Hiral's Blog

March 18, 2011

તમારે શું થવું છે? કે તમારે કોના જેવા બનવું છે?

Filed under: own creation,Thought — hirals @ 10:17 am

તમારે શું થવું છે? કે તમારે કોના જેવા બનવું છે?

આ પ્રશ્ન ઘણીવાર આપણે નાનપણથી સાંભળીએ છીએ. કોઈ વાર માસ્તરે પૂછ્યો હશે તો કોઈ વાર મમ્મી-પપ્પા કે અડોશી-પાડોશીએ,

કોઈવાર કાકા-બાપા કે કોઈવાર ભાઈ-બહેને. દરેક વખતે આપણી સમજ વિસ્તરી હશે અને કદાચ જવાબ પણ જુદા જુદા હશે.

પછી કોઈ એક સમય એવો આવે છે કે આપણે બધા પોતાને પણ આ સવાલ પૂછતા થઇ જઈએ છીએ.

જવાબ કદાચ ના મળ્યો હોય તો પણ કોઈને કોઈ કામ-ધંધે જોતરાઈને આપણે કંઇકને કંઇક તો બની જ જેઈએ છીએ.

પછી પ્રમોશન વખતે પણ આજ સવાલ, આગળ આપણે શું કરવું છે? આપણને સદભાગ્યે ક્યારેક એવા સારા મેનેજર પણ મળે છે અને એવું ઓર્ગેનાઈઝેશન પણ કે આપણને થોડી અનુકુળતા કરી આપે,

થોડુંક વધારે વિસ્તારીએ છીએ પણ આ સવાલનો ચોક્કસ એક જ જવાબ આપણે ક્યારેય આપી શકતા નથી. શું કામ?

ક્યારેક તો કોઈને રોલ મોડેલ માનીને એના જેવા થવાની મથામણ કરીએ છીએ. પણ થોડા વખત પછી જો સાચું અવલોકન કરીએ તો વળી પાછું એનું એ જ , આપણે જે તે વ્યક્તિ જેવું તો ૧૦% પણ ભાગ્યેજ કરી શકીએ,

પછી ભલે ને એને માટે ગમે તેટલી ભકિત કે ભાવના હોય. સ્નેહ કે આદર હોય.

તો એવું શું કામ થતું હશે? ક્યારેક અનુકરણ કરવામાં આપણે હાસ્યાસ્પદ પણ બની જઈએ એવું પણ બને ભલે ને કોઈ ગમે તેટલા મોટા મહાપુરુષને કે મહાન સ્ત્રીને અનુસરતા હોઈએ. તો કરવું શું?

આપણે શું થવું? કોના જેવા બનવું?

જવાબ ભલે ના મળ્યો હોય, યોગ્ય જીવન ધ્યેય પર હજુ ભલે પગલા ના માંડ્યા હોય, પણ ક્યારેય કોઈના જેવા ના થવું. કોઈના માંથી શીખવું, અને કોઈના જેવા બનવા મહેનત કરવી એમાં ફરક છે એ સમજવું.

આવું બધું વિચારી વિચારીને એક દિવસ હું એક જવાબ પર પહોંચી. લાઈફનો બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ હતો ત્યારે મને આ વાત સમજાઈ.

કે હિરલ = હિરલ અથવા હિરલ=વધારે સારી હિરલ.

કદાચ એટલે જ હવે મને કોઈ પણ પ્રકારની સરખામણી ભાગ્યે જ થાય છે. મારી જાતને વધારે સારી રીતે સમજી શકું છું. (આવું અત્યારે લાગી રહ્યું છે કાલે ઉઠીને આ વિચાર પણ મનમાંથી ખરી પડે !!!! :))

પોતાના મનના તરંગો અને ઉથલ-પાથલ ને પહેલા કરતા સારી રીતે સમજી શકું છું (કદાચ). તમે પણ થોડો પ્રયત્ન કરી જોજો. ઘણું બધું પોતાના માટે સમજાઈ જશે. માત્ર થોડા બેટર બનાવામાં તો કેટલોય પરસેવો પડશે ને કેટલીય પરીક્ષાઓ થશે.

દરેકને પોતાનું પેપર અઘરું જ લાગે. ને બીજાના માર્ક્સ એની યોગ્યતા કરતા વધારે જ લાગે. પણ એક વાત સતત શીખી રહી છું અથવા તો , એક વિશ્વાસ આવ્યોં છે કે ગમે તેટલી મોટી પાનખર પછી , ગમે તેટલા સ્વપ્ના તૂટ્યા પછી કે ગમે તેવું વિખેરાયા પછી પણ થોડુક બેટર બનવાની દિલની તમન્ના જ માત્ર આપણને નવી વસંતના વધામણા કરાવી શકશે. આ ઋતુ ચક્ર કુદરતી છે (આપણી અંદર પણ). પાનખરમાં દરેક વૃક્ષ ને અમુક પાંદડા ગુમાવવા જ પડે છે એવી જ રીતે આપણે પણ ઘણી લાગણીઓ, ઘણા વિચારો, ઘણા સપનાઓને વિખેરાતા કે ખરતા જોઈશું પણ વિશ્વાસ રાખજો આ નવી વસંતની શરૂઆત જ છે.

આવું સહજ તો જ કરી શકીશું જો પોતાને માત્ર થોડા વધુ સારા બનાવવા મહેનત કરીશું, વૃક્ષને પણ તો ગમતા પાંદડા ગુમાવતી વખતે લોહી નીકળતું હશે કે ભારોભાર વેદના થતી હશે જ. જે વૃક્ષ, મુંગા મોઢે બધાનો માત્ર છાયો બને છે. જે વૃક્ષ ટાઢ, તડકો ને વરસાદ ઝીલે છે અને બે પાંદડે થાય છે એને પણ એક ચોક્કસ સમયે પાનખરનો સામનો કરવો પડે છે એટલે કે આ કુદરતી ક્રમ છે. વસંત, પાનખર પછી જ આવે છે. કાયમી દાંત આવતા પહેલા દુધિયા દાંતને પડવું જ પડે છે. દર્દ તો ત્યારે પણ થયું જ હતું ને!

ચાલો તો વસંતને વધાવીએ. ધુળેટીના રંગે જીવનને પણ નવા રંગોથી રંગીએ. આપણી વસંત કોઈને ટાઢક આપે એવું કશુંક કરીએ. હું થોડી વધુ સારી હિરલ બનું અને તમે થોડા વધુ સારા તમે બનો એજ શુભકામના.

આમ તો માત્ર મારા માટે લખવાની શરૂઆત કરેલી પણ થોડું સારું લખાઈ ગયું છે એવું લાગ્યું એટલે બ્લોગ પર મુકું છું.

7 Comments »

 1. A nice quote

  I don’t believe you have to be better than everybody else.
  I believe you have to be better than
  You ever thought you could be.

  Comment by Manish — March 18, 2011 @ 11:59 am | Reply

 2. ખરેખર લલિત નિબંધ શું નાજુક આલેખાયું છે.

  Comment by Pancham Shukla — March 18, 2011 @ 3:13 pm | Reply

 3. hello hiral madam,

  kem cho?

  saras lakhi nakhu ho tame to……………. saras saras keep it up……

  best of luck

  Comment by prashant — March 22, 2011 @ 3:56 pm | Reply

 4. Really true.

  Try to learn good things from others but can not make your self replica of some one.

  Be yourself.

  Comment by Hiral Vyas — March 23, 2011 @ 12:08 pm | Reply

 5. દરેક માણસને જે બનવું છે, તે બની શકે તો જીવન ઘણું ઉત્તમ
  રીતે જીવાય.
  પ્રવીણ

  Comment by pravinshah47 — March 28, 2011 @ 2:45 pm | Reply

 6. તમે છેલ્લે લખ્યું છે કે: આમ તો માત્ર મારા માટે લખવાની શરૂઆત કરેલી પણ થોડું સારું લખાઈ ગયું છે ..
  આમાં.. થોડું સારું લખાઈ ગયું છે .. એ વાત સાથે હું સહમત નથી!
  ઘણું સારું લખાઈ ગયું છે!
  ધન્યવાદ.

  Comment by યશવંત ઠક્કર — March 28, 2011 @ 3:53 pm | Reply

  • આપનું સ્વાગત અને આભાર.
   મારી અંદરની વસંતને વધાવવા જ લખવાની શરૂઆત કરેલી એટલે થોડી ચોખવટ કરી લીધી.
   તમને ગમ્યું એ મને પણ ઘણું ગમ્યું.

   બધાનો આભાર

   Comment by Hiral — March 29, 2011 @ 9:45 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: