Hiral's Blog

February 16, 2011

ધર્મ અને આપણે

ધર્મ માણસને

૧) કુદરતી આફતો વચ્ચે ‘આત્મશ્રધ્ધા’થી ટકી રહેવાનું બળ આપે છે. નિર્ભયતા શીખવે છે. બાળપણમાં બધાને કોઇને કોઇ મંત્ર શીખવવામાં આવે છે. આ ‘સામર્થ્યવાન’ને પ્રાર્થીને સામર્થ્યવાન થવાનું મનોવિજ્ઞાન છે.

૨) સામાન્ય સંજોગોમાં ‘પશુ’ જેવું આચરણ નહિં કરતાં, બીજાં જીવો માટે વિચાર કરીને સંસ્કારી, સભ્ય જીવન શીખવે છે. જેને ‘સંસ્કૃતિ’ કહી શકાય.

૩) ધર્મ એકજુથ રહીને સદ્કાર્યો માટે બનાવાય છે. પણ અનુકરણ કરનારાં બધાં ‘નિઃસ્વાર્થી’ થઇ નથી શકતાં. બધાં એકસરખો સાચો બોધ ગ્રહણ કરીને આત્મિક વિકાસ, સામાજિક વિકાસ કરી નથી શકતાં.

4) બધાં ભગવાન બાળપણથી જ ખૂબ ‘વિદ્વાન અને બળવાન’ બતાવ્યાં છે. કોઇપણ સંસ્કૃતિ જોશો. અને દરેકનાં ભગવાને ‘સમાજકલ્યાણ, દયા, કરુણા, નીતિમત્તા’ સભ્ય સંસ્કૃતિની જ ભેટ આપી છે.’

5) માણસ મન માત્ર ‘તાર્કિક’ જ નથી હોતું. અહિં કુણી લાગણીઓ ધરાવતા હ્રદયવાળાઓ પણ વસે છે. જે લોકો વિજ્ઞાન નથી સમજી શકતાં, તેઓ ધર્મની રીતે, લાગણીથી કોઇ નિયમ સમજી શકે છે.

દા.ત. વૃક્ષની પૂજા કરવી. (વિજ્ઞાનની રીતે વૃક્ષ કેટલાં ઉપયોગી છે કોઇપણ શિક્ષિતને ખબર છે જ) પણ જ્યારે શિક્ષણ નહોતું, ત્યારે ‘વૃક્ષની પૂજા’ ને ધર્મ સાથે જોડીને મનુષ્યનો નાતો નેચર સાથે જોડવામાં આવ્યો.

6) નદી ‘પવિત્ર’ છે. એ ધર્મનાં નામે નેચરલ રીસોર્સીસ માટે લાગણી અને કાળજીની અભિવ્યક્તિ છે.

હવે એ માણસની લાગણીઓની આત્યાંતિકતા છે કે ‘પવિત્ર’ નદીમાં નહાવાથી પોતે ‘પવિત્ર’ બનશે. આ અંધશ્રધ્ધા છે. અજ્ઞાનતા છે.

ભારત દેશમાં આ અંધશ્રધ્ધાને લીધે લગભગ બધી નદીઓ ઘણી દૂષિત છે. શું આ યોગ્ય છે?

7) જ્યાં સુધી ‘લાગણીઓ’ ની ભેટ છે આ પૃથ્વી ઉપર ત્યાં સુધી ‘ધર્મ’ રહેશે જ. અહિં કોઇ એકજ માણસની માન્યતાઓ – સમજશક્તિ, વિચારશક્તિની વાત નથી. અહિં સબળા અને નબળા દરેકને એકજુથ બનાવીને સમાજકલ્યાણની ભાવનાથી, સભ્ય સંસ્કૃતિના વિચારથી ‘ધર્મ’ અસ્તિત્વમાં આવ્યો છે.

8) જેમ કોઇ પણ મનુષ્ય કોઇ એક જ રોલમાં નથી જીવતો. જેમ એક સ્ત્રી એક દીકરી, મિત્ર,પત્ની, બહેન, વહુ, માતા , વળી સાથે સાથે જે તે કાર્યક્ષેત્રનાં અનુસંધાનમાં બીજાં ઘણાં વિશેષણો સાથે જીવે છે. આવું જ પુરુષોનું પણ છે. વળી દરેક રોલ માટે જરુરી જે તે ગુણો/લાગણીઓ આપણે કેળવીએ છીએ એવી જ રીતે સામાજિક કાર્યોનાં અનુસંધાનમાં કે પોતાનાં આંતરજીવનનાં ઉધ્ધાર માટે પણ આપણે જરુરી બધું અપનાવવું જોઇએ. આપણાં વ્યક્તિત્વ અને વ્યવહારને અનુરુપ માનસિક શાંતિ માટે, બીજાં સાથે ભાતૃભાવ કેળવવા માટે જરુરી જ્ઞાન, ભક્તિ , દયા , કરુણા વગેરે જુદા જુદા ધર્મોમાંથી આપણને પોતાને અનુરુપ ગ્રહણ કરીને જીવનને પૂર્ણતાથી ભરી શકાય. જુદા જુદા ધર્મોમાંથી યોગ્ય સાર ગ્રહણ કરવાથી આવાં ઘણા ફાયદા પણ છે.

9) સર્વાઇવલમાં (આ કંઇ મત્સ્ય સંસ્કૃતિ – જેમાં મોટી માછલી નાની માછલીને ખાઇને જીવે નથી) એટલે, સંસ્કૃતિ તરીકેનાં વિકાસ માટે, માનવ જાત તરીકેનાં વિકાસ માટે ઃ માણસ => ‘ધર્મ, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રાજનીતિ, સત્યાગ્રહ……બધું જ કરશે જ.’

10) ધર્મ આપણી જે તે ‘લીમીટ’ છે એને સહર્ષ સ્વીકારવાની શક્તિ સ્વરુપ પણ છે. આ પણ એક મનોવિજ્ઞાન છે.

જેમ કે, કોઇ અપંગ વ્યક્તિ છે. એને એની નિર્બળતા માટે કોને પૂછવું?

એવી જ રીતે માણસનાં મનની પણ ઘણી નિર્બળતાઓ છે. ગાંધીજીએ એ નિર્બળતાને યોગ્ય ખોરાક પૂરો પાડવા ‘સર્વધર્મ પ્રાર્થના’ શોધી.

11) ધર્મ માત્ર ‘ભય’માંથી ઉત્તપન્ન નથી થયો. એ ‘આંતર’ અને ‘બહિર’ જગતનાં જે પણ ચમત્કારો અથવા જે સક્ષમતા છે (આપણને અભિભૂત કરતી) એનાં પ્રત્યે કૃતજ્ઞતા (Gratitude) નો ભાવ બતાવવા માટે પણ છે.

જેમ કે સવારે ઉઠીએ ત્યારે એક નવચેતન મળે છે. બધાને સરખો સમય મળે છે. એ વાત માટે આપણે આ સમષ્ટિનો આભાર માનીએ છીએ. આ વાત ‘વિજ્ઞાન’ ની ચોપડીથી ના શીખવી શકાય.

12) જો ધર્મ હોય જ નહિં અને માત્ર ‘નિયમો’ થી જ જીવવાનું હોય તો એમાં નાના-મોટાનો ભેદ (વૈચારિક રીતે) બહુ પડે. જેમ શાળા કે કૉલેજમાં આપણે ‘સરખે સરખાં’ લોકો જ ગ્રુપ બનાવીએ તેમ. (બીજાંને આપણે એટલો સહકાર કદાચ ‘ના’ પણ આપીએ જેટલો આપણાં ‘મિત્ર’ને. ધાર્મિક સ્થળોમાં જો સમજપૂર્વક કૃતજ્ઞતાના ભાવથી જાવ ત્યારે સમૂહમાં તમે આવી સદભાવનાથી ઘણાં સારા કાર્ય પણ કરી શકો છો (એમાં વૈચારીકભેદ વાળું વાતાવરણ બને ત્યાં સુધી નથી આવતું). આવાં કામ (નિઃસ્વાર્થ) હંમેશા આપણે એકલ-દોકલ ‘ના’ કરી શકીએ. સહકાર જોઇએ.

13) આપણે મૂર્તિમાં માનીએ કે ના માનીએ (સ્થાનકવાસીમાં દહેરાસર, મૂર્તિ કશું જ નથી હોતું). એનાંથી કશો ફરક નથી. આપણું વ્યક્તિત્વ જ એવું હોવું જોઇએ (અથવા આંતર જગત) કે એનો પ્રભાવ આપણી સાથે સંપર્કમાં આવતા દરેક ઉપર પડે. અને આપણે કશી પણ દલીલ વગર એની સાથે એકરુપતા (માણસની માણસ સાથેની) સાધી શકીએ.
ધર્મ આવું શીખવાડવા માટે બનાવાય છે. અમુક લોકો માત્ર ‘ક્રિયા લક્ષી’ બની જાય અને દેશને કે સમાજને નુકશાન કર્તા બને ત્યારે ચોક્કસ પગલાં લઇ શકાય. ‘દયાનંદ સરસ્વતીએ આ પગલાં લેવાની દિશામાં ઘણાં કામ કર્યાં.

14) ઘણાં લોકો માત્ર પોતાનો ધર્મ જ સાચો છે એવું વિચારીને ખુબ આક્રમક થઇ જતાં હોય છે. ભારત દેશમાં જાહેર કોઇપણ સ્થળ જેમ કે રેલવેનો ડબો, તમને કોઇકને કોઇક તો મળી જ રહેશે જે તમને જે તે ધર્મને અનુસરવાની કે જે તે ગુરુને અનુસરવાની સલાહ આપશે. શું આ યોગ્ય છે? ઘણાં ધર્મોનાં સ્વ્યંસેવકો આખી દુનિયામાં માત્ર એક જ ધર્મ હોવો જોઇએ અને તે પણ પોતાનો ધર્મ જ સાચો છે. પોતાનાં ભગવાન જ સાચાં છે એવું વિચારીને ઘરે ઘરે ધર્મપરિવર્તન કરવાંનાં અથાક પ્રયત્નો કરે છે. શું આ યોગ્ય છે?

જેમ ‘સફેદ’ એક જ રંગ સાચો છે. છતાં ભિન્ન ભિન્ન રંગો અસ્તિત્વમાં છે તેમ, ‘આત્મા’ કે ‘ચેતન’ એક જ વાત સાચી હોવાં છતાં, જુદા જુદા ધર્મોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હંમેશા રહેશે.

15) ‘ધર્મ’માં માનીએ કે ‘ના માનીએ’, જનકલ્યાણ માટે આપણે કેટલાં નિઃસ્વાર્થી કે ધીરજવાળાં થઇ શકીએ છીએ એ વધારે અગત્યનું છે.

જે કાર્ય કરતાં મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતાં મનમાં ગ્લાનિ થાય તે અધર્મ. — બ્રહ્માનંદ

 © Hiral Shah

Advertisements

6 Comments »

 1. “જેમ ‘સફેદ’ એક જ રંગ સાચો છે. છતાં ભિન્ન ભિન્ન રંગો અસ્તિત્વમાં છે તેમ, ‘આત્મા’ કે ‘ચેતન’ એક જ વાત સાચી હોવાં છતાં, જુદા જુદા ધર્મોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હંમેશા રહેશે”.

  This was the most touching sentence of the entire post. It’s true that previously, education was not made open to all; and hence, certain things were imbibed in the name of religion. However, I also agree that superstitions were getting nurtured by leaps and bounds. What should stop now is the practice of blindly passing on these superstitions to the next generation. Also, the subsequent generation should have the courage to ask “Why”; if certain baseless rules are being imposed on them. Moreover, it should also be able to say “NO” to the religious compulsions which are meant to segregate the human power.

  Comment by Minal — February 16, 2011 @ 12:45 pm | Reply

  • Thanks Minal for your comment.

   Yes, ‘Why’ is a good habit, and before following any custom, one should ask this ‘why’.But many questions about ‘who rules our life, how our destiny defines and all…’ can’t explain to all easily. One can just feel certain experience to realize certain laws of life. Many things are not proven the extent to get satisfactory answers of our ‘Why’ questions.

   Comment by Hiral — February 16, 2011 @ 2:49 pm | Reply

 2. બહુ જ સુંદર વાત કહી છે. ધર્મ ઘણી વખત વ્યક્તિ ના વિચારો માં વ્યાપકતાને બદલે સંકુચિતતા લાવે છે, આથી પોતાનો ધર્મ સાચો હોવાનો દુરાગ્રહ જન્મે છે. સ્વધર્મ એટલે કે આત્મા ધર્મ થી મોટી બાબત કોઈ ના હોઈ શકે, બાકી સર્વ બાબતો એ બાહ્યાચાર છે. અને જે બાહ્યાચાર થી બીજાને દુખ પહોંચી શકે તેને અવગણવો જ યોગ્ય છે!!!

  Comment by Bindiya — February 17, 2011 @ 1:37 pm | Reply

  • બિંદીયા આપના પ્રતિભાવ બદલ આભાર,
   હા, આત્મ- ધર્મ ની વાત (બાહ્યાચારની રીતે) એકદમ સાચી, પણ આપણે ત્યાં સ્વાર્થી અને સ્વકેન્દ્રી લોકો ‘મુલ્યો અને માનવતાને નેવે મુકીને’ આત્મ ધર્મની દુહાઈ ઘણી વાર દેતા હોય છે.
   પોતાની ફરજમાંથી છટકવા પણ ઘણા લોકો ‘આત્મા અને કર્મ’ શબ્દોની દુહાઈ દેતા હોય છે. આવું કરીએ તો કેટલું દુ:ખ થાય સામી વ્યક્તિને થાય?.
   બધા ધર્મોમાં બીજા ધર્મોનો આદર કરવાનું શીખવાડવામાં આવશે તો પરિસ્થિતિ ઘણી સુધરી શકે. પણ આપણે ત્યાં મોટેભાગે ધર્મ ગુરુઓ પોતાનો ધર્મ જ સાચો અને પોતાની રીત જ સાચી એવું ભક્તોને ઠોકી ઠોકી ને કહેતાં હોય છે. આવું બને ત્યારે ખરેખર દુ:ખ થાય.

   Comment by hirals — February 18, 2011 @ 9:27 am | Reply

 3. 1. After writing so many scriptures, Mahabharat epic etc, at the end Maharshi Ved Vyas told, to please someone is DHARM and to irritate or to trouble someone is ADHARM.

  2. I liked Taal movie’s hero, who told, “I do not go to temple. I have trust in the goodness of people….”

  3. Swami Vivekananda told, “compare to study of Gita, playing football will brings you closer to the God” He insisted healthy mind and healthy body then religion. He was irritated by production of musical instruments played in Bhajan. He insisted to produce music and musical instrument that make people stronger and invoke their true spirits.

  4. Yes, we should be able to say “NO” to the religious compulsions which makes few people (like elders, orange cloth swamis and Bhramin cast people etc) more powerful. Yes, we should question the rules. At the same time, in my opinion, we should follow some basic traditions. Our Indian Vedic traditions have some meaning, logic, science behind it, that many times, our elders failed to explain us completely. In such cases, we should follow them with faith. Again there is a thin boundary between faith and superstition.

  5. The word DIKSHA has a beautiful meaning. DIKSHA which transcend you beyond intelligence. There something, which is beyond all logic, argument, rational. That is our destination. To realize “that” is aim for all religions.

  Comment by Manish — February 22, 2011 @ 11:42 am | Reply

 4. […] ધર્મ વિશે નો સુંદર લેખ હીરલ શાહ ના શબ્દો મા […]

  Pingback by ધર્મ અને સંસ્કૃતી « મનીષ શાહ ( અલ્પ લીમડીવાળા) — May 30, 2011 @ 5:47 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: