રધ્ધાનો વિષય છે અને એમાં ક્યારેય કોઇનું મન દુખાવવું નહિં.

જો કે ઘરમાં બધા એમની તબિયતની ચિંતા કરી કરીને એમને ગમે તેટલું ‘ના’ કહે, એ એમની મક્કમતામાં હસતે મોઢે અરિહંત પરમાત્માને સમજવાની કોશિશમાં લાગ્યા રહે છે. જોવા જઇએ તો તેમનામાંથી કેટલું બધું શીખવા જેવું છે?

જો કે એ પણ મને એટલું જ ગમાડે પણ છે. વટથી બધાને કહે, ‘મારા મિલનની વહુ, ભલે કમ્પ્યુટર પર કામ કરતી હોય, એને ધરમની બહુ સમજ છે, એને પ્રતિક્રમણ પણ આવડે છે (એવું એમને લાગે છે ))’. હું પ્રતિક્રમણ ને એવું બધું કરું કે ના કરું એમની મરજી હોય, અને એ મારા માટે સ્નાત્ર ને એવું રાખે તો, આખો દિવસ ખડે પગે, દહેરાસરમાં જલસા કરું, મારા સાસુ પણ ઘરનું બધું કામ સંભાળીને સહકાર આપે, પણ એવા દિવસોની ભેટથી મને પણ અંદરખાને ફાયદો જ થયો છે.

હવે, મારા સાસુ,
———————-
મેં પહેલા પણ લખેલું કે તેઓ ‘એડજસ્ટ એવરીવ્હેર’નું જીવતું જાગતું ઉદાહરણ છે મારા માટે,
કેવા પણ સંજોગો હોય, એ સામેની વ્યક્તિનો બહુ ખ્યાલ કરે. એકદમ સરળ, એમને દુનિયાદારી જરાય આવડે નહિ (જરાય દંભ કે આડંબર નહિ), એટલે હું ક્યારેક એમને કહું પણ ખરી પણ તોય એ એકદમ શાંત સ્વભાવના, મારો ગમે તેવો મુડ, કે ગમે તેવો આક્રોશ એ એક ‘મા’ની જેમ ખમી જાય.

બહુ ધીરજથી મને હંમેશા સંભાળી લે, અને એટલે જ મને થાય કે મારામાં એમના જેવી સમતા ક્યારે આવશે? અને પછી મને જ્ઞાન થાય, કે દંભ કે આડંબર કરીને શું મળવાનું? (ખાવા, પીવાના કે પહેરવા-ઓઢવાની વાતને અનુલક્ષીને) તે હું એમના દોષ જોવાની મથામણ કરું છું? કે બીજાને કેવું લાગશે તેનો વિચાર? એટલે બીજે દિવસે જેવું હું ‘સૉરી’ કહું કે એ તરત જ કહે, મને ખબર જ હતી, તું મને સમજીશ. પણ બેટા, આટલો આગ્રહ ના રાખતી જા, હું ય તારો પોઇન્ટ ઓફ વ્યુ સમજું છું, આપણે સમાજમાં રહીએ છીએ, વગેરે, વગેરે,….

એક દિવસ મને કહે, ‘તું જિનાને તારા જેવી બનાવજે’,
અહો, આશ્ચર્ય, મેં કીધું ‘આ કમેન્ટ હતી કે કમ્પ્લિમેન્ટ?’, તો મને કહે, ‘બેટા, તું મને બહુ ગમે છે, તારા જેવું મને નથી આવડતું, તું બહારની દુનિયાથી ડરી નથી જતી, કેવું કેવું સરસ વિચારે છે ને પોતાની રીતે પ્રયત્નશીલ રહે છે, મને તારા જેવું આવડતું હોત, તો કેટલું સારું થાત?, એવું વિચારીને કહું છું કે જમાના પ્રમાણે તું ‘જિના’ને તારા જેવી બનાવજે, મારી જેમ ખાલી ડીગ્રી લે એવું ના કરતી.

તેઓ મને હંમેશા નોકરી વખતે કે એમ.બી.એના ભણવા માટે(હજુ અડધે છે ગાડી) સહકાર આપે છે, એ તો મને ખબર હતી જ, પણ મારા માટે આવું સારું વિચારે છે, એવા એમના વિચારોથી હું અતિ ગદ ગદ થઇ ગઇ,

હવે, મારા માનસ સાસુ,
———————
વરસો સુધી હું એમને મનથી સ્વીકારી શકેલી નહિં, પણ એ મિલનને એમનો ‘મોટો દિકરો’ જ માને, અને મને પણ ‘મોટી વહુ’ ની જેમ જ માન – સન્માન આપે (દ્વવ્ય વગેરે કશું નંઇ- ચોખવટ કરી લેવી સારી), એટલે ધીમે ધીમે મારા મનમાં એમના માટે પણ ‘મિલનની માતા’ જેવું સન્માન જાગ્રત થઇ ગયું. એમણે પણ ઘણી ધીરજ રાખી, હંમેશા સમજે, કે હું એમને કેમ મનથી સ્વીકારી નથી શકતી? પણ એમણે પણ મને પુરતો સમય આપ્યો, કાયમ હસતા અને ખુબ પ્રેમાળ, હવે તો હું વિચારું છું કે ‘હું ક્યારે આટલી પ્રેમાળ થઇશ?’

મુળ સિંધી છે, એમની સાથેના વાર્તાલાપથી સમજી છું કે ભારત-પાકિસ્તાન અલગ થયું તો કેટલા પરિવાર વિખરાઇ ગયા? અને કેટલી વેદના હજુ જીવંત છે?
જો કે એમની શુધ્ધ હિન્દીની તો હું દિવાની, ગજબની મિમિક્રિ કરી શકે છે, એમને પણ હિન્દી બાળવાર્તાના વિડીઓ બનાવવા છે, પાવર-પોઇન્ટને એવું બધું શીખવું છે, તેઓ એક-બે સંસ્થા સાથે સ્વૈછિક કાર્યમાં જોડાયેલા છે, પણ હવે ઉંમરની સાથે બહારની ભાગદોડથી થાકી જાય છે. હું વિચારું છું કે કયા રુણાનુબંધથી ધીમે ધીમે એમની સાથે પણ મિત્રતા બંધાતી જાય છે?

———-
નોંધઃ અમે બધી સામાન્ય સ્ત્રીઓ છીએ, બધાની ઉંમર, સમય, સંજોગો બધું જ જુદું છે, પણ એક વાસ્તવિકતા કે આપણે ‘એક પરિવાર’ છીએ વાળી સમજથી અમે બધા મન-ભેદથી દુર છીએ. હા, કોઇપણ સંબંધમાં મત-ભેદ થવા એ સ્વાભાવિક અને વાસ્તવિકતા છે.

[મારા માતા-પિતાની હું કેટલી રુણી કે તેમણે મને બીજાના ઘરમાં અને મનમાં સ્થાન મેળવતાં શીખવ્યું].[જો કે મારા ઘરનાં બધા પણ મારા મમ્મી-પપ્પા, ભાઇ-બહેન બધાની લાગણીને માન આપે છે, તો એમની પણ હું કેટલી બધી રુણી કહેવાઉં?]

Advertisements

5 Comments »

 1. Hiral……… Nice article………. I would again state that you are lucky to have such in-laws……. 🙂

  Let me remind you of an old saying over here. “Respect is commanded, not demanded”. You could cultivate respect respect for your in-laws b’coz they were very good in the first place.

  Did your in-laws ever tell you to forget your originality? Didn’t they accept you due to your positives and shun the negatives?

  When our five fingers cannot be alike, how could we expect people to be like-minded? Great relationships are meant not to toe the lines, but to respect the differences.

  Let the in-laws also understand this basic ideology…….. many positive things would happen.

  Anyways, I am happy to have found such people around me off late…. 🙂

  The happenings around me over a period of time has strengthened my belief in the fact that God is there to take care of pure-hearted people…….. 🙂

  Keep going Hiral 🙂

  Comment by Minal — August 16, 2013 @ 9:53 am | Reply

 2. બહુ જ ગમ્યું. રિબ્લોગ કરવું પડશે.

  Comment by સુરેશ જાની — September 13, 2013 @ 12:17 pm | Reply

 3. હિરલબહેન,

  મને પણ ‘એક વહુની ડાયરી’ જોઇતી હતી પણ પછી ખબર પડી કે એ આપે ડિલિટ કરી નાખી છે ત્યારે થયું કે કાશ, મેં સૅવ કરી લીધી હોત…! એક્ચ્યુઅલી મેં તો લગભગ બધા જ લેખ વાંચ્યા હતા પણ મારી ધર્મપત્નીને વંચાવવા હતા. ખેર, ફરીથી આ લેખ લખ્યો એ ગમ્યો…

  Comment by • » નટખટ સોહમ રાવલ « • — September 20, 2013 @ 10:13 am | Reply

  • સોહમ, મને તારી વાત યાદ છે, પણ સમયના અભાવે, હજુ પણ બેકઅપ ફોલ્ડર જે એક હાર્ડડિસ્કમાં છે તે ખોલી નથી શકી.

   અને હા, બીજી એક વાત, જે અપેક્ષા તને તારી ધર્મપત્ની તરફથી તારા પરિવારના સભ્યો માટે છે, તે તું પહેલા તારામાં લાવજે, જો એટલું નિષ્ઠાથી કરી શકીશ (જે તું કરતો જ હોઇશ), તો તને ક્યારેય કોઇ ફરિયાદ નહિ રહે. અને ક્યારેક મનઃદુઃખ થાય પણ તો ય બહુ લાગણીમાં તણાયા વગર (જે અતિ કપરું હોય છે ક્યારેક), સમય પર છોડી દેવાનું.

   હાલ, જિના (૧૬ મહિના) અને ઇ-વિદ્યાલયના કામમાં અતિવ્યસ્ત છું. જો તું કોઇ મદદ કરી શકે તેમ હોય તો જણાવશે.
   કોઇ બંધન નથી.

   Comment by hirals — September 20, 2013 @ 11:46 am | Reply

 4. દ્રષ્ટી એવી સૃષ્ટિનું ખુબ સુંદર ઉદાહરણ તમે સાસુ- વહુ એ ઉતમ આપ્યુ છે. !

  Comment by અક્ષયપાત્ર/Axaypatra — January 17, 2014 @ 5:27 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: