Hiral's Blog

October 26, 2012

બાળકો અને આપણે

આરતી અને પલક પડોશમાં રહે, બેઉને ત્યાં અઠવાડીયાના અંતરે દીકરી અવતરી.બંનેની સરખી ઉમર છતાં પણ બંનેમાં દેખીતો ફરક પ્રથમ મહિનાથી જ જણાતો હતો. શરૂઆતમાં તો માત્ર દિશા અને પૂજા ની રોજબરોજની હિલચાલની વાતોની આપ-લે થતી. જેમકે ઓલી તો અમારી રાત્રે જરાક અવાજ થાય તોય ઉઠી જાય. એની પાસે બેસીને બા ભજન ગાયા કરે તો બેન બા શાંત. દિવસે પણ મોબાઈલ કે ટી.વી  પર કંઈને કંઈ ચાલુ રહેવું જોઈએ એવું એને બહુ ગમે છે. તમારી ઓલી અવાજમાં પણ ઊંઘે છે, સારું કહેવાય. પણ દિશા માટે આરતીને બીજી રીતે સાચવવાની ફરજ પડતી. જેમકે રોજ સવારે એ સૂરજના પહેલા કિરણે ઉઠી જાય. ઉઠીને પપ્પા એને સવારે બાલ્કનીમાંથી બધું બતાવે. પથારીમાં સુતા સુતા એ ઉડતા પક્ષીઓને જોયા કરે અને મજા માણે. સાંજે પણ એ બાલ્કનીમાંથી બધું જોયા કરે અને ખુશ થાય. દેખીતી રીતે પ્રથમ માસમાં દિશા શાંત અને પૂજા થોડી હેરાન કરતી લાગે. પણ બીજા મહિનાથી દિશાને હવે સમયે સમયે બાજુવાળા માસીને ત્યાં જવું હોય. દહેરાસર કે અગાશીમાં ગમે ત્યાં થોડો ઘડી આંટો મારવો હોય. દર થોડા કલાકે એની જગ્યા બદલીએ તો તરત એ શાંત થઇ જાય. એટલે દિશા હવે એનું પોત પ્રકાશે છે એવી ટીપ્પણી સંભળાય એ સ્વાભાવિક છે.

ત્રીજા મહીને બંનેના ઘરે ઝુમ્મર અને ઘૂઘરાથી વધીને રમકડાની ખરીદી થઇ. દેખીતી રીતે બંનેના માતા-પિતા પોતાની પસંદના જ રમકડા લાવે, હજુ બાળકની પસંદ તો કેવી રીતે ખબર હોય?
આરતી રંગીન મણકાઘોડી લઇ આવી. બહેન સાથે હતી એટલે નાનો રંગીન પિયાનો (લાકડાનો) પણ લીધો. બંને રમકડા પર દિશા હાથ લગાવવાની કોશિશ કરે અને ખુશ થાય. દિશાના પપ્પા નાની છુકછુકગાડી  લાવ્યા જેને ફરતી જોઇને પણ દિશા હરખાય. પારણામાં પણ લટકતા ઝુમ્મરને પકડવાની કોશિશ કરવાની શરૂઆત દિશા ધીમે ધીમે કરી રહી છે એમ કહી શકાય. પલકના ઘરે એને પપ્પા લાઇટીંગ  સાથે  જાતજાતના અવાજ થાય એવા બે રમકડા અને એવો જ અવાજ કરતો  ભમરડો લાવ્યા છે. પૂજાને ઝુમ્મરને અડકવા કરતા એને ફેરવવાથી આવતા અવાજથી વધુ ખુશી મળે છે. જયારે દિશા ઝુમ્મરને જોવા માત્રથી પણ ખુશી મેળવે છે. ફરી એ જ વાત કે દિશા શાંત છે. અને પૂજા થોડી વેખલી છે.
 
આપણે એવું ઘણી વાર સાંભળીએ છીએ કે બાળકને એમની પસંદ હોય છે. જે આપણે શરૂઆતના બે મહિનામાં જોયું. પણ ત્રીજા મહીને બંનેના ઘરે રમકડાની પસંદગી માતા-પિતાની પસંદ છે અને એ પણ કેટલી હદે ભિન્ન છે. આવું કેમ? ખરેખર બંને માટે કેવા પ્રકારના રમકડા વધુ ઉપયોગી રહેશે?
કેવા રમકડા દિશા અને પૂજાને આકર્ષે છે અને બીજી કેવી રમતમાં બંને કાચા પડે છે?  તો એ માટે શા પ્રયત્નો કરવા જોઈએ એ વિષે આપણે હવે પછીના અંકમાં જોઈશું. 
 
stay tuned 🙂
Advertisements

3 Comments »

 1. Dear Hiral…. thanks for writing an article after long time. I hope your little angel is doing best. Regard to your hubby.

  Eagerly waiting for your next article in which we come to know that why these diff exist? What should be best for Children as toys?

  God bless you and your family!!

  Comment by Nilesh Mehta — October 29, 2012 @ 5:49 am | Reply

  • Thanks for your appreciation Nilesh:)

   Comment by hirals — October 29, 2012 @ 3:36 pm | Reply

 2. જે લોકો સમાજને કળા-સાહિત્ય-સંગીત-રમતગમત તરફ ખેંચવાના ચુંબક તરીકે કામ કરે છે, બાળદીક્ષાઓ કે શુષ્ક નિયમબંધનમાં પડતા નથી. દરેક ધર્મગ્રંથ કાળગ્રસ્ત છે. સ્વયમ્ ઇશ્વરીય સ્વરૂપ પણ કાળગ્રસ્ત અને માનવસર્જીત છે. માણસે બનાવેલી પરીક્ષાપઘ્ધતિ જેવો કંઇ સ્વર્ગનો કારોબાર નથી. જ્યાં ગોખણપટ્ટીના માર્ક્સ મળે ! પરિણામ મોડું આવશે, પણ ઉત્તરવહીમાં લખ્યું હશે, એની ચકાસણી ચીવટથી થશે. સવાલ ટોળું એકઠું કરવા સામે નથી. પણ એ એકઠું થયા પછી જડ સ્તુતિ-ઇબાદત-પ્રેયર વાહવાહી-ચમત્કારોની નિષ્ક્રિયતા સિવાય એને કઇ દિશામાં હસતા રમતાં વાળવું એ છે. વચેટિયાઓ આ સમજે તો ટોળું તાલીમબઘ્ધ બને – નહિ તો નર્યા ફેનેટિક ફેન્સ ! આ સત્ય એક્સપોઝર આપતી વખતે મિડિયાએ પણ સમજવાનું છે.

  Comment by bank accounts offshore — October 31, 2012 @ 12:13 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: