Hiral's Blog

February 25, 2011

લગ્નનું ગણિત = > જીવનનું આઉટપુટ

 લગ્નની ઉંમરે ઘણા ને આ પ્રશ્ન થતો હશે કદાચ કે લગ્ન શું કામ કરવા? કરવા તો કોની સાથે કરવા? ક્યારે કરવા?
 પ્રેમ લગ્ન કરવા કે એરેન્જ મેરેજ કરવા? સામાન્ય રીતે કારકિર્દી લક્ષી અત્યારના સમયમાં આ પ્રશ્ન દરેક યુવક – યુવતીને થાય જ.

મને પણ થતા, મારી પાસે આસ -પાસના લોકોના અનુભવો હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, કેટલાંક સમજુતીથી નિભાવે રાખતાં.

કેટલાંક પોતાના સંતાનોથી હેરાન હતા.

શું સાચું? કોને પૂછવું? પાત્રની પસંદગી કેવી રીતે કરવી? બસ, સવાલો ઘણાં હતાં પણ ચોક્કસ જવાબો નહોતાં.

એક દિવસ નસીબ જોગે એક વિદ્વાન મહારાજ સાહેબ અજય સાગર્જીનો પરિચય થયો. એમનું વાંચન ઘણું હતું. એટલે એક દિવસ તક મળતાં જ મેં એમને મારા સવાલો પૂછ્યા, શરૂઆતમાં ડર હતો કે કદાચ દીક્ષા લેવી જોઈએ એવું કહેશે. પણ એમણે નિખાલસતાથી સ્મિત આપ્યું અને આંખ બંધ કરીને ખોલી,

ફરીથી એક મોહક સ્મિત. આમતો હું આવું બધું કોઇથી ડીસ્ક્સ્સ નાં કરું પણ જૂની પ્રાક્ર્ત – સંસ્ક્ર્ત પ્રતોને ડિજીટાઇઝ કરવાના એક પ્રોજેક્ટ નાં કામનાં અનુસંધાનમાં એમનો પરિચય થયેલો.

એક પ્રોફેશનલ ક્લ્યાયંટની જેમ એ હંમેશા માત્ર પ્રોજેક્ટના કામ પુરતી જ વાત કરતાં અને એ પણ એકદમ મુદ્દાસર.

એટલે થોડું ખેંચાણ પણ ખરું કે આ વ્યક્તિ (સાધુ) જે વાંચે છે અને જે વિચારે છે એ આચરણમાં પણ મુકે છે. કદાચ એમણે જોયેલા સામાજિક અનુભવો પરથી કંઈક જાણવાનું મળી જાય.

એટલે મેં લગ્ન સંબંધી મારા મનની અવઢવ એક વાર પૂછી જ લીધી.

મને કહે તું ગણિત ની ભાષામાં સમજી શકીશ એટેલે ગણિતમાં વાત કરું.

મને ખરે જ રસ પડ્યો.

એમણે કીધું ધારો કે તું a વ્યક્તિ છું. અને આ a ની વેલ્યુ 5 છે. હવે લગ્ન એટલે ગણિતની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ, તો તું કોઈ એવી વ્યક્તિને શોધે કે એની વેલ્યુ પણ 5 કે 7 છે.

હવે પહેલાં એ સમજ કે લગ્ન એટલે શું? માની લે કે તમે બંને સરખે સરખા છો. પણ લગ્નના અભિપ્રાય મુજબ બે 5 ભેગા મળીને શું ફાયદો થવો જોઈએ?

તું સામાન્ય સમીકરણની રીતે વિચારે તો પણ બે 5 ___ 5 = b. કયું ઓપરેટર મુકવાથી b ની મેક્સીમમ વેલ્યુ મળે?

મેં કીધું ગુણાકાર. મને કહે હજુ વિચારી જો. ગુણાકાર થઈ શકે તો પણ સારી જ વાત છે પણ એથી વધુ સારું પણ કદાચ કોઈ ઓપરેટર શક્ય હોઈ શકે છે? b ની વેલ્યુ હજુ વધારે મેળવી શકાય છે? મેં કીધું ‘^’. તો કહે બરાબર

5 – 5 = ૦ => પડ્યું પાનું નિભાવીને જીવન ગબડાવે. બંને માંથી કોઈને ફાયદો નઈ. જીવનનું આઉટ્પુટ 0.  કજિયા – કંકાસ . કોઈ ખુશ નથી. આનાં કરતા એકલા જીવવું સારું.

5 + 5 = ૧૦ => ઠીક ઠીક કપલ કહી શકાય. કમસે કામ 5 માંથી 10 થયાં. મોટે ભાગે સમાજમાં આવા લોકો મળી આવશે.

5 * 5 = ૨૫ => વધારે સારું કપલ. થોડુક એકબીજાના પુરક વધારે છે. બંનેના સફળ લગ્નજીવન છે.

5^5 = ૩૧૨૫ => આદર્શ દંપતી. આવું ભાગ્યે જ જોવા મળશે. બંને જણા એકબીજાના સાથથી ઇતિહાસમાં અમર થઇ જાય એટલું કામ એક જ જીવનમાં કરી જાય છે. આવા લોકોને વંદન.

મને થયું વાહ, એટલે કે મારે એટલીસ્ટ 5 ની વેલ્યુ વાળી વ્યક્તિ શોધવાની છે. અમુક બેઝીક પાંચ ગુણો મારામાં જોઈ શકું છું એ મુજબ

 કે જે મારી સાથે મળીને એટલીસ્ટ * નું ઓપરેટર (એકબીજાનો આદર, પ્રેમ, સહકાર, સપનામોમાં સાથ)મૂકી શકે.  કે જેથી નાનકડી જિંદગી માં મેક્સ્મીમ આઉટ્પુટ બંનેને મળે.

પછી મને કહે,

બીજી મુદ્દાની વાત, કે પહેલા 5  તો જાતે જ થવું પડે. તો કોઈની સાથે મળીને એટલીસ્ટ ૧૦નિ આશા રાખી શકાય. હવે આ આખી વાતમાં ક્યાંય પૈસો કે સ્ટેટ્સ, ખાનદાન કશું જ વચ્ચે નથી આવતું.  અગત્યુંનું છે ‘ઓપરેટર’. => સમજદારી. => જીવન માં 5 થઈ આગળ વધવું છે તો પરણવું સારી વાત છે પરંતુ બંનેના જીવનનું આઉટ્પુટ બંને નાં હાથમાં છે.

Advertisements

10 Comments »

 1. હિરલબેન કઈ સમજણ ન પડી . ગણિત કદાચ અગરું નથી વાપર્યુ ને? આટલી બધી પૂર્વ ભુમિકા અને અંતે ખાલી એક નિશાની મૂકી દીધી . આમ તો અમારું લગ્ન જીવન નિસફળ બનાવવા માંગો છો કે શું.ખેર, તમે પૂર્ણ હશો તો બીજાને પૂર્ણ બનાવી સકશો. પણ તમે ખાલી હશો તો સામેના પાત્રમાં થી લીધેજ રાખશો.મોટા ભાગે દરેક લગ્ન જીવનમાં બંને પાત્રો સામેના પાત્ર માથી મેળવવાજ માંગતુ હોય છે. ડિમાન્ડ, ડિમાન્ડ અને ડિમાન્ડ . કઈ આપતા જ નથી. સમસ્યા આટલે ઊભી થાય છે. ગુડ આર્ટીકલ.

  Comment by pradipkumar raol — February 25, 2011 @ 11:36 am | Reply

  • સાહેબ આ લગ્ન કરતા પહેલાની ફેન્ટસી ની વાત છે. જે આ વાત લગ્ન પછી પણ સમજી શકે એ 10thi આગળ વધી શકે.

   Comment by Hiral — February 25, 2011 @ 11:46 am | Reply

  • Pradipbhai. I tried to make the main point more clear now. thanks for your critics.
   Now, is it fine? or still need nourishment?

   Comment by hirals — February 25, 2011 @ 12:04 pm | Reply

 2. હિરલબહેન,
  આ લેખ વાંચીને એટલું તો ખબર પડી કે ગણિતમાં ભલે * સૌથી મોટો ઓપરેટર છે પણ લગ્નરુપી જીવનમાં ^ ઓપરેટરની તોલે કોઇ ના આવે…

  સરસ લેખ.ગમ્યો..

  Comment by નટખટ સોહમ રાવલ — February 25, 2011 @ 4:40 pm | Reply

 3. મહારાજ સાહેબે ખૂબ સરસ વાત કરી. લગ્ન જીવનને ખૂબ જ સફળ બનાવવા માટે શું ખ્યાલ રાખવો એ સરસ સમજાવ્યું.
  ^ ઓપરેટર મૂકી ઉત્તમ જિંદગી જીવવાની રીત બતાવી દીધી. હવે અમને પણ જીવનમાં વધુ આનંદ અને સુખ મેળવવા આ ગણિત પ્રસંગે પ્રસંગે યાદ આવ્યા કરશે. હા, પહેલાં પોતાની વેલ્યુ પણ મોટી રહે, એનો ખ્યાલ રહ્યા કરશે. ધન્યવાદ, હિરલબેન
  પ્રવીણ શાહ

  Comment by pravinshah47 — February 25, 2011 @ 8:32 pm | Reply

 4. anubhuti thavi tej mahatvnu !!

  Comment by Dr Sudhir Shah — March 2, 2011 @ 5:50 pm | Reply

 5. આપણે તો ગણિતમાં નાપાસ થયેલા સમજ ના પડી.

  Comment by Bhupendrasinh Raol — April 25, 2011 @ 11:36 pm | Reply

 6. આદરણીયશ્રી. હિરલબેન

  આપે જીવનનુ સુંદર ગણિત બતાવ્યુ

  આપનો બ્લોગ પણ ખુબજ સુંદર રીતે સજાવેલ છે,

  બસ બહેન કદાચ તમે મારા કરતાં ઉંમરમાં નાના હશો એમ માની

  એટલુ જ કહુ કે ભગવાન ફળ આપવાળો ઉપર બેઠો છે, બસ ગુજરાતી

  સમાજની સેવા કરતા રહો.

  આપ સુંદર કાર્ય કરી રહેલ છો

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Comment by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — September 2, 2011 @ 11:45 am | Reply

  • Thanks Kishorbhai,

   I would like to have your feedback/comments/suggestions/ideas about evidyalay as a teacher.

   Thanks again,
   Hiral

   Comment by hirals — September 2, 2011 @ 12:18 pm | Reply

 7. Bahu Saras lekh Hiralben..

  Really ene mane mari marriage life ne kai rite success banavavi ena mate protsahit karyo.. Real good work.. Keep Posting..

  Comment by Cool — December 29, 2011 @ 4:50 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: