Hiral's Blog

September 1, 2011

ઈ – વિદ્યાલય: ભારતની સૌ પ્રથમ વર્ચ્યુઅલ શાળા

શું મફત શિક્ષણ અને ગુણવત્તા એક સાથે શક્ય છે?
જવાબ છે, હા અને ના.

જેમ જીવન જરૂરી હવા,પાણી કુદરતે આપણને સાવ મફતમાં આપ્યા છે તો શું જીવન જરૂરી શિક્ષણ આપણે, આવતી પેઢીને સાવ મફતમાં આપી શકીએ?
જવાબ છે, હા અને ના.

ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિમાં ટેકનોલોજીની મદદથી ભણવાનું વધુ રસપ્રદ બનાવી શકાય છે?
જવાબ છે, હા.

શું બ્લોક બોર્ડ અને ચોકની જગ્યાએ પાવર-પોઈન્ટ અને એમ.એસ વિઝીઓના એજ્યુકેશન ટુલ્સની મદદથી વધુ સારી રીતે સમજાવી શકાય છે?
જવાબ છે, હા.

શું સોફટવેરની મદદથી દાખલાઓ રમતા રમતા વધુ સરળતાથી ગણી શકાય છે?
જવાબ છે, હા અને ના.

અહિં હાલ પુરતી વધુ લાંબી વાત નહિ કરતા, એટલે કે ‘ના’ માટેના ઘણા કારણોની ચર્ચા કર્યા વગર આપણે ‘હા’ માટે વિચાર કરીએ તો,
જવાબ છે વર્ચ્યુલ સ્કુલ.

જી હા, ટેકનોલોજીનો સદુપયોગ કરીને ઘણા પ્રશ્નોને સોલ્વ કરી શકાય છે તો ગુણવત્તાવાળું સસ્તું/મફત શિક્ષણ કેમ નહિ?

આમ તો આ સવાલના ‘હા’માં જવાબ મળતા સુધીના ઘણા કનેક્ટીંગ ડોટ્સ છે. આખી વાત ફરી ક્યારેક પણ જયારે આખું એક ચિત્ર ઉપસ્યું તો એનું નામ છે, ‘ઈ – વિદ્યાલય’ જેમાં ગણિત,વેદિક ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગુજરાતી, સંસ્કૃત, ઈ-સાયન્સ સેન્ટર, મહાનુભાવોના વક્તવ્યો, જેવા વિષયો ઉપર વિડીઓ લાઈબ્રેરી બનાવવામાં આવી છે.

હજુ આગળ જતા, શિક્ષણક્ષેત્ર વધુ પારદર્શી અને વધુ ગુણવત્તાવાળું બને તે માટે વધુ પ્રયત્નો ક્રમશ: કરવા વિચારણા છે તો, એમાં આપ સર્વે તરફથી સહકાર (Ideas, How you can contribute etc.) ની અપેક્ષા સહ.આપ મારો evidyalay@gmail.com પર સંપર્ક કરી શકો છો.

Advertisements

18 Comments »

 1. હ્રદયપૂર્વક અભીનંદન. ઘણો ઉત્તમ પ્રયાસ છે. જેમ જેમ અભ્યાસ કરતો જઈશ તેમ તેમ Ideas અને contribution વિશે પણ ચર્ચા કરશું.

  Comment by Atul Jani (Agantuk) — September 1, 2011 @ 1:20 pm | Reply

  • Thanks Atulbhai,

   Comment by hirals — September 2, 2011 @ 12:16 pm | Reply

   • હિરલબહેન,

    તેમાં આભાર શેનો? આપ જ્યારે શિક્ષણ માટે આટલો પ્રયત્ન કરી રહ્યાં હો ત્યારે બે શબ્દ પ્રોત્સાહનના કહેવા તે જવાબદારી અને ફરજ બંને ગણાય.

    Comment by Atul Jani (Agantuk) — September 2, 2011 @ 2:49 pm

 2. […] ધન્યતા અનુભવેલી. અહીં ક્લીક કરવાથી ભારતની સૌ પ્રથમ વર્ચ્યુઅલ શાળા ઈ – વિદ્યાલય વીશે આપ જાણી શકશો. Share […]

  Pingback by અષ્ટ વિનાયક (૨) – મયુરેશ્વર (મોરગાંવ) | "મધુવન" — September 2, 2011 @ 4:19 am | Reply

 3. @Atulbhai,

  Your appreciation means a lot to me….But still

  મને આભારના શબ્દો કરતા વધુ એ ગમશે કે વધુને વધુ વિદ્યાર્થીમિત્રો આ વિડીઓ લાઈબ્રેરીનો લાભ લે.
  ઘરમાં કામવાળા વગેરે જે અભણ છે, એમને કોઈ સજ્જન અક્ષર જ્ઞાનમાં ઉપયોગી થશે(આ વિડીઓ લાઈબરી થકી (આ પણ એક જાત અનુભવ છે, ક્યારેક શેર કરીશ)

  કે પછી, કોઈ ગવર્મેન્ટ શાળાને ઈ-વિદ્યાલયની સુવિધાનો લાભ અપાવી શકશે. કે કોઈ વણઝારા કોમ કે કોઈ ચાલીમાં ભણાવાતી શાળામાં કોઈ આ સુવિધાને સહજ બનાવી આપશે અથવા તો ત્યાં જાણ કરશે અને ત્યાં ઉપયોગી થશે, ત્યારે ખરો આભાર કહેવાશે.
  ખાસ કરીને જે બાળકો ટ્યુશન અફોર્ડ નથી કરી શકતા, એમને અહીંથી ફાયદો થશે.

  જો કે અજાણ વિદ્યાર્થીઓ જયારે, એમ કહે કે ‘અહી ભણવાની ખુબ મજા આવે છે’. ખુબ સરસ વિડીઓ છે. વગેરે..
  ત્યારે એથી વિશેષ શું હોઈ શકે? …..

  Comment by hirals — September 2, 2011 @ 3:36 pm | Reply

  • હિરલબહેન,

   તમે ઈ – વિદ્યાલય ને સુ સજ્જ બનાવવા કમર કસો, અન્ય બ્લોગર મિત્રો મારી સહિત છેક છેવાડાના લોકો આ સુવિધાનો લાભ લેતા થાય તે માટે જાગૃતી લાવવાનો પુરે પુરો પ્રયત્ન કરશું. એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે ખરેખર જરુરીયાત વાળા બાળકો સુધી આ સુવિધા પહોંચશે.

   Comment by Atul Jani (Agantuk) — September 2, 2011 @ 4:48 pm | Reply

   • Thanks 🙂

    Comment by hirals — September 5, 2011 @ 9:18 am

 4. શ્રી હિરલબહેન,
  ‘ઈ – વિદ્યાલય’ને હાર્દિક શુભકામનાઓ.
  ઉત્તમ ભાવનાથી કરાયેલી શુભ શરૂઆત, તેને અમારો યથાશક્તિ સહકાર હોય જ.
  આભાર.

  Comment by અશોક મોઢવાડીયા — September 3, 2011 @ 12:42 pm | Reply

  • સ્વાગત અશોકભાઈ,
   આપનો આભાર, આપે કહેલું કે ‘માતાઓએ તો આશાવાદી જ રહેવું’. ખુબ ગમેલું આ વાક્ય.
   ત્યારે ડાયરામાં જ વાત કરવી હતી, પણ લોકોને ખાસ રસ નથી એવું લાગ્યું એટલે શું વાત કરું?
   બાકી કામ તો માર્ચ મહિનાથી ચાલુ છે. ધીમે ધીમે ડગલી માંડતા, આટલે સુધી પહોચી છું.

   તમે પેલા રાષ્ટ્રધ્વજમાં ગુજરાતી અનુવાદ સરસ કર્યો છે. હવે, એક ડગલું આગળ વધી, એનું સરસ પાવર પોઈન્ટ પ્રેઝનટેશન પણ બનાવી શકાય.
   શું કહો છો?

   Comment by hirals — September 5, 2011 @ 8:16 am | Reply

   • આભાર, હિરલબહેન.
    આપે રાષ્ટ્રધ્વજો અને તે વિષયક માહિતીઓના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉમદા વિચાર મને આપ્યો, એકાદ અઠવાડીયામાં આ પ્રેઝન્ટેશન (થોડી વધુ વિગતો સાથે) તૈયાર કરી આપને મોકલી આપીશ. (જે યોગ્ય જણાય તો આપ ઈ-વિદ્યાલય પર રજુ કરો તેવી વિનંતી છે) આગળ ઉપર પણ મારી આવડત પ્રમાણે, ઈ-વિદ્યાલયનાં માધ્યમે શિક્ષણના સંદર્ભનું, યોગદાન આપવા તત્પર રહીશ. અમારે લાયક સેવા વિનાસંકોચ જણાવશોજી. આભાર.

    Comment by અશોક મોઢવાડીયા — September 6, 2011 @ 7:35 am

 5. હિરલ

  ઈ મેન્ગેજીન વિષે જાણ્યું છે,પણ ઈ વિદ્યાલય વિષે આજે જાણ્યું.ખૂબ ઉમદા પ્રયત્ન.જોકે પ્રોજેક્ટ ઘણી મહેનત અને સમય માંગી લે તેવો છે.કોમ્પ્યુટર વિષે માહિતી આપતા ઘણા બધા બ્લોગ છે,પણ આવો શૈક્ષણિક બ્લોગ જોયો નથી.અંગ્રેજી,ગણિત,સાયન્સ બધું આવરી લેવાશે?ખાસ તો ભારતમાં મનોવિજ્ઞાન વિષે ખાસ રસ્ હોતો નથી,આપને તેમાં ઘણો રસ્ છે તો એનો પણ સમાવેશ કરશો.ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે ધન્યવાદ.

  Comment by Bhupendrasinh Raol — September 7, 2011 @ 8:19 am | Reply

  • Thanks,

   ગણિતથી શરૂઆત કરી હતી. ધીમે ધીમે એક બીજ મોટું વૃક્ષ બનશે (પણ એમાં જાત જાતના ફળ – ફૂલ ને પાંદડીઓ હશે). આપણે તો બસ, યોગ્ય ખાતર ને પાણી પાવાના, જેને વિસામો જોઈતો હશે તેને આવકાર છે જ. 🙂

   અને આપણે તો આંબો વાવ્યો છે એટલે સમય તો લાગશે જ અને ધીરજ પણ જોઇશે. 🙂

   from your article:
   જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું,કે પૌત્ર
   પૌત્રાદીને કોઈ વાનગીની રેસીપી શીખવતા જવું.વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે
   કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે.એક વૈચારિક આંબો રોપતા
   જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ.બહુ અઘરું છે આવું કરવું,પણ વિચારો
   આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે
   એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે,જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા
   નથી.

   Comment by hirals — September 7, 2011 @ 8:50 am | Reply

 6. @Ashokbhai,

  Thanks a lot. I have emailed you.

  Comment by hirals — September 7, 2011 @ 8:40 am | Reply

 7. ઇ – બોર્ડ તો હાલ ઘણી જગાએ છે જ. અમારી કોલેજમાં
  ઇ – બોર્ડની મદદથી ભણાવવામાં આવે છે. ઇ-વિદ્યાલયની
  દિશામાંનું આ એક પગલું છે. તમારા લેખથી ઘણો આનંદ થયો.
  પ્રવીણ શાહ

  Comment by pravinshah47 — September 26, 2011 @ 4:54 pm | Reply

  • Thanks Sir for your appreciation and valuable comment.

   Comment by hirals — September 29, 2011 @ 5:23 am | Reply

 8. Great work Hiral,

  It’s like we regularly go to youtube but never found such educational videos. Especially when everyone is moving to English medium schools and central board schools, such videos in gujarati is very inspiring.

  Continue doing noble work.
  Kudos to you and your noble work.

  Kunjan Shah

  Comment by kunjan — November 22, 2011 @ 10:31 am | Reply

 9. અરે વાહ! આ તો બહું મજાનો બ્લોગ છે અને મજાની એક્ટીવીટી છે. આગળ વધુ વાંચવાની ઈચ્છા પ્રબળ બને છે પણ આ કોમેન્ટ તો કરી લઉં.
  આ બ્લોગ પર પણ લટાર મારશો તો ગમશે
  http://sejal-vidyarth.blogspot.com/

  Comment by rajniagravat — January 30, 2013 @ 6:13 am | Reply

  • Thanks for your comment and this blog url. I was searching for this blog since last couple of days.
   2 years back I appreciated this blog owner. But then I lost her blog url.

   Comment by hirals — January 30, 2013 @ 10:10 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: