Hiral's Blog

August 16, 2011

સર્વ શિક્ષાનું સારતત્વ

સર્વ શિક્ષાનું સારતત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં.

દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે; માનવ જાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુ:ખ છે.

આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે. સ્વતંત્રતાથી કાર્ય કરો! પ્રેમ દ્વારા કાર્ય કરો!

‘પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે, ત્યાં સુધી પ્રેમ ન જ આવે. ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે.

ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો. અને તમારે માટે એની પાસે કામ કરવો. એ વેઠીયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારે માટે પ્રેમ નહીં હોય.

એ જ રીતે, ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ, તો આપણાંમાં પ્રેમ ન જ સંભવે.

આ દ્રષ્ટીએ આપણું કામ સાચું નથી. સગાંઓ અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી, અને આપણાં પોતા માટે કરેલાં કામો પણ સાચાં નથી.

સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે.

પ્રેમથી કરેલાં દરેક કાર્યને પરિણામે સુખ થાય છે. પ્રેમથી કરેલું એકે કાર્ય એવું નથી જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે.

સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, આ ત્રણે એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે, જ્યાં આમાંનું એક ના હોય, ત્યાં બીજાં પણ ન હોવાં જોઈએ.

-સ્વામી વિવેકાનંદ

3 Comments »

  1. જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે, ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ન જ આવે.
    આંતરિક મુક્તતા ને પામેલ વ્યક્તિ જ નિરપેક્ષ પ્રેમ કરી શકે.
    સાચું જ્ઞાન (સ્વરૂપ નું જ્ઞાન) અને શુદ્ધ પ્રેમ નો સમન્વય થાય તો જીવન દીપી ઉઠે!!!

    Comment by Bindiya — August 18, 2011 @ 12:35 pm | Reply

  2. પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે.

    પ્રેમ વિશે પુસ્તકોના પુસ્તકો લખાયા છે. કાવ્યના કાવ્યો રચાયા છે. લડાઈઓ થઈ છે. બલીદાનો દેવાયા છે અને લેવાયા છે. ટુંકમાં પ્રેમના નામે જે કાઈ થયું છે તે ભાગ્યે જ પ્રેમ હોય છે. ઘણી વખત અત્યંત મોહ પ્રેમનો અંચળો ઓઢી લે છે. પ્રેમ હોય ત્યાં સમજણ હોય, કાળજી હોય, વિકાસ હોય, જ્ઞાન હોય, એકબીજાને બંધનરુપ નહીં પણ એકબીજાને સહાયરૂપ થવાની ભાવના હોય, માલીકી ભાવ નહીં પણ સહઅસ્તિત્વની સાહજીકતા હોય.

    સમવયસ્ક સ્ત્રી પુરુષો વચ્ચે ઉદભવતું આકર્ષણ તે પ્રેમ નથી. પ્રેમ એટલે વિશાળતા, સમસ્ત અસ્તિત્વ પ્રત્યે લગાવ. માળી પોતાના બાગને ચાહે, મા પોતાના બાળકને ચાહે, બાળકો પોતાની માતાને ચાહે, પત્નિ પોતાના પતિને અને પત્નિ પોતાની પત્નિને ચાહે, ભાઈ બહેનને અને બહેન ભાઈને ચાહે, મિત્રો એકબીજાને ચાહે, દેશવાસીઓ અન્ય દેશવાસીઓને ચાહે, સમગ્ર માનવો સમગ્ર માનવજાતને ચાહે, પ્રકૃતિને ચાહે, તેના સર્જનહારને ચાહે – આ બધોયે પ્રેમ છે. પ્રેમમાં જે કાઈ છે તેને જાળવી રાખવાની ભાવના છે, કશું ખંડીત કરીને નહીં પણ જે કાઈ છે તેને વધારે વિકસીત કરવાની ઈચ્છા હોય છે.

    અને ગમે એટલું લખ્યાં પછીએ છેવટે તો કહીશ કે પ્રેમ કહી શકતો નથી – અનુભવી શકાય છે.

    Comment by Atul Jani (Agantuk) — August 20, 2011 @ 7:47 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: