Hiral's Blog

August 30, 2011

‘સંવત્સરી’ Sorry Day Celebration :)

‘થેન્ક ગોડ, હમેં ટાઇમ પે અચ્છા ઘર મિલ ગયા, વરના સોચા ન થા કી રીતુ હમેં એન્ડ મુમેન્ટ પે ડીચ કરેગી ઔર હમેં ઇતની ભાગદૌડ હોગી’ સ્મિતાએ એક લાંબો હાશકારો લેતા કહ્યું, મારા ભાગે તો માત્ર હવે એની સામે સ્મિત જ ફરકાવવાનું બાકી રહેતું હતું. કારણકે હવે, સ્મિતાની ખુશી એ નોનસ્ટોપ બોલીને જાહેર કરવાની હતી એવી એની અદાથી હવે હું ક્યાં અજાણ હતી?
હજુ તો અમે માત્ર નવા ઘરમાલિક સાથે વાત કરીને જ નીચે સીડી ઉતરી રહ્યા હતા, પણ ઘણા દિવસની ભાગ દોડનો જાણે હવે અંત દેખાયો. પૂરો એક મહિનો કેટલા બધા ઉતાર ચઢાવ અમે જોયા હતા.

જુના ઘરમાલિકે સ્મિતાની નોકરી બેંગ્લોરમાં પાક્કી નહિ થતા, મને ઘર ખાલી કરવા કહ્યું અને સ્મિતાના બેંગ્લોર છોડવાના બે દિવસ પહેલા જ સ્મિતાને બેંગ્લોરમાં જોબ મળી ગઈ. પણ ઘરમાલિકે ત્યાં સુધી ઘર બીજાને ભાડે રહેવા આપી દીધું, એટલે પંદર દિવસની રઝળપાટ પછી, ઘણા ઘર અને ઘણી બીજી છોકરીઓ (રૂમમેટ તરીકે ) જોઈ વળ્યા પછી, બધું નક્કી કરીને ભાડે ઘર માટે મેં, સ્મિતાએ અને રિતુએ ટોકન મની પણ આપી દીધા હતા. એ પછી ૧ અઠવાડિયું તો જાણે શાંતિથી પસાર થઇ ગયું, પણ રીતુના છેલ્લી ઘડીએ ફરી જવાના કારણે અમને થોડો સંઘર્ષ વધી ગયો હતો. અને જાણે હવે એ સંઘર્ષનો અંત દેખાઈ રહ્યો હતો. સ્મિતા બોલી રહી હતી, (ઓફકોર્સ, એના ચહેરા પર અપાર ખુશીની ગુલાબી લહેરખી વધુ ઘટ્ટ બની રહી હતી), ‘બનીયાની, સબસે બડી બાત હૈ કી અબ તેરે ફાસ્ટ મેં યા જૈન ખાનેમેં તુજે કોઈ તકલીફ નહિ હોગી, વરના તુજે ફિકર થી ઉસસે જ્યાદા મુઝે ફિકર હો રહી થી, કી પી. જી. મેં જૈન ફૂડ ઔર પૂજા પાઠ કા માહોલ નહિ મિલ પાતા, ઔર યે ત્યૌહાર સાલ મેં એક હી બાર આતે હૈ, ત્યૌહારમેં હમારા મન ઈશ્વર ભક્તિ મેં ઔર પૂજા પાઠ મેં લગના સહજ હૈ, ઔર તેરે અંદર જો પોઝીટીવીટી મૈંને દેખી હૈ, વો સબ ભગવાન કે ઉપર તેરે અતૂટ વિશ્વાસ કે વજહ સે હૈ, તો દેખ ઉસી ભગવાન મહાવીર કી કૃપા સે હમેં તેરે ફાસ્ટ શુરુ હોને સે પહેલે ઇતની મુશ્કિલોં કે બાદ ભી ટાઇમ પે ઘર મિલ ગયા’, ઘર ની વાત નક્કી થતાં જ સ્મિતા એટલી ખુશ હતી કે હજુ એ નોનસ્ટોપ બોલી રહી હતી.

એને મારા પર્યુષણ સચવાઈ જશે એ વાતે મારા કરતા પણ વધારે ખુશી હતી. બાકી હજુ એને તો કંપની તરફથી ગેસ્ટ હાઉઝ હતું જ ને!. પી.જીમાં તો હું રહી રહી હતી. જે તે તકલીફ તો મને હતી. હજુ એના નવરાત્રીના ઉપવાસને તો ઘણી વાર હતી. અને છતાંય કેટલી નિ:સ્વાર્થ દોસ્તી નિભાવી રહી હતી. બાકી રીતુએ છેલ્લી ઘડીએ જે છેતરપીંડી કરી એ પછી મને સ્મિતા ખરેખર કેટલો સાથ આપશે અને એક અઠવાડિયામાં ખરેખર અમે ભાડે સ્વતંત્ર રહેવાની શરૂઆત કરી શકીશું એ વાતે અવઢવ તો હતી જ, પણ હા, ભગવાન ઉપર વિશ્વાસ હતો, કે અમને પરવડે એવું ઘર મળી જ જશે. એવું હું સ્મિતાને વારંવાર કહ્યા કરતી. અને વળી સ્મિતા સ્મિતા જ હતી. એની બધી ડિપોઝીટના પૈસા પણ એણે હજુ મારી પાસે જ જમા રહેવા દીધા હતા. જેથી મને એની ઉપર ભરોસો રહે, પણ એને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો, એ મારા માટે બહુ મોટી વાત હતી. નહિ તો ઘરેથી અવાર નવાર અજાણ્યા ઉપર બહુ વિશ્વાસ નહિ રાખવા માટે મારી જેમ એને પણ વોર્નિંગ મળતી જ હશે ને?

બે દિવસ પછી શનિવારે સવારે, ઘરમાં સામાન લઈને આવ્યા, પૂજા વિધિ કરી અને અમે વાતોએ વળગ્યા, ‘વૈસે તુમ લોગો મેં, દહીં – હાંડી, યા ગણેશ વિસર્જન જૈસા ક્યા ખાસ હોતા હૈ? કૈસે મનાતે હો, એકઝેટલી તુમ લોગ યે ત્યૌહાર? ફાસ્ટ તો ખેર સભી ધર્મ મેં, યે બારીશ કી ૠતુમેં હોતે હી હૈ, બટ અલગ ક્યા હોતા હૈ, હિંદુ, મુસ્લિમ કે કન્પેર મેં?’ સ્મિતાએ સવાલોની શરુઆત કરી, એટલે મેં શરુ કર્યું.

‘તીન ખાસ બાત હોતી હૈ,

૧. ‘રૂટીન જીવન વ્યવહાર મેં ક્રમશ: જ્યાદા સતર્ક હોને કે લિયે, ત્યાગ – સંયમ કે ઉપર ધ્યાન’ . ‘જૈસે’? એણે પૂછ્યું. ‘જૈસે, હમારે ખાન -પાન, રહેન- સહેન, હમારે દુસરોં કે પ્રતિ વ્યવહાર ઈત્યાદી કે ઉપર ધ્યાન, યે સબ ધ્યાન કે લિયે સામાયિક’.

2. ‘હમારી ગલતિયાં દેખને કે બાદ, પશ્ચાતાપ કે લિયે પ્રતિક્રમણ. (these are 2 important rituals, although one should perform everyday)’ મેં કીધું અને ઉમેર્યું કે ‘એન્ડ ઓલ્સો, વ્હેન વી રીયલાઈઝ અવર મિસ્ટેક્સ , વી ટેક ડીસીઝન ધેટ નોટ ટુ રીપીટ સચ મિસ્ટેક્સ આઇધર બાય થોટ્સ, ઓર બાય વર્ડ્સ ઓર બાય અવર એક્શન. ઔર યહી અફર્મેશન કો જ્યાદા સ્ટ્રોંગ બનાને કે લિયે ફાસ્ટ હમેં બહુત ઉપયોગી હૈ’. મૈં કીધું. વો કૈસે? એણે પૂછ્યું.
‘ફાસ્ટ હમારી બોડી મેં ડાઈજેશન સીસ્ટમ કો પ્યોરીફાય કરતા હૈ, બટ ઉસકે સાથ સાથ વો હમેં દ્રઢ નિશ્ચયી બનને મેં અર્થાત હમારી આંતરિક શક્તિ બઢાને મેં ભી બહુત ઉપયોગી હૈ’. મૈ કીધું. ‘હમમ..’ એમ માથું હલાવીને વધુ રસ લઈને સ્મિતા મને સાંભળી રહી હતી. એ જોઇને મેં ઉમેર્યું કે

3. નાઉ, ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓફ ફર્ગીવનેસ, અપની સારી ગલાતીયોં કો દેખ કે, ઉન બાતોં કે ઉપર પશ્ચાતાપ એવં બાદ મેં ઉન્હેં નહિ દાહોરાને કા પ્રણ લેના અચ્છી બાત હૈ. પર, હમારી જીન ગલાતીયોં કે કારણ કિસીકા દિલ દુખા હૈ, કિસીકો તકલીફ હુઈ હૈ, નુકસાન હુઆ હૈ, ઉન સબ કે લિયે દિલ સે માફી માંગતે હૈ. ઔર દુસરોં કો માફી દેતે ભી હૈ. યે વિધિ હમ ત્યૌહાર કે આખરી દિન મેં કરતે હૈ, બાદ મેં એક દુસરે કે ઘર જા કર, માફી માંગતે હૈ. જરૂરી નહિ, કી હંમે અપની સબ ગલતી ધ્યાન મેં હો, અનજાને મેં ભી હમ કઈ બાર કિસીકા દિલ દુખાતે હૈ, કિસી કો તકલીફ દેતે હૈ, તો હમ ‘મિચ્છામી દુક્કડમ’ અર્થાત, ‘હું ખમાવું છું’ એસા બોલ કે માફી માંગતે હૈ. ત્યૌહાર કે ઇસ આખરી દિન કો હમારે મેં ‘સંવત્સરી’ કહતે હૈ. જિસ દિન દેશભર મેં ગણેશ ચતુર્થી ભી મનાયા જાતા હૈ’. મેં ઉમેર્યું અને વાત પૂરી કરી.

Interesting, smita told, ‘such an important customs or tradition to live more effective and peaceful life’. Isn’t it? ‘Hmmm..i nodded,
‘How you ask forgiveness? That is more important to know’.She asked,
After performing big pratikraman, (introspection and confession about those), we come home and ask forgiveness from all our near and dear ones and also from our enemies, we address that ‘sorry’ word as ‘michhami dukkadam’.
All nears and dears means? She asked curiously.
I said, means, siblings, parents, children , husband-wife, relatives, neighbours, friends, with whom we interact and might have hurt them. So, we ask forgiveness as well forgive others those who might have done wrong with us and go ahead in life with fresh air in our mind.
Wow!
Wonderful. You mean, ‘તુ અપને મમ્મી, પાપા, ભાઈ, બહેન, પડોસી, સબ રિશ્તેદાર, ઓર, ફ્રેન્ડસ, સબસે માફી માંગેગી?’ એણે પૂછ્યું. મેં કીધું ‘હા, અને એ બધા પણ મારી માફી માંગશે, અને બધી વાતો ભૂલીને એમને માફ પણ કરવાના :)’. વટ સાથે મેં સંપન્ન કર્યું. જાણે દુનિયામાં સુખી થવાનું સિક્રેટ શેર કર્યું હોય, એમ એ એકદમ ભાવવિભોર થઇ ગઈ. પણ તોય પાછું આશ્ચર્યથી પૂછે, મતલબ ‘તેરે, મમ્મી, પાપા ભી તુજસે માફી માંગેગે’? મેં હકારમાં માથું ધુણાવ્યું. એટલે છેલ્લે જાણે કે ફરી ફરીને ચોક્કસ થવા માટે પૂછ્યું, મતલબ ‘તેરે પાપા , તેરી મમ્મી સે ઔર તુમ બચ્ચોં સે ભી માફી માંગેગે’? મેં ફરીથી હકારમાં માથું ધુણાવ્યું. કે ‘હા, પપ્પાને અમે જયારે પ્રતિક્રમણ પછી પગે લાગીશું ત્યારે તે પણ અમને હાથ જોડીને ‘મિચ્છામી દુક્કડમ’ કહેશે. અને મમ્મી – પપ્પા પણ એકબીજાને ‘મિચ્છામી દુક્કડમ’ કહેશે. પપ્પા મોટા ખરા, ઘરના વડીલ ખરા, પણ એમના થકી ક્યારેક આપણને ખોટું લાગે, મન દુ:ખ થાય, તો આ અવસરે પપ્પા પણ તો દિલ હળવું કરી જ શકે ને!. ભલે સામાન્ય સંજોગોમાં એમનાથી એમ કરવું શક્ય ના બન્યું હોય.

ક્યા બાત હૈ, બનીયાની, ‘એસા ટ્રેડીશન કભી નહિ સુના થા, This concept and tradition is nothing but a ‘Sorry Day Celebration’. Isn’t it? હમ પંજાબી તો બડે ઈગો વાલે હોતે હૈ, ખાસ કર હમારે યહાં જેન્ટ્સ તો કભી નહિ ઝુકેંગે. સોરી બોલના તો છોડ, સોરી સોચતે ભી નહિ, બીવી – બચ્ચો કે સામને’. ઔર ઓરતે, સિર્ફ શો બાજી. હર કોઈ એકદુસરે સે બડા હૈ, એસા દિખાને મેં હી બડપ્પન સમજતે હૈ’. બટ અબ કી બાર મૈં હમારે ઘર મેં સબકો ‘સોરી’ બોલુંગી.
‘એસા કુછ નહિ હૈ, હમારે મેં ભી કન્સેપ્ટ સહી હૈ, લેકિન લોગ દિલસે માફી દેતે નહિ, માંગતે ભી નહિ. સિર્ફ કસ્ટમ બન કે રહ ગયા હૈ, ઉસકા ક્યા ફાયદા?, નહિ તો આપસી લડાઈ – ઝગડે તો હમ લોગો મેં ભી હૈ હી ના!’ મેં ઉમેર્યું.
‘વો સબ છોડ, મુઝે યે બાત બડી અચ્છી લગી’ અને ન જાણે અત્યાર સુધીમાં જુના કયા બનાવો એની નજરની સામે તરવરી રહ્યા હતા જેથી આટલું બોલતા બોલતા તો સ્મિતા એકદમ ગળગળી થઇ ગઈ, પછી તરત જ કહે, શુરુઆત તુઝીસે કરતી હું ‘હિરલ બેન’. અને બે હાથ જોડીને રીત સર એણે ‘ મુઝે મેરી હર ગલતી કે લિયે માફ કર દે બનીયાની, અગર કભી ભી અનજાને મેં ભી તેરા દિલ દુ:ખાય હો તો’. I am really sorry’. હું પણ એકદમ ગળગળી થઇ ગઈ, ‘સોરી તો મુઝે ભી તુઝસે બોલના હૈ, અપન કિતની લડાઈ કરતે હૈ’? અને મેં પણ બંને હાથ જોડીને ‘મિચ્છામી દુક્કડમ’ કીધું. તો મને કહે, ‘અબ ઠીક હૈ, અભી અપન પુરાની બાતોં કો ભૂલ કે નયે સિરે સે નયે ઘરમેં લડાઈ કર સકતે હૈ ના! ‘……અને અમે બંને ખડખડાટ હસી પડ્યા.

Note: Since then, smita celebrates ‘sorry day festival’ every year. Dil Se 🙂

Advertisements

4 Comments »

 1. I was also very impressed by “asking for forgivness and giving forgivness ” of Jain religion after I came to know one of my Jain Friend.Since then I try to follow it ( whenever it is possible). I do not have enough courage to ask for forgivness in front of the person, ( I just pray in my mind ).

  Comment by niji — August 31, 2011 @ 3:03 pm | Reply

 2. જાણ્યે અજાણ્યે મન, વચન કે કર્મ દ્વારા મારાથી આપને દુ:ખ પહોંચ્યું હોય તો તે સર્વ કર્મોની અંત:કરણપૂર્વક બે હાથ જોડીને ક્ષમા ચાહુ છું.

  Comment by Atul Jani (Agantuk) — September 1, 2011 @ 4:21 am | Reply

 3. Yes, this Pratikrman and Samayik are very beautiful invention of Jain Tirthankara!!!!
  I do follow it though not regularly but as and when circumstances arises!!

  One more thing Hiral, from your posts it seems you have shared very beautiful
  and special moment of your life with your friend smita!! You are attached by some
  special “Runanuband” !!!

  Comment by Bindiya — September 7, 2011 @ 10:13 am | Reply

  • True Bindiya,
   We both miss each other 🙂 and that is some special ‘Runanubandh’ only.

   Comment by hirals — September 8, 2011 @ 8:41 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: