Hiral's Blog

October 31, 2012

બાળકો અને આપણે …ભાગ ૨

રમકડાની પસંદગી વિષે વિચારતા પહેલા, આપણે હજુ વધુ અવલોકનો તપાસીએ.
પાયલ અને માનસીને ૫ થી ૭ મહિનાની દીકરીને લઈને એકલા પ્રવાસ કરવાનું બન્યું. આપણે ૧૨ થી ૧૪ કલાકની મુસાફરી વિચારીએ.
મુસાફરી બસ, ટ્રેન કે વિમાનમાર્ગે હોઈ શકે. પણ આટલી લાંબી મુસાફરી જો પ્રથમ વાર અને એ પણ એકલા નાના બાળક સાથે કરવાની છે તો સાથે કેવા પ્રકારના રમકડાની પસંદગી હોવી જોઈએ? એ સવાલના જવાબમાં બાળકની ખાસિયતો અને એની શીખવાની પદ્ધતિ વિષે આપણે પોતે માહિતગાર થવું જોઇશે. ખરુંને?

પાયલ એની દીકરી જીયાની સાથે મજાથી પ્રવાસ કરી શકે છે. એણે ૩ થી ૪ જુદા જુદા રંગીન ઘૂઘરા અને એક અવાજ કરતુ રંગીન ડુગડુગીયું તથા એક દોરી ખેંચવાની રમત કરતુ રંગીન રમકડું સાથે લીધું છે. જો કે જીયાએ રમકડા માટે ખાસ કજીયો નથી કર્યો. જીયા પ્રવાસનો આનદ માણે છે. હા, બે-ત્રણ વાર બસ, ટ્રેન કે વિમાનના ડબ્બામાં પાયલ જીયાને લઈને આંટો મારે છે. આથી ઉલટું માનસીએ પણ આ જ પ્રકારના રમકડા સાથે લીધા હોવા છતાં, એની દીકરી ઈશા થોડીથોડી વારે રડી પડે છે. મુસાફરી દરમ્યાન પાયલને આ વાતનું ધ્યાન થતા એ પોતાનું બેટરીથી ચાલતું ટેપરેકોર્ડર માનસીને આપે છે અને ઇશા જુદા જુદા ગીતો વાગવાથી થોડી શાંત થાય છે. જોકે પ્રવાસ એને થોડો અકળાવનારો બને છે. આમ શી કામ થયું હશે? માનસીએ બીજા કેવા રમકડા સાથે લેવા જોઈતા હતા? અથવા માનસીએ બીજી કઈ જગ્યાએ ઈશા પાછળ વધુ મહેનત કરાવી જોઈતી હતી?

આ તો પ્રવાસની વાત હતી. પણ જો બંનેને લઈને એકલા લગ્નપ્રસંગે જવાનું બને તો? કે પછી મોટા સંતાનના એન્યુઅલ પ્રોગ્રામમાં આગળની સીટ પર બેસવાનું બને તો? ખાસ કરીને વર કે વધુની બાજુમાં પાયલ અને માનસીને એક જ જગ્યાએ જીયા અને ઈશાને લઈને ૩ થી ૪ કલાક બેસવાનું બને તો? ખાસ કરીને આ જ કલાકો દરમયાન જીયા અને ઈશા સુવાનું ટાળે છે. તો એ વખતે જીયા અને ઈશા પ્રસંગની મજા માણશે કે ?
હવે પછી જોઈશું.

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: